________________
પ્રબંધ ચોથો, અધિકાર બારમો ઃ સમ્યક્ત્વ અધિકાર
અર્થાત્ ક્ષણિકવાદમાં હિંસાનો સંભવ રહેતો નથી. પરંતુ બૌદ્ધો હિંસા-અહિંસાની વાત સ્વીકારે છે. દસ પ્રકારના કુશળ ધર્મમાં તેઓએ હિંસાના ત્યાગને પહેલું સ્થાન આપ્યું છે. એનો અર્થ એ થયો કે બૌદ્ધ ધર્મમાં અહિંસાના સ્વરૂપનું યથાર્થ, અવિરુદ્ધ પ્રતિપાદન નથી થયું. [૩૫૯] ર સંતાનમેવસ્થ ગનો હિંસો ભવેત્ |
सांवृतत्वादजन्यत्वाद् भावत्वनियतं हि तत् ॥३४॥ અનુવાદ : સંતાન (પરંપરા) ભેદનો જનક જ હિંસક થશે એવું નથી. સાંવૃતત્વ(કાલ્પનિક્તા)થી અને અજન્યતાથી તો તે અવશ્ય ભાવાત્મક જ બને.
વિશેષાર્થ : બૌદ્ધો ક્ષણિકવાદમાં માને છે. જગતમાં ઉત્પત્તિ અને વિનાશનું ચક્ર ચાલ્યા કરે છે. જે કોઈ વસ્તુ કે જીવ ઉત્પન્ન થાય છે એનો નાશ થવાનો જ છે. વસ્તુતઃ ઉત્પત્તિની ક્ષણે જ, એની સાથે જ એના નાશની પ્રક્રિયા ચાલુ થઈ જાય છે. એક દીવો સળગાવ્યો કે તરત એમાં વિનાશની ધારા ચાલુ થઈ જાય, આપણને દીવો એનો એ જ દેખાય, પરંતુ પ્રતિક્ષણ તેના પરમાણુઓ બદલાતા રહે છે. જૂના પરમાણુ નાશ પામે છે અને નવા ઉત્પન્ન થાય છે અને આ રીતે દીવાની ધારા ચાલતી ચાલતી એક ક્ષણે પૂરી થાય છે કે જયારે દીવો ઓલવાઈ જાય છે. એવી રીતે કોઈ ઘડો હોય તો તે ઘડા તરીકે જ આપણને દેખાય છે, પરંતુ પ્રતિક્ષણ તેના વિનાશની ધારા નીકળતી જ રહે છે. જેમ જડ વસ્તુમાં તેમ જીવંત પ્રાણીઓમાંથી પણ ધારા વહેતી રહે છે. એ ધારાને સંતાન અથવા પરંપરા કહેવામાં આવે છે. કોઈ પણ વસ્તુ કે જીવની એ જ સ્વરૂપે વિનાશની ધારા વહેતી હોય તો એને સજાતીય સંતાન કહેવાય. માટીમાંથી ઘડો બનાવવામાં આવે તો માટીની સજાતીય ધારા પૂરી થઈ અને વિજાતીય ઘડાની ધારા ચાલુ થઈ. પછી ઘડાની સજાતીય ધારા વહેવા લાગે. હવે કોઈ વસ્તુ અચાનક તૂટી ફૂટી જાય કે જીવનું અચાનક મૃત્યુ થાય તો ધારાનો અર્થાત્ સંતાનનો ભંગ અથવા ભેદ થયો કહેવાય. બૌદ્ધ મત પ્રમાણે કોઈ વ્યક્તિએ પોતે બીજાની હિંસા કરીને એ ધારા તોડી નાખી હોય તો તે સંતાનભેદક કહેવાય. આવી રીતે જો કોઈ વ્યક્તિ સંતાનભેદ કરે તો તેણે તે હિંસા કરી એમ કહેવાય. એટલે તે હિંસક કહેવાય.
આ બૌદ્ધ માન્યતા છે.
ગ્રંથકર્તા ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે આવી રીતે સંતાનભેદ કરનાર(જનક)ને તમે હમેશાં હિંસક ઠરાવી શકશો નહિ. પહેલું તો એ કે તમે જેને સંતાન અથવા પરંપરા કહો છો એ સાંવૃત અર્થાત્ કાલ્પનિક છે એટલે કલ્પનાથી એ સમજવી પડશે. વળી સંતાન-ધારા કાલ્પનિક હોવાથી તેનો જન્મ કેવી રીતે થાય ? એ અજન્ય-અનુત્પન્ન જ કહેવાય. જે ભાવાત્મક વસ્તુ હોય તે જન્ય બની શકે, પરંતુ કાલ્પનિક વસ્તુ જન્ય ન બની શકે. એટલે સંતાનભેદકને હિંસક ઠરાવવાનું તર્કસંગત નથી. [૩૬૦] નરદિક્ષપદે
હિંસઋ: | शूकरान्त्यक्षणेनैव व्यभिचारप्रसंगतः ॥३५॥ અનુવાદ : નરાદિક્ષણનો હેતુ તે સૂકરાદિનો હિંસક નહિ કહેવાય. સૂકરની અંત્યક્ષણ સાથે પણ આ રીતે વ્યભિચારદોષ(આપત્તિ)નો પ્રસંગ આવશે.
Jain Education International 2010_05
૧૯૫ For Private & Personal Use Only
www.jainelibrary.org