________________
અધ્યાત્મસાર
વિશેષાર્થ : સંસારનું અવલોકન કરતાં જણાય છે કે સમયે સમયે નાનામોટા જીવો મૃત્યુ પામે છે અને કેટલાય નવા જન્મે છે. જન્મ-મરણનું આ ચક્ર ચાલતું હોવા છતાં કશુંક ધ્રુવ છે, નિત્ય છે. જીવતી વ્યક્તિ અને શબ વચ્ચે ફરક એ છે કે એકમાં અસંખ્યાતપ્રદેશી આત્મા અથવા ચૈતન્યશક્તિ છે, બીજામાં નથી. આ ચૈતન્ય શક્તિ નથી ઉત્પન્ન થતી કે નથી વિનાશ પામતી. પણ એ ચૈતન્ય શક્તિએ ધારણ કરેલો દૃશ્યમાન દેહ દેવ, મનુષ્ય, તિર્યંચ, નારકી વગેરે રૂપે ઉત્પન્ન થાય છે અને વિનાશ પણ પામે છે. એટલે શુદ્ધ ચૈતન્ય તત્ત્વની દૃષ્ટિએ આત્મા નિત્ય છે, શાશ્વત છે, પરંતુ દેહરૂપી પર્યાયોની દૃષ્ટિએ અર્થાત અવસ્થાઓની દષ્ટિએ આત્મા અનિત્ય છે. સામાન્ય રીતે એક જ દ્રવ્યમાં નિત્યત્વ અને અનિયત્વ એમ પરસ્પર વિરુદ્ધ બે ધર્મો ઘટી ન શકે, પરંતુ તે બંનેને જુદી જુદી અપેક્ષાથી અર્થાત્ જુદા જુદા નયથી જોઈએ તો ઘટી શકે છે. એટલે દ્રવ્યાર્થિક નયથી જોઈએ તો આત્મા નિત્ય છે અને પર્યાયાર્થિક નયથી જોઈએ તો આત્મા અનિત્ય છે. આમ આત્મામાં બંને ધર્મો ભિન્ન ભિન્ન અપેક્ષાથી ઘટાવી શકાય છે. એટલે હવે અહીં પર્યાયાર્થિક નયથી જોઈએ તો આત્મા હણવાની ક્રિયા કરે છે અને પોતે બીજાથી હણાય પણ છે. એટલે કે હિંસાદિનું ફળ પણ તે ભોગવે છે. [૩૬૫] રૂદ ચીનુભવ: સાક્ષી વ્યાવૃજ્યન્વયોવર: |
___ एकान्तपक्षपातिन्यो युक्तयस्तु मिथो हताः ॥४०॥ અનુવાદ : અહીં અન્વય અને વ્યાવૃત્તિ(વ્યતિરેક)થી સમજાતો અનુભવ જ સાક્ષી છે. એકાન્તવાદનો પક્ષ કરનારી યુક્તિઓ તો માંહોમાંહે હણાઈ જાય છે.
વિશેષાર્થ : જિનેશ્વર ભગવાને નિત્યાનિત્ય અને ભિન્નભિન્ન એવું આત્માનું સ્વરૂપ કહ્યું છે. જીવના સ્વરૂપમાં વ્યાવૃત્તિ એટલે કે વ્યતિરેક જણાય છે અને અન્વયે પણ જણાય છે. એ વિષયમાં આપણા સર્વનો અનુભવ જ સાક્ષીપ્રમાણ તરીકે ગણી શકાય છે. વ્યાવૃત્તિ એટલે પર્યાયની ઉત્પત્તિ, ફેરફાર વગેરે. વ્યાવૃત્તિ એટલે વ્યતિરેક, અન્વય એટલે ધ્રુવ સત્તા. હવે માણસનો વિચાર કરીએ તો બાળપણમાં તે બાળકના પર્યાયરૂપે હતો. પછી એ પર્યાયનો નાશ થયો અને યુવા પર્યાયવાળો તે થયો. ત્યાર પછી તે વૃદ્ધપર્યાયવાળો બન્યો. હવે ત્રણેમાં અવસ્થા જુદી જુદી છે, છતાં તેમાં અવ્યય એટલે કે ધ્રુવ સત્તા તે આત્મદ્રવ્યની છે. એ હોવાથી જ વ્યક્તિ એની એ રહે છે. એ હોવાથી જ એને પૂર્વ પર્યાયનાં સ્મરણો તાજાં રહે છે.
આ રીતે એક અપેક્ષાએ નિત્યતા અને અન્ય અપેક્ષાએ અનિત્યતા એ બંનેનો સ્વીકાર જૈન દર્શનમાં આત્મા વિશે થયેલો છે. પરંતુ એકાન્ત નિત્યમાં માનવાવાળા અને એકાન્ત અનિત્યમાં માનવાવાળા તો પોતે જ એકબીજાનું તર્ક અને યુક્તિથી ખંડન કરીને હણાઈ જાય છે. [૩૬૬] પીડાવતો રેહવ્યાપજ્યાં સુઈમાવતઃ |
त्रिधा हिंसागमे प्रोक्ता नहीथमपहेतुका ॥४१॥ અનુવાદ : પીડા કરવાથી, દેહનો નાશ કરવાથી અને દુષ્ટ ભાવથી એમ ત્રણ પ્રકારની હિંસા આગમમાં કહી છે. એ અહીં અહેતુક નથી, સહેતુક છે.
૧૯૮
Jain Education Interational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org