________________
અધ્યાત્મસાર
તે અહિંસા, અહિંસાના અનુબંધવાળી એટલે કે શુભ કર્મની પરંપરાવાળી ન થઈ શકે, એ અહિંસા ત્યાં જ અટકી જાય. અહિંસા અનુબંધવાળી ત્યારે જ થઈ શકે કે જ્યારે જ્ઞાનનો ઉદ્ધક હોય, એટલે કે એટલી સૂક્ષ્મ સમજ હોય અને તે અનુસાર તેમનું અપ્રમત્ત ભાવવાળું જીવન હોય. સામાન્ય માણસોની અહિંસા અને અપ્રમત્ત સાધુ મહાત્માઓની અહિંસા વચ્ચે આટલો ફરક છે એ લક્ષમાં રાખવું જોઈએ. [૩૮] શામપિ હિંસીયામુત્તે અમદત્તરમ્ |
भाववीर्यादि वैचित्र्यादहिंसायां च तत्तथा ॥५३॥ અનુવાદ : એક જ જાતની હિંસામાં પણ ભાવ અને વીર્યની વિચિત્રતા (વિવિધતા)ને લીધે મોટું અંતર છે. તે જ પ્રમાણે અહિંસામાં પણ છે.
વિશેષાર્થ : હિંસા અને અહિંસાનું સ્વરૂપ જૈન દર્શન પ્રમાણે એટલું બધું ગહન છે કે સામાન્ય માણસની સમજમાં તે જલદી ન આવે. એક જ જાતની હિંસામાં પણ ઘણું બધું અંતર હોય છે. બાહ્ય દષ્ટિએ દેખાતી સ્કૂલ દ્રવ્ય હિંસાના બે સરખા બનાવ હોય તો પણ હિંસા આચરનારનો આશય કેવો છે, તેના સંજોગો કેવા છે, તેની વય કેટલી છે, તેની કક્ષા કેવી છે, તેનો સામાજિક દરજજો શો છે, તેના મનના ભાવો કેવા છે વગેરે ઘણી બધી બાબતોની વિચારણા જરૂરી છે. ઉદાહરણ તરીકે એક માણસ બીજાનો વધ કરે છે, પણ એ વધ એને ફરજ રૂપે કરવો પડે છે, કારણ કે રાજયનો એ નોકર છે અને ગુનેગારને ફાંસી આપવાની તેની ફરજ છે. આવા પ્રકારની ઘણી વાતો હિંસાની બાબતમાં જોવામાં આવે છે. એક માણસ જીવજંતુની હત્યા કરે છે અને બીજો માણસ માણસની હત્યા કરે છે. એ બંને હત્યામાં ફરક છે. વળી તેમાં દરેકનાં રાગાદિ પરિણામો કેવાં છે તે પણ જોવાય છે. ક્યારેક માણસનો મારી નાંખવાનો આશય ન હોય, માત્ર ધમકાવવાનો જ આશય હોય, પણ ગભરાટમાં સામા માણસનું મૃત્યુ થઈ જાય. આવી અનેક પ્રકારની ઘટનાઓ રાતદિવસ બનતી રહે છે. પરંતુ તે દરેકમાં ઘણું બધું અંતર હોય છે. જેમ હિંસાની ઘટનામાં આટલી બધી વિચિત્રતા અર્થાત્ વિવિધતા અને તરતમતા હોય છે, તેમ અહિંસા વ્રતના પાલનમાં પણ ઘણી બધી તરતમતા હોઈ શકે છે. [૩૭] : શાસ્ત્રાન્તરે વૈદિપાના િમિન્નતા
प्रतिपक्षान्तरालेन तथा शक्तिनियोगतः ॥५४॥ અનુવાદ : એના (હિંસાના અને અહિંસાના) વિપાકમાં પણ શક્તિના નિયોગથી તથા પ્રતિપક્ષના અંતરાલથી, તત્કાળ કે કાલાન્તરે – એવી ભિન્નતા રહેલી છે.
વિશેષાર્થ : હિંસા અને અહિંસાનાં પરિણામ વિશે કોઈને ભ્રમ ન થાય એ માટે કર્મ સિદ્ધાન્તની વાત અહીં રજૂ કરી છે. જગતમાં એવા દાખલાઓ જોવા મળે છે કે માણસ ઘણો ઘાતકી અને હિંસક હોય ને છતાં સુખ ભોગવતો હોય. હિંસક ટોળકીના કોઈ નાયકે કેટલાંયનાં ખૂન કરાવ્યાં હોય કે ધનાઢ્યોને લૂંટી લીધા હોય. આવાં ઘોર કૃત્યો કરવા છતાં એ પોતે આલીશાન મહેલમાં રહેતો હોય અને મહેફિલમાં મોજ માણતો હોય. બીજી બાજુ સતત જીવદયા પાળનાર, અહિંસાધર્મનું પાલન કરનાર વ્યક્તિને કોઈ ભયંકર રોગની વેદના થતી હોય, કોઈક શારીરિક ત્રાસ આપતું હોય કે કોઈક એની હત્યા કરી નાખતું
૨૦૬
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org