________________
પ્રબંધ ચોથો, અધિકાર બારમો : સમ્યકત્વ અધિકાર
મિથ્યાત્વને કારણે, અવળી શ્રદ્ધાને લીધે દેવગતિમાં પણ તેમને હલકા કિલ્બિષિયા દેવનો દુઃખદાયક અવતાર મળે છે. વળી એવા જીવોને ત્યાર પછી તિર્યંચ કે નરક ગતિ મળે છે અને ત્યાં તે મોટી હિંસા આચરનાર બની શકે છે. વસ્તુતઃ જીવ મિથ્યાત્વી હોય તો તેણે પાળેલી અહિંસા પણ તેને દુર્ગતિમાં લઈ જઈ શકે છે અને એની પાસે ભવાન્તરમાં વળી મોટી હિંસા પણ કદાચ કરાવી શકે. [૩૭૬] સાધૂનામપ્રમત્તાનાં સા વાહિંસાનુબંધની |
हिंसानुबंधविच्छेदाद् - गुणोत्कर्षो यतस्ततः ॥५१॥ અનુવાદ : અપ્રમત્ત સાધુઓને તે (હિંસા) અહિંસાના અનુબંધવાળી થાય છે, કારણ કે હિંસાના અનુબંધનો વિચ્છેદ થવાથી તેમના ગુણનો ઉત્કર્ષ થાય છે.
વિશેષાર્થ : અહિંસાની ભાવના કેટલી ઉત્કૃષ્ટ કોટિની હોઈ શકે છે તે અહીં દર્શાવવામાં આવ્યું છે. જેઓ સર્વ વિરતિધર પંચમહાવ્રતધારી સાધુ મહાત્મા છે તેઓએ અહિંસાનું મહાવ્રત પણ નવ કોટિએ ધારણ કરેલું હોય છે. આવા મહાત્માઓના હૃદયમાં સંસારના સર્વ જીવો પ્રત્યે નિરંતર અનુકંપા વહેતી હોય છે. જીવોની પ્રતિપળ રક્ષા એ વિશે એમનો જાગૃતિપૂર્વકનો સતત ઉદ્યમ રહેતો હોય છે. પોતાનાથી ઊઠતાં-બેસતાં, જતાં-આવતાં, હાલતાં-ચાલતાં જે કોઈ સ્થૂલ સૂક્ષ્મ જીવોની વિરાધના થાય છે તે માટે તેઓ ‘ઇર્યાપથિકી' (ઇરિયાવહી) કરી લઈને પશ્ચાત્તાપપૂર્વક ક્ષમા માગી લેતા હોય છે. જે મહાત્માઓના જીવનમાંથી મિથ્યાત્વ, અવિરતિ અને પ્રમાદ ચાલ્યાં ગયાં હોય છે, જેઓ અપ્રમત્ત નામના સાતમા ગુણસ્થાનકે બિરાજતા હોય છે. તેઓ જે જાગૃતિપૂર્વક જયણા પાળે છે તેથી તેમને હિંસાનો દોષ લાગતો નથી. તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે કે “જ્યાં પ્રમત્તયોગ છે ત્યાં હિંસા છે.” : પ્રમયો પ્રણવ્યપરોપ હિંસા | પરંતુ જ્યાં અપ્રમત્તતા છે ત્યાં હિંસા નથી. આવા સાધુ મહાત્માઓને કોઈ શુભ કાર્ય માટે અથવા અન્ય કોઈ અપવાદરૂપ પ્રસંગે વિહાર દરમિયાન નદી ઊતરવાનો વખત આવે કે ક્યાંક કીચડમાં ચાલવાનું અનિવાર્ય બની જાય અથવા અન્ય કોઈ કાર્ય કરવાનું પ્રાપ્ત થાય તો પણ તેમની સતત જાગૃતિ અને અપ્રમત્તતાને કારણે તેમને હિંસાનો દોષ લાગતો નથી. વસ્તુતઃ આવા અપવાદરૂપ પ્રસંગે તો એમણે હિંસાના અનુબંધનો વિચ્છેદ કર્યો હોવાથી તથા નિરંતર જાગૃતિ હોવાથી અને અહિંસાની ભાવના હૃદયમાં રમતી હોવાથી એમના ગુણો વધુ ખીલતા હોય છે, પ્રકર્ષ પામતા હોય છે.
[૩૭૭] ,થાનામિયમરાવતું સાનુવંધા જ વિત્ | . ज्ञानोद्रेकाप्रमादाभ्यामस्या यदनुबंधनम् ॥५२॥
અનુવાદ : અજ્ઞાનને કારણે મુગ્ધ લોકોને તે (અહિંસા) કદાપિ અનુબંધવાળી થતી નથી, કારણ કે આ અનુબંધ જ્ઞાનના ઉદ્રક અને અપ્રમાદથી જ થાય છે.
વિશેષાર્થ : અપ્રમત્ત સાધુઓની હિંસા અને અહિંસાની વિચારણા કર્યા પછી સામાન્ય માણસોની અહિંસાની અહીં વિચારણા કરવામાં આવી છે. સંસારમાં અનેક લોકો મુગ્ધ એટલે કે ભોળા હોય છે. તેઓ અજ્ઞાની કે મૂર્ખ પણ હોઈ શકે છે. એવા લોકો સમજ વગર અહિંસાધર્મનું પાલન કરે તો તેમની
૨૦૫ For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org