________________
પ્રબંધ ચોથો, અધિકાર બારમો : સમ્યકત્વ અધિકાર
[૩૭]] રૂપવતરોનું મુલ્યાહિંચમુચ્યતે |
सत्यादीनि व्रतान्यत्र जायन्ते पल्लवा नवाः ॥४५॥ અનુવાદ : અહિંસા તે મોક્ષ (અપવર્ગ) રૂપી વૃક્ષનું બીજ છે. તે મુખ્ય કહેવાય છે. અહીં સત્ય વગેરે વ્રતો તે એનાં પ્રગટેલાં નવાં પલ્લવો છે.
વિશેષાર્થ : અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મહાવ્રતો છે. એમાં પ્રથમ સ્થાન અહિંસાને આપવામાં આવ્યું છે. જૈન દર્શનમાં અહિંસાની અવધારણા ઘણી જ સૂક્ષ્મ છે. મન, વચન અને કાયાથી, કરવું, કરાવવું અને અનુમોદવું એમ ત્રિવિધ ત્રિવિધ અર્થાત્ નવ કોટિએ અહિંસાનું પાલન દ્રવ્યથી અને ભાવથી કરવાનું હોય છે. જો આ પ્રમાણે એક માત્ર અહિંસા વ્રતનું પાલન બરાબર ચુસ્ત રીતે થાય તો બાકીનાં ચારે મહાવ્રતોનું પાલન આપોઆપ થઈ જાય છે. એટલા માટે અહિંસા મહાવ્રતને પરમ ધર્મ તરીકે ઓળખાવવામાં આવે છે.
પાંચ મહાવ્રતોમાં અહિંસાને મોક્ષરૂપી વૃક્ષના બીજ તરીકે ઓળખાવવામાં આવે છે. સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ બાકીનાં ચારે મહાવ્રતો તે અહિંસા રૂપી વૃક્ષને ફૂટેલાં પલ્લવ એટલે કે પાંદડાં છે. પાંદડાં, ડાળી વગેરે વિના વૃક્ષ પરિપૂર્ણ બને નહિ. એકલા થડની એટલી શોભા નહિ અને વૃક્ષનો એટલો વિકાસ પણ કહેવાય નહિ. પરંતુ બીજી બાજુ વિચારીએ તો બીજ કે થડ ન હોય તો ડાળી, પાંદડાં વગેરે ઊગી શકે નહિ. આ પાંચ મહાવ્રતોનાં ક્રમ અને મહત્ત્વને સમજવા માટે વૃક્ષનું આ સુંદર રૂપક બહુ ઉપયોગી અને અસરકારક છે.
અહિંસાની સૂક્ષ્મ સમજણ જીવને સમ્યગદર્શન અપાવે છે અને અહિંસાનું સૂક્ષ્મ પાલન જીવનાં કર્મો ખપાવવામાં સહાયરૂપ થાય છે. એટલે ફક્ત પરિપૂર્ણ અહિંસામાં પણ મોક્ષગતિ અપાવવાનું બળ છે.
પાંચ મહાવ્રતોમાં અહિંસા અને સત્ય બે મુખ્ય છે. કેટલાક ધર્મોએ સત્યને પ્રથમ સ્થાન આપ્યું છે અને પછી દયાને. સત્ય એ જ પરમેશ્વર છે એમ તેઓ કહે છે. સત્યથી સંસાર-વ્યવસ્થા ટકી રહે છે, પણ અહિંસાથી સંસાર વધુ સુખરૂપ બને છે. કટુ સત્ય ક્યારેક હિંસાને જન્માવી કે ઉત્તેજી શકે છે. જયાં સંહાર હોય ત્યાં સુખ નથી હોતું. એટલે અહિંસા અને સત્ય એ બે વચ્ચે જ્યાં વિસંવાદ થતો હોય તો ત્યાં જૈન ધર્મ પ્રથમ સ્થાન અહિંસાને આપે છે. અહિંસાના સૂક્ષ્મ અને ચુસ્ત પાલનમાં સત્યનું પાલન આપોઆપ આવી જાય છે.
જૈન ધર્મે અહિંસા અને સત્યની (અને અન્ય મહાવ્રતોની પણ) જેટલી સૂક્ષ્મ વિચારણા કરી છે તેટલી દુનિયામાં અન્ય કોઈ ધર્મે કરી નથી. [૩૭૧] અહિંસાસંમવલ્થ દશ્યતેત્રેવ શાસને !
अनुबन्धादिसंशुद्धिरप्यत्रैवास्ति वास्तवी ॥४६॥ અનુવાદ : આ પ્રમાણે અહિંસાનો સંભવ આ (જિન) શાસનમાં જોવા મળે છે. અનુબંધ વગેરે પ્રકારની શુદ્ધિ પણ વાસ્તવિકપણે એમાં જ રહેલી છે.
Jaio Education International 2010_05
૨૦૧ For Private & Personal Use Only
www.jainelibrary.org