________________
પ્રબંધ ચોથો, અધિકાર બારમો : સમ્યકત્વ અધિકાર
વિશેષાર્થ : આત્માને એકાન્ત નિત્ય અને અક્રિય માનવાવાળા સાંખ્યવાદીઓ એવી દલીલ કરે છે કે આત્માએ પૂર્વે કરેલાં અનેક પ્રકારનાં કર્મોમાંથી અન્યતર અર્થાત્ કોઈક કર્મને કારણે પરમાણુ ગ્રહણ થતાં દેહસંયોગ ઉત્પન્ન થાય છે. એટલે કે પૂર્વે કરેલાં પુણ્યપાપના સંસ્કારને કારણે જ આત્મા શરીર ધારણ કરે છે. આત્મા ક્રિયા કરતો નથી. અન્યતરમાં એટલે કે પરમાણુઓમાં ક્રિયા થાય છે. આ કર્મો સૂક્ષ્મ હોવાથી દેખાતાં નથી. તે અદષ્ટ જ રહે છે. એટલે આત્મામાં કોઈ ક્રિયા માનવાની જરૂર નથી. દેહસંયોગ અષ્ટથી એટલે કે પ્રારબ્ધથી થાય છે.
પરંતુ આત્માને એકાન્ત નિત્ય માનવાવાળાની આ વાત યુક્તિસંગત નથી. આત્માને દેહનો સંયોગ આવી અદૃષ્ટ રીતે થાય છે અર્થાત્ એનો જન્મ આવી અદષ્ટ રીતે થાય છે એમ માનવાથી કોઈ અર્થ સરતો નથી, કારણ કે કોઈપણ વસ્તુ માટે “અદષ્ટ છે'- ‘દેખાતી નથી', એમ કહી દીધા પછી તેની સાધક બાધક પરીક્ષા – વિવેચના થઈ શકતી નથી. આ સંયોગ દેહાત્માથી ભિન્ન છે કે અભિન્ન ? એમ બંને રીતે વિચારતાં અનવસ્થાનો દોષ આવે છે. એટલે દેહાત્મ સંયોગનું વિવેચન કરવાનું શક્ય નથી. અર્થાત દેહ અને આત્માનો સંયોગ કેવી રીતે થયો તે સ્પષ્ટ થતું નથી.
[૩૫૫] માત્મક્રિયા વિના નિતાલુહUT થમ્ |
कथं संयोगभेदादिकल्पना चापि युज्यते ॥३०॥ અનુવાદ : આત્માની ક્રિયા વિના પરિમિત અણુઓનું ગ્રહણ કેવી રીતે થાય? વળી સંયોગ, ભેદ વગેરેની કલ્પના પણ કેવી રીતે ઘટી શકે ?
વિશેષાર્થ : આગળના શ્લોકના અનુસંધાનમાં આ શ્લોક છે. સાંખ્યવાદીઓ આત્માને એકાન્ત નિત્ય માનતા હોવાથી તેમના મતે નિત્ય એવા આત્મામાં ક્રિયા સંભવતી નથી. હવે આત્મા જો ક્રિયા ન કરે તો શરીરને ઉત્પન્ન કરનારા અમુક અણુઓનું ગ્રહણ તે કેવી રીતે કરે ?
વળી, તેઓએ આત્માને નિત્ય ઉપરાંત સર્વવ્યાપી પણ માન્યો છે. જો તે વિભુ હોય તો દેહ માટે અમુક પરિમિત અણુ જ કેમ ગ્રહણ કરે ? સર્વવ્યાપી પરમાત્મા હોવાથી તેનો સંબંધ તો સર્વ અણુઓ સાથે હોવો જોઈએ. એટલે અમુક અણુ તે ગ્રહણ કરે અને અમુક ગ્રહણ ન કરે એ કેવી રીતે બની શકે ? આત્માને વિભુ માનવાથી પરિમિત અણુઓ નહિ પણ અનંત અણુઓ સાથે અનંત સંયોગની સ્થિતિ થશે. પરંતુ એ તો શક્ય પણ નથી અને વાસ્તવિક પણ નથી. આથી સાંખ્યવાદીઓની અણુના ગ્રહણ વિશેની વાત સ્વીકાર્ય બનતી નથી. [૩૫] વયંત્રિમૂર્તતાપર્વના વપુર સંદ્રમાત્ |
व्यापारायोगतश्चैतद् यत्किचित्तदिदं जगुः ॥३१॥ અનુવાદ : શરીર વિના (પરિમિત પરમાણુઓના ગ્રહણને કારણે) આત્મામાં કથંચિત મૂર્તતા માનવી પડશે. વળી સંક્રમ ન થવાના કારણે આત્મામાં કોઈ પણ વ્યાપાર ઘટી નહિ શકે. માટે આ જે કંઈ કહ્યું છે તે વ્યર્થ છે.
૧૯૩
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org