________________
અધ્યાત્મસાર
વિશેષાર્થ : હિંસાનો કર્તા કોણ એ વિશે અહીં બૌદ્ધ મતની છણાવટ સૂકર (ભૂંડ) અને નર(મનુષ્ય)નો દાખલો લઈને કરવામાં આવી છે. બૌદ્ધ ધર્મ આત્માને નાશવંત માને છે અથવા આત્માને ક્ષણિક માને છે. ક્ષણ નાશવંત છે. પહેલી ક્ષણે જે હોય તે બીજી ક્ષણે હોતું નથી. હવે શિકારી માણસે બાણ છોડી ભૂંડને મારી નાખ્યું તો તેમાં સંતાનભેદક હિંસક કોણ ? શિકારીએ બાણ છોડ્યું અને ભૂંડ મૃત્યુ પામ્યું ત્યાં સુધીમાં તો કેટલી બધી ક્ષણો ચાલી ગઈ. હવે શિકારીએ બાણ છોડ્યું તે પહેલી ક્ષણ લઈએ તો તે ક્ષણે ભૂંડને હજુ બાણ વાગ્યું નથી, તો શિકારીને હિંસક કેમ કહેવાય ? ભૂંડ મૃત્યુ પામ્યું તે અંતિમ ક્ષણ લઈએ તો તે ક્ષણે મારનાર શિકારી રહ્યો નથી. માટે તે હિંસક નહિ ગણાય. આમ આદિ ક્ષણ લેશો, તો અંતિમ ક્ષણ સાથે અને અંતિમ ક્ષણ લેશો તો આદિ ક્ષણ સાથે મેળ બેસતો નથી. વ્યભિચારદોષની આપત્તિનો પ્રસંગ આવે છે.
આ શ્લોકનો બીજી રીતે પણ અર્થ કરવામાં આવે છે. બૌદ્ધ ધર્મ જન્મજન્માંતરમાં માને છે. એક જીવનું મૃત્યુ થતાં તેનામાં રહેલા વાસનાવાળા પરમાણુઓ ફરી તત્પણ એકત્ર થઈને નવો જીવ બને છે. હવે ધારો કે કોઈ માણસે ભૂંડને મારી નાખ્યું અને તેમાંથી બીજો જન્મ મનુષ્યનો થયો. હવે જે સંતાનભેદક છે તેણે ભૂંડને મારી નાખ્યું એટલે એણે ભૂંડ-ભૂંડ-ભૂંડની સજાતીય ધારા તોડી નાખી અને મનુષ્ય-મનુષ્યની વિજાતીય ધારા ઉત્પન્ન કરી. હવે ભૂંડની ધારાની જે અંતિમ ક્ષણ છે તે જ મનુષ્યની ધારાની પ્રથમ ક્ષણ છે. એટલે ભૂંડની અંતિમ ક્ષણ તે મનુષ્ય-ક્ષણની હેતુ બની. એટલે તમે જેને ભૂંડના હિંસક તરીકે ગણો છો તે નરના જન્મનો હેતુ પણ બનશે. એટલે એક જ ક્ષણમાં તેને હિંસક પણ ગણવો પડશે અને જનક પણ ગણવો પડશે. પણ એવી સ્થિતિ તો ભેળસેળ(વ્યભિચારદોષ)વાળી ગણાય. એથી હિંસક કે હિંસાનો સ્પષ્ટ ખ્યાલ નહિ આવે. [૩૬૧] ૩નંતરક્ષોત્પાવે વૃદ્ધનુવ્યવસ્તુના
नैवं तद्विरतिः क्वापि ततः शास्त्राद्यसंगतिः ॥३६॥ અનુવાદ : અનંતર ક્ષણમાં ઉત્પત્તિ(માનવા)થી બુદ્ધ અને શિકારી (લુબ્બક) બંનેને સરખા માનવા પડશે. એથી ક્યારેય વિરતિ (અંત) થશે નહિ. પરિણામે શાસ્ત્રાદિમાં અસંગતિ આવશે.
વિશેષાર્થ : આગળના શ્લોકના અનુસંધાનમાં આ શ્લોક છે. હવે જો બૌદ્ધ મતવાળા એમ કહે કે ભૂંડને મારનારની તે ક્ષણ ન ગણતાં અનંતર એટલે પછીની બીજી ક્ષણને હિંસાની કર્તા ગણવી જોઈએ, તો એમના જ મત પ્રમાણે તે બીજી ક્ષણે મારનાર શિકારી તો રહેતો નથી. એટલે બીજી ક્ષણના મારનારને હિંસક ગણીએ કે અન્ય કોઈ વ્યક્તિને ગણીએ તો એથી કંઈ ફરક પડતો નથી. હિંસાનું પાપ લુબ્ધકને બદલે બુદ્ધને પણ લાગુ પડી શકે. એટલે લુબ્ધક અને બુદ્ધ બંનેને સમાન ગણવા પડશે. વળી એ રીતે હિંસાની વાત ક્યાંય અટકશે નહિ. પરિણામે શાસ્ત્રના ઉપદેશમાં જ વિસંગતિ ઊભી થશે.
આમ, એકાન્ત અનિત્યવાદમાં માનતા બૌદ્ધદર્શનમાં “હિંસાની વાત જ જો બરાબર બંધબેસતી ન થતી હોય તો “અહિંસાની વાત તો ક્યાંથી સ્પષ્ટ અને શુદ્ધ રીતે થાય ? બૌદ્ધ ધર્મે દસ કુશલ ધર્મમાં અહિંસાને સ્થાન આપ્યું છે, પરંતુ અહિંસા વિશેની તેઓની વિભાવના એટલી વિશદ અને તર્કસંગત નથી.
૧૯૬ For Private & Personal Use Only
Jain Education Intemational 2010_05
www.jainelibrary.org