________________
અધ્યાત્મસાર
વિશેષાર્થ : હત્યા થવાથી જો કોઈ મરનાર વ્યક્તિ પોતાના આયુષ્ય કર્મના વિપાકને કારણે મૃત્યુ પામે ત્યારે તેની હિંસા કરનારના મનમાં એવા દુષ્ટ આશયનું નિમિત્ત ઊભું થાય છે. આવી ઘટનામાં મરનાર વ્યક્તિનું કર્મ જ્યારે ઉદયમાં આવે છે ત્યારે તેની સાથે સાથે મારનારના મનમાં દુષ્ટ આશય પણ જન્મે છે. એથી તે નિમિત્ત બનતો હોવા છતાં તેને હિંસાનો દોષ લાગે છે.
દ્રવ્ય હિંસાની જે કોઈ ઘટના બને છે તેમાં જેના હાથે હિંસા થાય છે એટલે જે વ્યક્તિ હિંસા કરવામાં નિમિત્ત બને છે તેના મનના અધ્યવસાય પર હિંસા-અહિંસાનો આધાર રહે છે. અહીં વૈદ્યનું અને શત્રુનું ઉદાહરણ આપવામાં આવે છે. વૈદ્ય અથવા ડૉક્ટર એક દર્દીને બચાવવા એનું ઓપરેશન કરે છે, પરંતુ ઓપરેશન થતાં થતાં જ તે દર્દી મૃત્યુ પામે છે. અહીં દર્દી પોતાના કર્મના ઉદયે મૃત્યુ પામે છે અને ડૉક્ટર એમાં નિમિત્ત બને છે. પરંતુ એથી ડૉક્ટરને હિંસાનો દોષ લાગતો નથી, કારણ કે ડૉક્ટરના મનમાં હિંસાના અધ્યવસાયો ન હતા. તેમનો તેવો આશય ન હતો. તેમનો આશય તો દર્દીને બચાવવાનો જ હતો. બીજી બાજુ કોઈ માણસ શત્રુને મારી નાખવા માટે શસ્ત્રથી પ્રહાર કરે, પરંતુ શત્રુનું આયુષ્ય કર્મ પૂરું થવાનું ન હોવાથી તે પ્રહાર વખતે ખસી જાય છે અને બચી જાય છે. અહીં હત્યા થતી નથી, પણ મારનારના મનમાં હત્યાનો આશય હતો એટલે તેને હિંસાનો દોષ લાગે છે. [૩૬] € સદુપરાસ્તન્નવૃત્તિરપિ છુટા |
सोपक्रमस्य पापस्य नाशात्स्वाशयवृद्धितः ॥४४॥ અનુવાદ : આ રીતે સદુપદેશથી, સોપક્રમ પાપના નાશથી અને શુભાશયની વૃદ્ધિથી તેની (હિંસાની) નિવૃત્તિ પણ ફુટ થાય છે.
વિશેષાર્થ : હિંસાના સ્વરૂપ અને ફળની વાત કર્યા પછી આ શ્લોકમાં ગ્રંથકાર મહર્ષિ સમજાવે છે કે હિંસાની નિવૃત્તિ અર્થાત્ અહિંસા ધર્મનું પાલન કઈ રીતે થઈ શકે. એ માટે ત્રણ ઉપાયો અહીં બતાવવામાં આવ્યા છે.
(૧) સદુપદેશથી – સ્કૂલ હિંસા કોને કહેવાય એ સમજાય એવી વાત છે, પરંતુ સૂક્ષ્મ હિંસા કોને કહેવાય, તેનું ફળ કેવું હોય છે અને તેમાંથી કેવી રીતે પાછા ફરવું જોઈએ એ જ્ઞાની મહાત્માઓના સદુપદેશથી સમજાય છે. આ રીતે સદુપદેશનું કાર્ય ઘણું મહત્ત્વનું છે.
(૨) સોપક્રમ પાપના નાશથી – સોપક્રમ એટલે શુભ પરિણામ વડે પ્રાપ્ત કરવા લાયક. એટલે શુભ પરિણામધી પાપનો નાશ કરવાથી હિંસાની નિવૃત્તિ થાય છે. મનમાં હિંસાનો એટલે પાપનો વિચાર આવે કે તરત તેમાંથી પાછા હઠવાથી એટલે કે મનમાં ઊઠતા હિંસાના વિચાર કે ભાવને અટકાવી દેવાથી દ્રવ્યહિંસા થતી નથી.
(૩) શુભાશયની વૃદ્ધિથી – પોતાનામાં કોઈને હણવાનો ભાવ ઉત્પન્ન પણ ન થાય, એ માટે અહિંસાની ભાવનાની, સર્વ જીવો પ્રત્યે દયાની ભાવનાની વારંવાર સતત વૃદ્ધિ કરતા રહેવાથી હિંસાની નિવૃત્તિ થવા લાગે છે.
આમ, હિંસાની નિવૃત્તિ અને અહિંસાની ભાવનાના પોષણ માટે અહીં મુખ્ય ત્રણ ઉપાયો બતાવવામાં આવ્યા છે.
૨૦૦ For Private & Personal Use Only
Jain Education Intemational 2010_05
mational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org