SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબંધ ચોથો, અધિકાર બારમો ઃ સમ્યકત્વ અધિકાર [૩૬૨] પટને ન વિનાહિંસા સત્યાવીન્યપ તત્ત્વતઃ | एतस्या वृत्तिभूतानि तानि यद् भगवान् जगौ ॥३७॥ અનુવાદ : અહિંસા વિના સત્ય વગેરે પણ તત્ત્વદષ્ટિએ ઘટાવી શકાશે નહિ. એ તો એની (અહિંસાની) વાડ જેવાં છે એમ ભગવાને કહ્યું છે. વિશેષાર્થ ? આત્માને એકાન્ત નિત્ય માનવાવાળા કે એકાન્ત અનિત્ય માનવાવાળા દર્શનોમાં અહિંસાનો ઉપદેશ હોવા છતાં તેમાં અહિંસાનું શુદ્ધ સ્વરૂપ સૂક્ષ્મ દૃષ્ટિથી સમજાવવામાં આવ્યું નથી. આથી અહિંસાની પરિપૂર્ણ વિભાવના તેઓમાં ઘટતી નથી. હવે જૈન દર્શનમાં અહિંસાના શુદ્ધ સ્વરૂપની વિચારણા કેવી થઈ છે તે ગ્રંથકાર મહર્ષિ બતાવે છે. જૈન દર્શન પ્રમાણે મહાવ્રતોનો જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે સર્વ પ્રથમ આપણે અહિંસાને સ્થાન આપીએ છીએ. દ્રવ્યહિંસા કે ભાવહિંસા મન, વચન અને કાયાથી ન કરવી, ન કરાવવી અને ન અનુમોદવી જોઈએ એ આપણું સર્વોપરી વ્રત છે. ત્યાર પછી સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ–એ ચાર મહાવ્રત આવે છે. એક દષ્ટિએ જોઈએ તો બાકીનાં ચાર વ્રત તે અહિંસાના વ્રતરૂપી છોડને માટે વાડ જેવાં છે. એટલે અન્ય દર્શનોમાં જો અહિંસાની વાત જ અધૂરી અને અશુદ્ધરૂપે હોય તો ત્યાં પછી બાકીનાં ચારે વ્રતો શુદ્ધ રીતે કેમ ઘટાવી શકાય ? ન જ ઘટાવી શકાય. [૩૬૩ મૌનીજે પ્રવચને યુષ્યતે સર્વમેવ દિ | नित्यानित्यं स्फुटं देहाद् भिन्नाभिन्ने तथात्मनि ॥३८॥ અનુવાદ : જિનેન્દ્ર(મૌનીન્દ્ર)ના પ્રવચનમાં આત્માના વિષયમાં નિત્ય અને અનિત્ય તથા દેહથી ભિન્ન અને અભિન્ન એ સર્વ સ્પષ્ટ રીતે ઘટાવી શકાય છે. વિશેષાર્થ : મુનિઓના પણ જે ઇન્દ્ર ગણાય તેવા, તથા અષ્ટ પ્રાતિહાર્યયુક્ત અને અતિશયોથી યુક્ત એવા જિનેશ્વર ભગવાનના પ્રવચનમાં એટલે કે એના પરથી રચાયેલાં શાસ્ત્રો(જિનવાણી)માં વસ્તુનુંદ્રવ્યનું યથાર્થ સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. એમણે આત્માને નિત્ય અને અનિત્ય તથા દેહથી ભિન્ન અને દેહથી અભિન્ન એવો બતાવ્યો છે. એટલે દ્રવ્યથી તે નિત્ય છે. પરંતુ ઉત્પાદ અને વ્યયની અપેક્ષાવાળો આત્મા કથંચિત અનિત્ય છે. વળી આત્મા દેહથી ભિન્ન છે, કારણ કે બંને દ્રવ્યો અપેક્ષાએ જુદા જુદા ગુણધર્મવાળાં છે. મૃત્યુ પામેલા માણસનું શરીર દેખાય છે, પરંતુ એમાં આત્મા હોતો નથી. જીવંત દેહમાં આત્મા દૂધ અને પાણીની જેમ અથવા લોઢાના ગોળામાં રહેલા અગ્નિની જેમ પૂરેપૂરો વ્યાપીને રહેલો હોવાથી તથા શાતા-અશાતાનો અનુભવ કરવાવાળો હોવાથી તે દેહથી કથંચિત્ અભિન્ન છે. આત્માના આવા સ્વરૂપ સાથે જ અહિંસા ઇત્યાદિની વિભાવના બરાબર ઘટી શકે છે. [उ६४] आत्मा द्रव्यार्थतो नित्यः पर्यायार्थाद्विनश्वरः । हिनस्ति हिंस्यते तत्तत्फलान्यप्यधिगच्छति ॥३९॥ અનુવાદ : આત્મા દ્રવ્યાર્થથી નિત્ય છે અને પર્યાયાર્થથી વિનશ્વર છે. તે હણે છે અને હણાય છે અને તે તેવાં ફળને પણ ભોગવે છે. ૧૯૭ For Private & Personal Use Only Jain Education Interational 2010_05 www.jainelibrary.org
SR No.004605
Book TitleAdhyatmasara
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2004
Total Pages598
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy