________________
પ્રબંધ ચોથો, અધિકાર બારમો સમ્યકત્વ અધિકાર
હોય. આવી વિચિત્ર ઘટનાઓ જ્યારે બને ત્યારે ઉતાવળે ભ્રમમાં ન પડતાં શાન્તિથી અને સ્વસ્થતાથી તેનો વિચાર કરવો જોઈએ.
જે બધી ઘટનાઓ બને છે તે કર્મ સિદ્ધાન્ત અનુસાર જ બને છે. કર્મ ઉદયમાં આવે ત્યારે એટલે કે વિપાક થાય ત્યારે કર્મ ભોગવાય છે. એમાં એવું નથી કે જે કર્મ બાંધ્યું તે તરત જ ભોગવાઈ જવું જોઈએ. બીજી બાજુ એવું પણ નથી કે તરત ભોગવવાનું ન જ આવે. કર્મો બાંધતી વખતે તેણે જે શક્તિથી તથા જે રસપૂર્વક, જેટલી ઉગ્રતાથી બાંધ્યાં હોય તે પ્રમાણે – એટલે કે પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ – અનુસાર ઉદયમાં આવે છે. વળી એવું નથી કે દરેક જીવ સતત શુભ કર્મ કે સતત અશુભ કર્મ જ બાંધ્યા કરે. કર્મબંધ પણ શુભાશુભ પ્રકારનો રહે છે. એટલે ઉદયમાં આવતાં તે તે વસ્તુઓ ભાગ ભજવે છે. એટલે ગ્રંથકાર અહીં કહે છે કે કોઈક કર્મનો વિપાક સદ્ય એટલે તત્કાળ હોય, અત્તમુહૂર્તમાં જ હોય અને કોઈ કર્મનો વિપાક કાલાન્તરે એટલે કે અમુક કાળ પછી હોય. એટલા કાળમાં તો કેટલાંય વર્ષ પસાર થઈ ગયાં હોય, એટલું જ નહિ જીવના એક અથવા અનેક ભવ પસાર થઈ ગયા હોય. શુભ કે અશુભ કર્મ ત્યાં સુધી સત્તામાં રહ્યું હોય છે. - હિંસા અને અહિંસા એ બંનેમાં હિંસાની પ્રતિપક્ષી અહિંસા કહેવાય અને અહિંસાની પ્રતિપક્ષી હિંસા કહેવાય છે. હવે એવું પણ બની શકે કે હિંસાનાં ભારે અશુભ કર્મનો વિપાક થાય તે પહેલાં અન્તરાલમાં એટલે કે વચગાળામાં પૂર્વે અહિંસા દ્વારા બાંધેલાં ભારે શુભ કર્મનો ઉદય થાય તો હિંસાના અશુભ કર્મબંધન પછી દુઃખ ભોગવવાને બદલે અહિંસાના શુભ કર્મના વિપાકને કારણે સુખ ભોગવવાનું આવે. તેવી જ રીતે અહિંસાના ભારે શુભ કર્મનો વિપાક થાય તે પહેલાં વચ્ચે પૂર્વે હિંસા દ્વારા બાંધેલાં અશુભ કર્મનો વિપાક થાય અને અહિંસા ધર્મના પાલન પછી તુરત દુઃખ ભોગવવાનું આવે. કર્મની ઘટમાળ આમ સામાન્ય માણસથી તરત ન સમજાય એવી, વિલક્ષણ પ્રકારની છે. એટલે કોઈ હિંસક જીવને હિંસા કરવા છતાં સુખી જોઈને મૂંઝાવું ન જોઈએ. વિદેશોમાં અને આપણા દેશમાં કેટલાયે માંસાહારી લોકો તથા કતલખાના ચલાવનાર આટલું બધું સુખ કેમ ભોગવે છે ? - એવા પ્રશ્નનું સમાધાન આ શ્લોકમાં આવી જાય છે. કતલખાના ચલાવનાર, માંસાહારમાં રાચતા લોકોને પોતાનાં અશુભ કર્મો મોડાં કે વહેલાં ભોગવવાનો આવે જ છે. વર્તમાન સમયમાં યુરોપ, અમેરિકા, જાપાન વગેરે દેશોમાં માંસાહારી લોકો આટલું બધું ભૌતિક સુખ ભોગવે છે અને ભારતમાં શાકાહારી ગરીબ લોકો આટલું બધું દુઃખ ભોગવે છે, એટલે માંસાહારમાં પાપ નથી એવું કહેનારાઓની સમજણ અધૂરી હોય છે અથવા કર્મ સિદ્ધાન્ત વિશે તેમનું ઘોર અજ્ઞાન હોય છે. [3८०] हिंसाऽप्युत्तरकालीनविशिष्टगुणसंक्रमात् ।
त्यक्ताविध्यनुबंधत्वादहिसैवातिभक्तितः ॥५५॥ અનુવાદ : હિંસા પણ ઉત્તરકાલીન વિશિષ્ટ ગુણોના સંક્રમણથી, અતિભક્તિથી તથા અવિધિના અનુબંધના ત્યાગથી અહિંસા જ છે.
વિશેષાર્થ : હિંસા અને અહિંસાનું સ્વરૂપ કેટલું બધું સૂક્ષ્મ છે તે વિશે અહીં ગ્રંથકાર મહર્ષિ વધુ સમજાવે છે. દેખીતી રીતે દ્રવ્યહિંસા હોય છતાં એને ભાવસભર અહિંસા તરીકે ઘટાવી શકાય છે, પરંતુ એ માટે હિંસા આચરનારનો તેવો શુદ્ધ, શુભ, ઉચ્ચ આશય હોવો જોઈએ.
Jain Education Interational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org