________________
અધ્યાત્મસાર
[૩૭૪] હિંસાનુબંધિની હિંસા મિથ્યાòસ્તુ તુમંતે ।
अज्ञानशक्तियोगेन तस्याहिंसापि तादृशी ॥४९॥
અનુવાદ : દુર્મતિવાળા મિથ્યાર્દષ્ટિ જીવની હિંસા તે હિંસાના અનુબંધવાળી છે. તેની અહિંસા પણ અજ્ઞાનશક્તિના યોગવાળી હોવાથી તેના (હિંસાના) જેવી જ છે.
વિશેષાર્થ : જ્યાં મિથ્યાત્વ છે ત્યાં માન્યતા ઊંધી થઈ જાય છે. જ્ઞાનથી જે દૃષ્ટિ અને સમજણનો ઉઘાડ સંભવી શકે છે તે અજ્ઞાનને કારણે સંભવતો નથી. દુર્મતિવાળા માણસો ઉઘાડી હિંસા કરતા હોય છે તે તો સ્પષ્ટ રીતે હિંસા જ હોય છે. ધર્મને નામે તેઓ પશુબલિ વગેરે પ્રકારની જીવહિંસા કરતા હોય તો પણ તે હિંસા જ કહેવાય. વળી ગૃહકાર્ય વગેરેમાં તેઓ જે હિંસા કરતા હોય છે તે હિંસાના અનુબંધવાળી, અશુભ કર્મની પરંપરાવાળી જ હિંસા હોય છે. એટલે એવી હિંસાથી તેમને ભારે અશુભ કર્મની પરંપરા બંધાય છે. આ તો સમજાય એવી વાત છે. પરંતુ કેટલીક વાર તેમની કહેવાતી અહિંસામાં પણ સ્વરૂપે હિંસા જ રહેલી હોય છે. એમાં એમનું અજ્ઞાન રહેલું હોય છે. મન, વચન અને કાયાના યોગની સૂક્ષ્મ સમજણ ન હોય ત્યાં સુધી આ વાત ન સમજાય એવી છે. દેખીતી અહિંસામાં કેટલીક વાર દ્રવ્યહિંસા ન હોય, પણ ભાવહિંસા રહેલી હોય. આવું જ્યારે બને ત્યારે અહિંસા પણ હિંસાનુબંધી બની જાય છે. ભારે અશુભ કર્મની પરંપરા સર્જે છે.
[૩૭૫] યેન સ્વાન્ નિવાવીનાં વિવિષવુાંતિ: ક્ર્માત્ ।
हिंसैव महती तिर्यग् नरकादिभवान्तरे ॥५०॥
અનુવાદ : એટલે જ નિહ્નવોને દેવગતિમાં પણ દુર્ગતિ પ્રાપ્ત થાય છે. મોટી હિંસા ત્યાર પછી ભવાન્તરમાં તેમને તિર્યંચ, નકાદિ ગતિમાં લઈ જાય છે.
વિશેષાર્થ : કોઈ માણસ જિનશાસનમાં રહીને અહિંસાનું પાલન કરતો હોય પરંતુ તે ગાઢ મિથ્યાત્વી હોય, નિદ્ભવ હોય કે અભવ્ય હોય તો તે તેની પાળેલી અહિંસા તેને બહુ સારું ફળ આપતી નથી, બલ્કે તેને દુર્ગતિમાં પણ ધકેલી શકે છે. જેઓ બહારથી માત્ર વિવેક ખાતર ભગવાનનાં વચનોમાં શ્રદ્ધા બતાવતા હોય, પણ અંતરના ખૂણે તેને મિથ્યા માનતા હોય, ગુરુનાં વચન ઉથાપતા હોય, ઊંધો મત ધરાવતા હોય તેમને નિષ્ફનવ કહેવામાં આવે છે. જિનશાસનમાં આવા સાત નિહ્નવોની વાત આવે છે. આ સાત નિહ્નવનાં નામ છે : (૧) જમાલિ, (૨) તિષ્મગુપ્ત, (૩) આષાઢાચાર્યના શિષ્યો, (૪) અશ્વમિત્ર, (૫) ગંગાચાર્ય (૬) રોહગુપ્ત અને (૭) ગોષ્ઠા માહિલ. આ સાત નિહ્નવોને પોતાના ગુરુભગવંત સાથે શો મતભેદ થયો તેનો ઇતિહાસ રસિક છે. આ સાત નિહ્નવોમાં જમાલિ, રોહગુપ્ત અને ગોષ્ઠા માહિલ એ ત્રણ નિનાવો એવા હતા કે જે જીવનપર્યંત નિહ્નવ જ રહ્યા અને પોતાનો સ્વતંત્ર મત પ્રવર્તાવવા માટે પ્રયત્નો કર્યા. તિષ્મગુપ્ત, આષાઢાચાર્યના શિષ્યો, અશ્વમિત્ર અને ગંગાચાર્ય એ નિહ્નવોએ પોતાની ભૂલનો સ્વીકાર કર્યો, પ્રાયશ્ચિત લીધું અને પોતાના ગુરુ પાસે પાછા આવી સમુદાયમાં જોડાઈ ગયા હતા.
આવા નિહ્નવો અહિંસા વ્રતનું પાલન કરતા હોય તો તેમને તેથી કદાચ દેવગતિ મળે. પરંતુ તેમના
Jain Education International2010_05
૨૦૪
For Private & Personal Use Only
www.jainelibrary.org