________________
અધ્યાત્મસાર
' વિશેષાર્થ : અહિંસાનો નિર્દેશ સાંખ્ય, નૈયાયિક, ભાગવત-પૌરાણિક, બૌદ્ધ વગેરે દર્શનોમાં છે. પરંતુ એ બધાંમાં અહિંસાના શુદ્ધ પ્રતિપાદનનો સંભવ ક્યાં છે તે વિચારકોએ, મહાત્માઓએ શોધી કાઢવો જોઈએ એવું ગ્રંથકાર મહર્ષિએ આ અધિકારના એકવીસમા શ્લોકમાં ફરમાવ્યું હતું. એ પછી એકાન્ત નિત્યવાદી, એકાન્ત અનિત્યવાદી વગેરે અન્ય દર્શનોમાં અહિંસાના શુદ્ધ અને અવિરુદ્ધ પ્રતિપાદનનો સંભવ નથી એમ યુક્તિસંગત વિચારણા સાથે સમજાવ્યા પછી અને જૈન દર્શનની તે વિશેની રજૂઆત કર્યા પછી તેઓ આ ચર્ચાનો ઉપસંહાર કરતાં કહે છે કે અહિંસાના શુદ્ધ અને સર્વાગીણ પ્રતિપાદનનો સંભવ ફક્ત જૈન દર્શનમાં જ જોવા મળે છે. વળી શુભાશુભ કર્મનાં ફળ, ગતિ, શુભાશુભ કર્મની પરંપરા એટલે કે અનુબંધ વગેરેની થયેલી વિચારણાની દૃષ્ટિએ તપાસતાં પણ અહિંસાના શુદ્ધ, તર્કયુક્ત, સુસંવાદી સ્વરૂપનું પ્રતિપાદન જૈન દર્શનમાં જ જોવા મળે છે.
ગ્રંથકાર મહર્ષિએ આમ જે વિધાન કર્યું છે તે કોઈ પક્ષપાતથી કે દૃષ્ટિરાગથી નથી કર્યું, પરંતુ તટસ્થ સમાલોચક દૃષ્ટિથી કર્યું છે.
[૩૭૨] હિંસાય જ્ઞાનયોગેન સગર્મહાત્મનઃ |
तप्तलोहपदन्यासतुल्याया नानुबंधनम् ॥४७॥ અનુવાદઃ સમ્યગદષ્ટિવાળા મહાત્માઓને જ્ઞાનયોગ હોવાથી, તપેલા લોઢા પર પગ મૂકવાની જેમ હિંસાનો અનુબંધ હોતો નથી.
વિશેષાર્થ : બાહ્ય સ્થૂલ દૃષ્ટિએ પ્રવૃત્તિ હિંસાની જણાય અને છતાં એમાં હિંસાનો દોષ કેવી રીતે અને કોને નથી લાગતો એ વિશે આ શ્લોકમાં અને પછીના શ્લોકમાં વિચારણા કરવામાં આવી છે.
આ વિશ્વમાં સૂક્ષ્મ જીવો ઠાંસી ઠાંસીને ભરેલા છે. વળી બાદર જીવો પણ એટલા જ છે. હાથ-પગ હલાવતાં કે આંખનું મટકું મારતાં પણ કેટલા બધા જીવોની વિરાધના થાય છે ! જો આવું જ હોય તો જે ગૃહસ્થ શ્રાવકો પોતાનું ઘર બંધાવતા હોય અથવા જિનમંદિર કે ઉપાશ્રયનું નિર્માણ કરાવતા હોય તો તેમને આરંભ-સમારંભનો, પૃથ્વીકાય, અપકાય, વાઉકાય વગેરે પ્રકારના જીવોની હિંસાનો દોષ લાગે કે નહિ ? તેવી જ રીતે સાધુ ભગવંતો વહોરવા નીકળે, વિહાર કરે, ક્યારેક અપવાદ રૂપે નદીના પાણીમાંથી તેઓને પસાર થવું પડે તો તેમને દોષ લાગે કે નહિ ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે જો તેઓ સમ્યગ્રષ્ટિ હોય તો તેમને દોષ ન લાગે. તેમના હૃદયમાં હિંસાનો ભાવ કે આશય નથી હોતો. તેમના હૃદયમાં તો અહિંસા, જીવદયા, કરુણાનો જ ભાવ સતત રહેતો હોય છે. આવી વિરાધના અનિવાર્યતાને કારણે, લાચારીથી થાય તો તે માટે તેમના અંતરમાં તો પશ્ચાત્તાપ અને પ્રતિક્રમણનો જ ભાવ રમતો હોય છે. એટલે પોતાનું કાર્ય પૂરું થતાં તરત જ તેઓ તેમાંથી નિવૃત્ત થઈ જાય છે. તેઓ તેમાં રાચતા નથી. તેઓ ક્ષમાયાચના અને આવશ્યક પ્રાયશ્ચિત્ત કરી લે છે. અહીં ઉદાહરણ આપવામાં આવ્યું છે કે તપીને લાલ થયેલા લોઢા ઉપર પગ મૂકીને જવું જ પડે એમ હોય તો માણસ કેટલી વાર સુધી પગ મૂકી રાખે? ન છૂટકે જ મૂકે અને તરત પાછો લઈ લે. તેવી રીતે સમ્યગૃષ્ટિ જીવોની પ્રવૃત્તિ પણ આવી જ હોય છે.
૨૦૨
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org