________________
પ્રબંધ ચોથો, અધિકાર બારમો ઃ સમ્યકત્વ અધિકાર
વિશેષાર્થ : કોઈ પ્રશ્ન કરે કે જૈન દર્શન પણ આત્માને નિત્ય, અજર, અમર, અવિનાશી માને છે, તો પછી જૈન દર્શનમાં આત્માનો નાશ અથવા આત્માની હિંસા કેવી રીતે સંભવે ?
આ પ્રશ્નનો ઉત્તર આપતાં ગ્રંથકાર મહર્ષિ કહે છે કે જિનાગમમાં હિંસા ત્રણ પ્રકારે બતાવી છે. આત્મા દ્રવ્યથી નિત્ય છે, પણ પર્યાયે અનિત્ય છે. એટલે જે હિંસા કરવામાં આવે છે તે પર્યાય કરે છે અને જેની હિંસા થાય છે તે પણ પર્યાયની હિંસા છે. આવી હિંસા ત્રણ પ્રકારે છે : (૧) કોઈને શારીરિક કે માનસિક પીડા કરવાથી હિંસા થાય છે. (૨) કોઈના દેહનો ઘાત કરવાથી હિંસા થાય છે અને (૩) દુષ્ટભાવ અથવા અધ્યવસાયથી હિંસા થાય છે. પહેલી બે હિંસાને દ્રવ્યહિંસા કહેવામાં આવે છે અને ત્રીજી હિંસા તે ભાવહિંસા છે. પહેલી બે હિંસા અને ત્રીજી હિંસામાં ફરક શો ? ફરક એ છે કે કશી શારીરિક ઈજા કે પીડા પહોંચાડ્યા વગર પણ માનસિક આઘાત આપીને બીજાના પ્રાણ હરી લેવાય છે. એટલે તે ભાવહિંસા છે. બીજાનું દિલ દુભવવું એ પણ ભાવહિંસા છે.
આમ આ ત્રણ પ્રકારની હિંસા સહેતુક છે. એ કાલ્પનિક નથી. [૩૬૭] રુજુર્ગપ્રતિ વો કોષો હિંસનીયી મા !
प्रसक्तिस्तदभावे चान्यत्रापीति मुधा वचः ॥४२॥ અનુવાદ : જેની હિંસા કરવામાં આવી છે તેનું કર્મ ઉદયમાં આવ્યું છે. માટે હિંસકનો શો દોષ ? વળી તે(હિંસક)ના અભાવે બીજા(હિંસક)ને વિશે હિંસા કરવાની પ્રાપ્તિ થશે. એટલે આવું વચન મિથ્યા છે. ' વિશેષાર્થ : જૈન દર્શન પ્રમાણે હિંસા અને કર્મસિદ્ધાંતનો વિચાર કરતાં કોઈકને એવી શંકા પણ થાય કે જે માણસ બીજાના ઘાતથી મૃત્યુ પામ્યો એ ઘટનામાં એ તો પોતાનાં પૂર્વબદ્ધ કર્મના ઉદયને કારણે એવી રીતે મૃત્યુ પામવાનો જ હતો. એમાં મારનાર તો માત્ર નિમિત્ત જ છે. ધારો કે એનું એવું કર્મ ઉદયમાં ન હોત તો મારનાર ગમે તે કરે તો પણ એનું મૃત્યુ થાત નહિ. એટલે આમાં નિમિત્ત બનનાર હિંસક હત્યારાને કોઈ દોષ લાગતો નથી. મરનારનું આયુષ્ય પૂર્ણ થતાં મૃત્યુ થવાનું જ હોય તો જો આ માણસ નિમિત્તરૂપ ન થયો હોત તો બીજો કોઈક જરૂર નિમિત્તરૂપ થાત. એટલે આમાં હિંસા કરનારનો દોષ ન જોઈ શકાય. પરંતુ આમ કહેવું તે યથાર્થ નથી. વળી કોઈક એવી દલીલ કરે કે ધારો કે કર્મના ઉદય વિના તે માણસ મૃત્યુ પામ્યો એમ કહીએ તો ? પરંતુ એવી રીતે હિંસકને હિંસાનો દોષ જો લાગતો હોય તો બીજા અહિંસનીયને મારવાનો દોષ પણ હિંસકને જ લાગશે. પરંતુ ગ્રંથકાર કહે છે કે કે આવું કહેવું એ મિથ્યા વચન છે. એમાં કર્મસિદ્ધાન્તની પૂરી સમજણ નથી.
આ સંશયનો ખુલાસો હવે પછીના શ્લોકમાં કરવામાં આવ્યો છે. (૩૬૮] હિંચવિપાર્થ લુછાયનિમિત્તત્તા |
हिंसकत्वं न तेनेदं वैद्यस्य स्याद्रिपोरिव ॥४३॥ અનુવાદ : હિંસ્ય પ્રાણીના કર્મનો વિપાક હોય તો પણ દુષ્ટ આશયના નિમિત્તને લીધે તે હિંસા છે. જેવું શત્રુને લાગે એવું આ હિંસકપણું વૈદ્યનું ન હોય.
૧૯૯ For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org