________________
અધ્યાત્મસાર
વિશેષાર્થ : પૂર્વ શ્લોકના અનુસંધાનમાં આ શ્લોક છે. અહીં વિશેષ ખુલાસો કરવામાં આવ્યો છે. આત્માને એકાન્ત કુટસ્થ, નિત્ય ને અક્રિય માનવામાં આવે તો પછી દેહ અને આત્માનો ર સમજાવાશે ? આત્માનું દેહમાં અસંક્રમણ માનવામાં આવે તો દેહ પરમાણુ ગ્રહણ કેવી રીતે કરી શકે ? નાનું બાળક મોટું થાય છે અને એના શરીરની વૃદ્ધિ થાય છે તે કેવી રીતે થાય છે ? આત્માને અક્રિય નહિ પણ સક્રિય માનવામાં આવે તો જ તેમ સંભવી શકે. એટલે આત્માને કથંચિત મૂર્તિ માનવો પડશે. એમ બને તો જ આત્મા શરીર માટેના પરમાણુ ગ્રહણ કરી શકે. વળી આત્માને વિભુ નહિ પણ અવિભુ માનવામાં આવે તો જ તે સંયોગ-ભેદાદિ વ્યાપાર કરી શકે. જો એમ માનવામાં ન આવે તો દેહ અને આત્માનો સંબંધ અને દેહના વ્યાપારો ઇત્યાદિ વિશે સંતોષકારક રીતે સમજાવી નહિ શકાય. [૩૫૭] નિોિડ તો ત્તિ ચિત્તે વી ન નાવિન્ !
किंचित्केनचिदित्येवं न हिंसाऽस्योपपद्यते ॥३२॥ અનુવાદ : જો એ (આત્મા) નિષ્ક્રિય હોય તો તે કોઈને હણતો નથી અને કોઈનાથી ક્યારેય હણાતો નથી. આમ એની હિંસા ઘટતી નથી. ' વિશેષાર્થ : જેઓ આત્માને એકાન્ત નિત્ય માને છે તેઓ એમ કહે છે કે આત્મા નિષ્ક્રિય છે એટલે કે આત્મા કશું કરતો નથી કે આત્મા કશું કરાવતો નથી. જો આ પ્રમાણે હોય તો એમના મત પ્રમાણે આત્મા કોઈથી હણાતો નથી અને આત્મા કોઈને હણતો નથી. જો આવો એમનો મત હોય તો આત્મામાં હિંસાની ઉત્પત્તિ જ ન થઈ શકે.
જો આ સાંખ્ય દર્શનમાં હિંસાની જ વાત ન ઘટતી હોય તો અહિંસાની વાત કેવી રીતે ઘટી શકે ? [૩૫૮] નિર્ચાત્તાપક્ષે હિંસલીનામખંભવઃ |
नाशहेतोरयोगेन क्षणिकत्वस्य साधनात् ॥३३॥ અનુવાદ : ક્ષણિકત્વને સિદ્ધ કરવાથી નાશના હેતુનો અયોગ થાય છે. એટલે એકાન્ત અનિત્ય માનનારાના પક્ષમાં પણ હિંસા વગેરેનો અસંભવ છે.
વિશેષાર્થ : અહીં બૌદ્ધોના ક્ષણિકવાદનો નિર્દેશ છે. બૌદ્ધો માને છે કે આ સંસારમાં ઉત્પત્તિ અને નાશની ક્રિયા સતત અતૂટ ચાલ્યા કરે છે. પ્રત્યેક પદાર્થ નાશવંત છે, ક્ષણિક છે. ઘડાની ઉત્પત્તિ થઈ તે સમયથી જ ઘડામાં નાશની પ્રક્રિયા ચાલુ થઈ જાય છે. એટલે દંડના પ્રહારથી જ ઘડાનો નાશ થાય છે એવું નથી. દંડના પ્રહાર વગર પણ ઘડાનો નાશ તો લખાયેલો જ છે. એટલે ઘટનાશ એ ઘડાથી કે અભિન્ન નથી. ઘટ અને ઘટનાશ સાથે સાથે જ રહેલાં છે; કારણ કે દરેક વસ્તુ વિનાશના સ્વભાવવાળી છે, અનિત્ય છે.
હવે જો બૌદ્ધોના ક્ષણિકવાદને માન્ય રાખીએ એટલે કે અનિત્યવાદનો સ્વીકાર કરીએ તો પછી નાશના હેતુ જેવું કંઈ રહેશે નહિ. તો પછી હિંસાને માનવાની જરૂર જ ન રહી, કારણ કે કોઈ કોઈનો નાશ કરી શકતું નથી; વસ્તુ પોતે જ નાશવંત હોય તો હિંસક કોને ગણવો ? એટલે અનિત્યવાદમાં
૧૯૪ For Private & Personal Use Only
Jain Education Intemational 2010_05
www.jainelibrary.org