________________
અધ્યાત્મસાર
કેટલીયે ધર્મક્રિયાઓમાં એકેન્દ્રિય જીવોની સ્કૂલ હિંસા થવાનો સંભવ છે. પરંતુ તે ક્રિયા કરનારમાં હિંસાનો ભાવ નથી, પરંતુ તેની ભક્તિનો આવેગ ઘણો પ્રશસ્ય છે. તેણે અવિધિનો ત્યાગ કર્યો છે. ક્રિયા વિધિપૂર્વક થાય છે તેમજ આવે પ્રસંગે દ્રવ્યહિંસા પછી ઉત્તરકાળમાં જે પ્રશસ્ત ગુણો ખીલે છે એનું ક્રિયા કરનારમાં સંક્રમણ થાય છે. તેને લીધે ધર્મકાર્યમાં તેણે આચરેલી હિંસા પણ અહિંસા બની જાય છે. એટલે કે તે હિંસા હિંસા રહેતી નથી. એક સાદું ઉદાહરણ લઈએ તો કોઈ માણસ પોતાના ઘરે પોતાના સ્નાન માટે પ્રમાદપૂર્વક પાણી ઢોળતો હોય તો તેને હિંસાનો દોષ લાગે, પરંતુ કોઈ માણસ જિનમંદિરમાં ભક્તિભાવપૂર્વક, ઉલ્લાસથી જિનેશ્વર ભગવાનની પ્રતિમાને જલ વડે પ્રક્ષાલ કરતો હોય અને એનો આશય હિંસાનો ન હોય તો તેને ત્યાં દોષ ન લાગે. ક્યારેક ભક્તિના ઉદ્રેકમાં થોડી અવિવિધ થઈ જાય તો પણ તે નિરનુબંધ હોય છે એટલે કે અશુભ કર્મની પરંપરા તે ઉત્પન્ન કરતી નથી.
[૩૮૧] વૃંદમ્ શતોપેતાહિંસા યંત્રોપવર્યંતે ।
सर्वांशपरिशुद्धं तत्प्रमाणं जिनशासनम् ॥५६॥
અનુવાદ : જેમાં આવા સેંકડો ભેદપ્રભેદ સહિત અહિંસાનું વર્ણન થયેલું છે તે સર્વાંશે પરિશુદ્ધ એવું જિનશાસન પ્રમાણભૂત છે.
વિશેષાર્થ : આરંભમાં અન્ય દર્શનોમાં બતાવેલી અહિંસા અને જૈન દર્શનમાં નિરૂપાયેલી અહિંસાની વિભાવના વચ્ચે શો ફરક છે તેની વિગત છણાવટ કરીને ઉપસંહાર કરતાં ગ્રંથકાર મહર્ષિ ફરમાવે છે કે અન્ય દર્શનોના મુકાબલે જૈન દર્શનમાં અહિંસાની વિચારણા બહુ જ સૂક્ષ્મ રીતે કરવામાં આવી છે. એ રીતે મન, વચન ને કાયાના યોગ તથા એમાં તરતમતા તથા કરવું, કરાવવું અને અનુમોદવું અને એમાં તરતમતા ઇત્યાદિ દષ્ટિએ વિચારીએ તો અહિંસા ધર્મના સેંકડો ભેદપ્રભેદ જોવા મળે. આટલી બધી સૂક્ષ્મ વિચારણા અન્ય કોઈ દર્શનમાં થઈ નથી. એટલા માટે જ જૈન દર્શનમાં અહિંસાનું નિરૂપણ પરિશુદ્ધ અને પ્રમાણભૂત છે. એમાં કોઈ પરસ્પર વિસંગતિ કે પૂર્વાપર વિરોધ નથી. એમાં બૌદ્ધિક તર્ક છે અને હૃદયની વિશાળ ભાવના પણ છે.
[૩૮૨] અર્થોવમપોર્થ વૃત્તિ નિર્ધારનું વિ।
आस्तिक्यं परमं चिह्नं सम्यक्त्वस्य जगुर्जिनाः ॥५७॥
અનુવાદ : આ અર્થ છે અને બીજા અનર્થ છે એવું હૃદયમાં નિર્ધારવું—આવું આસ્તિક્ય તે સમ્યક્ત્વનું પરમ ચિહ્ન છે એમ જિનેશ્વરોએ કહેલું છે.
વિશેષાર્થ : અહીં બતાવ્યું છે તે પ્રમાણે આસ્તિક્ય એ સમ્યક્ત્વનું પરમ લક્ષણ છે. આસ્તિકતા અથવા આસ્થામાંથી સમ્યક્ત્વનાં અન્ય ચાર લક્ષણો શમ, સંવેગ, નિર્વેદ અને અનુકંપા પ્રગટ થાય છે. જિનેશ્વર ભગવાને કહ્યું છે તે જ સત્ય છે, તે જ અર્થયુક્ત છે, તેથી ભિન્ન તે અનર્થરૂપ છે – આવી દૃઢ શ્રદ્ધા, એવો મક્કમ નિર્ધાર જીવમાં જો પ્રગટ થાય તો જ તે મોક્ષનો અધિકારી બની શકે છે. ફક્ત એક અહિંસા વ્રતની બાબતમાં પણ અન્ય દર્શનો અને જૈન દર્શન વચ્ચે કેટલો બધો તફાવત છે તે ગ્રંથકર્તાએ અહીં સવિગત સારી રીતે બતાવ્યું અને સમજાવ્યું છે. અન્ય દર્શનોમાં જ્યારે વિસંગતિ જોવા મળે છે
Jain Education International_2010_05
૨૦૮
For Private & Personal Use Only
www.jainelibrary.org