________________
પ્રબંધ ચોથો, અધિકાર બારમો સમ્યકત્વ અધિકાર
[૩૭૩] સતામા વાર્િ યતિનીશિનિનામ્ |
अनुबंधो ह्यहिंसाया जिनपूजादिकर्मणि ॥४८॥ અનુવાદ : જયણા અને ભક્તિ વડે શોભતા સપુરુષોથી જિનપૂજાદિ કાર્યોમાં કદાચ ક્યારેક એ (હિંસા) થાય તો પણ તેમને અનુબંધ તો અહિંસાનો જ છે.
વિશેષાર્થ : હવે ગૃહસ્થોનાં જિનપૂજાદિ કાર્યોમાં રહેલા અહિંસાના અનુબંધ વિશે ગ્રંથકારશ્રી અહીં સ્પષ્ટતા કરે છે. સ્કૂલ અને સૂક્ષ્મ હિંસાનું ક્ષેત્ર અત્યંત વિશાળ છે. સૂક્ષ્મ દૃષ્ટિએ અને સૂક્ષ્મ જીવોની દૃષ્ટિએ વિચારીએ તો હાલતાં, ચાલતાં, ઊઠતાં, બેસતાં, બોલતાં, ખાતાંપીતાં સૂક્ષ્મ જીવોની હિંસા, હિંસા અને હિંસા જ છે. પૃથ્વીકાય, અપકાય, વાયુકાય, તેઉકાય, વનસ્પતિકાય વગેરે પ્રકારના જીવોની હિંસા માણસથી નિરંતર થયા કરે છે. આ હિંસાને દ્રવ્ય અને ભાવ ઉપરાંત મન, વચન અને કાયા તથા કરવું, કરાવવું અને અનુમોદવું એવી રીતે વિચારીએ તો ઘણા બધા પ્રકારો થાય. દ્રવ્યથી હિંસા હોય, પણ ભાવથી ન હોય, ભાવથી હોય પણ દ્રવ્યથી ન હોય, દ્રવ્યથી હોય અને ભાવથી પણ હોય અને દ્રવ્યથી પણ ન હોય ને ભાવથી પણ ન હોય. ગૃહસ્થ જીવનમાં આરંભ-સમારંભ હોવાથી સૂક્ષ્મ જીવોની હિંસા તો સતત ચાલતી જ રહેતી હોવા ઉપરાંત આહારાદિ માટે વનસ્પતિકાય જેવા પૂલ એકેન્દ્રિયાદિ જીવોની હિંસા પણ સતત ચાલતી રહે છે. એમાં દરેક વખતે હિંસા કરવાના દુખ આશયથી હિંસા થતી નથી. એમાં યતના-જયણાનો ભાવ ન હોય તો હિંસાનો દોષ લાગે.
પંચમહાવ્રતધારી સાધુ-સાધ્વી ભગવંતોને તો ગૃહસ્થજીવનના આરંભ-સમારંભ હોતા નથી તેમજ તેઓને દ્રવ્યથી જિનપૂજાદિ કરવાનાં હોતાં નથી, પરંતુ ગૃહસ્થોમાં જેઓ પોતાના ગૃહજીવનમાં જયણા પાળે છે તેવા સત્પરુષો તો જિનપૂજાદિ કાર્યોમાં પણ જયણા પાળવાના.
શાસ્ત્રકારોએ પ્રમાદથી થતી હિંસાને હિંસા ગણી છે અને તેને ઘણી ગંભીર લેખાવી છે. જ્યાં હિંસાનો ભાવ ન હોય, ઇરાદો ન હોય ત્યાં થતી હિંસા એટલી દોષરૂપ નથી. દેશવિરતિ સમ્યગૃષ્ટિ જીવ દ્વારા સાંસારિક કાર્યોમાં અજાણતા કે અનિવાર્યપણે થતી હિંસામાં હિંસાનો અનુબંધ નથી. જિનપૂજાદિ કરતી વખતે સમ્યગૃષ્ટિ સન્દુરુષોના ચિત્તમાં સ્કૂલ કે સૂક્ષ્મ હિંસા કરવાનો ભાવ કે આશય નથી હોતો. તેઓ અહિંસાની તીવ્ર રુચિ સાથે એમાં પૂરી જયણા પાળે છે અને તેમના હૃદયમાં વીતરાગની ભક્તિનો ઉલ્લાસ હોય છે. એવા લોકોની જિનપૂજાદિમાં થતી દ્રવ્યહિંસા તે હિંસા નથી. વસ્તુતઃ એમાં અનુબંધ અહિંસાનો હોય છે. વળી એવી પૂજાદિ ક્રિયા કરતી વખતે પ્રમાદ ન રાખનારા તથા પૂરી જયણા પાળનારા માણસો તો આવા એકેન્દ્રિય જીવોની કરુણા જ મનમાં ચિંતવતા હોય છે અને તે માટે મનોમન ક્ષમાદિનો ભાવ પણ રાખતા હોય છે.
અલબત્ત, એનો અર્થ એવો નથી કે જેટલા માણસો જિનપૂજાદિ કાર્યો કરે છે તે બધા જ જયણાપૂર્વક, અપ્રમત્ત ભાવથી કરે છે. એમાં પણ એવા માણસો હોઈ શકે કે જેમનામાં જયણા જોવા ન મળતી હોય અને ભક્તિભાવ પણ ન હોય. તેઓ માત્ર ગતાનુગતિક રીતે, યંત્રવત્ જિનપૂજાદિ કરતા હોય. એવા લોકોને દોષ લાગે છે.
૨૦૩. For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org