________________
અધ્યાત્મસાર
વસ્તુતઃ આત્મા દ્રવ્યથી નિત્ય છે. ચેતન તત્ત્વ અજરામર છે. પણ એણે ધારણ કરેલી અવસ્થાબાળક, યુવાન, વૃદ્ધ વગેરે બદલાતી રહે છે. એટલે કે એક અવસ્થાનો નાશ થઈ બીજી અવસ્થા પ્રવર્તવા લાગે છે. [૩૫૩ રે સંવંથો નિત્યત્વે સંભવી |
विभुत्वे न च संसारः कल्पितः स्यादसंशयम् ॥२८॥ અનુવાદ : આ (જીવ) નિત્ય હોય તો શરીર સાથે પણ તેનો સંબંધ સંભવતો નથી. જો એને વિભુ (સર્વવ્યાપક) માનશો તો સંસાર જ કલ્પિત થઈ જશે એ નિઃસંશય છે. - વિશેષાર્થ : આત્માને જન્મમરણરહિત એકાન્ત નિત્ય એટલે કે સર્વ દષ્ટિએ નિત્ય જ માનવામાં આવે તો તેનો ક્યારેય નાશ થતો નથી કે તેમાં કશો ફેરફાર થતો નથી એમ જ માનવું પડે. જો એમ માનવામાં આવે તો આત્માનો ઘર, જમીન, ધન, કુટુંબ વગેરે સાથેનો પરિવર્તનશીલ સંબંધ પણ માની નહિ શકાય, એટલું જ નહિ, આત્માનો શરીર સાથેનો સંબંધ પણ નહિ માની શકાય, કારણ કે શરીર પણ પરિવર્તનશીલ છે. પરંતુ આત્માનો શરીર સાથેનો સંબંધ તો નજરે જોવા મળે છે. હવે શરીરમાં જે ફેરફાર થાય છે તેમાં આત્મા પોતાના પૂર્વ સ્વરૂપનો ત્યાગ કરીને રહે છે એમ સ્વીકારીએ તો તેમાં આત્માના નિયત્વને બાધ આવશે અને પૂર્વસ્વરૂપનો ત્યાગ કર્યા વિના શરીર સાથે સંબંધિત થાય છે એમ સ્વીકારવામાં આવે તો પૂર્વ અને વર્તમાન દેહાવસ્થા વચ્ચે અસંગતિ થશે; એટલે કે આત્મ-સ્વરૂપમાં વિસંગતતા આવશે. આમ બંને રીતે નિત્ય આત્માનો અનિત્ય શરીર સાથે સંબંધ નહિ ઘટી શકે.
વળી સાંખ્યવાદીઓ આત્માને “વિભુ' તરીકે માને છે તે પણ અસંગત જણાય છે. આત્મા તે વિભુ અથવા સર્વવ્યાપી પરમાત્મા છે એમ માનવાથી જીવ ચાર ગતિમાં પરલોકગમન કરે છે એ કેવી રીતે સ્વીકારાય ? અને જીવ પરલોકગમન નથી કરતો એમ જ માનવામાં આવે તો આ સંસાર જ કેવી રીતે સંભવી શકે ? તો પછી સંસાર જેવું કંઈ છે જ નહિ અથવા સંસાર કલ્પિત છે એમ માનવાનો વખત આવે. પરંતુ એવું તો સાંખ્યવાદીઓ માનતા નથી.
વળી આત્મા સર્વવ્યાપી છે એમ માનવામાં આવે તો એક જીવના મૃત્યુની સાથે સર્વ જીવનું મૃત્યુ સ્વીકારવું પડશે, કારણ કે સર્વવ્યાપીપણામાં જો વિભાગો સ્વીકારવામાં આવે તો એનું સર્વવ્યાપીપણું રહેતું નથી.
એટલે આત્મા એકાન્ત નિત્ય નથી, પરંતુ દ્રવ્યથી (સ્વભાવથી) નિત્ય છે અને પર્યાયે અનિત્ય છે એમ જ માનવું પડશે. [૩૫૪] મદષ્ટાયT: ચાન્યતર : |
इत्थं जन्मोपपत्तिश्चेन्न तद्योगाविवेचनात् ॥२९॥ અનુવાદ : (જો એમ કહેશો કે) અન્યતર કર્મથી ઉદ્ભવેલો દેહસંયોગ અષ્ટથી (પ્રારબ્ધથી) થાય છે અને એ રીતે જન્મમરણ સિદ્ધ થઈ શકે છે તો તે ઘટતું નથી, કારણ કે તેનો પ્રારબ્ધનો) યોગ કેમ થયો તે સ્પષ્ટ થતું નથી.
૧૯૨ For Private & Personal Use Only
Jain Education Intemational 2010_05
www.jainelibrary.org