________________
પ્રબંધ ચોથો, અધિકાર બારમો : સમ્યકત્વ અધિકાર
પરંતુ સાંખ્યવાદીઓનું આ કથન અપૂર્ણ છે. મનોયોગનો જે ધ્વંસ થાય છે તે સંયોગ બીજી ક્ષણે નાશ પામી જાય છે. વળી આવી રીતે હિંસા સિદ્ધ થતી હોય તો અન્ય કોઈ વ્યક્તિને હિંસક તરીકે ઓળખાવી નહિ શકાય, કારણ કે આ ધ્વંસ તો કોઈ વ્યક્તિ વિના પરિસ્થિતિ ઉત્પન્ન થતાં આપોઆપ સિદ્ધ થઈ જાય છે.
એટલે અહિંસાની વિભાવનાનું તાત્ત્વિક નિરૂપણ સાંખ્યમતમાં સુસંગત નથી. [૩૫૧] ઐતિ વૃદ્ધતા યુવાવરૂપે પવિતમ્ !
पुंसि भेदाग्रहात्तस्याः परमार्थाऽव्यवस्थितेः ॥२६॥ અનુવાદ : બુદ્ધિમાં દુઃખનો ઉત્પાદ કરવારૂપ એ (હિંસા) છે એમ કહેવું પણ ઉચિત નથી. પુરુષના ભેદના આગ્રહથી તે (હિંસા) વસ્તુતઃ તેની (પુરુષની) જ છે એમ કરતું નથી. ' વિશેષાર્થ : સાંખ્યવાદીઓ કહે છે કે મનોયોગના ધ્વંસની વાત તમે ન સ્વીકારતા હો તો અમારે મતે બીજી રીતે પણ હિંસા ઘટી શકે છે. વિશ્વમાં પ્રકૃતિનાં જે પચીસ તત્ત્વો છે એમાંનું સૌથી મહત્ત્વનું એક તત્ત્વ તે બુદ્ધિ છે. એ બુદ્ધિમાં દુ:ખ ઉત્પન્ન કરવું એનું નામ હિંસા
પરંતુ સાંખ્યવાદીઓની આ વાત પણ ઉચિત લાગતી નથી. સાંખ્યવાદીઓ પુરુષ (ચેતન આત્મા) અને પ્રકૃતિ (જડ તત્ત્વ)માં માને છે. પુરુષમાં બુદ્ધિનું પ્રતિબિંબ પડે છે. એટલે તે બંને એકરૂપ ભાસે છે. એટલે બુદ્ધિમાં જે દુઃખ ઉત્પન્ન થયું તે પુરુષને પોતાનું દુઃખ જણાય છે. આ રીતે પુરુષને હિંસા જણાય છે.
પરંતુ સાંખ્યવાદીઓની આ વાત બરાબર નથી કારણકે અહીં પુરુષમાં હિંસા સીધી ઘટતી નથી, પણ બુદ્ધિના ભેદના આગ્રહને લીધે ઊભા થતા ભ્રમના પરિણામે હિંસા જણાય છે. એટલે વસ્તુતઃ (પરમાર્થતા) હિંસા પુરુષની છે એટલે કે આત્માની છે એમ સિદ્ધ થતું નથી. [૩પ૨] હિંસાપર્વ નાશપર્યાય થમો |
जीवस्यैकान्तनित्यत्वेऽनुभवाबाधकं भवेत् ॥२७॥ અનુવાદ : અહો ! જીવને એકાત્તે નિત્ય માનવાથી નાશના પર્યાયરૂપ “હિંસા પદ કોઈ પણ રીતે અનુભવને અબાધક નહિ થાય. (એટલે કે અનુભવને બાધક થશે.).
વિશેષાર્થ : આત્માને એકાન્ત નિત્ય માનવાવાળા સાંખ્યવાદીઓ સાથે અસંમત થતાં ગ્રંથકાર મહર્ષિ સમજાવે છે કે “હિંસા' પદનો એટલે કે શબ્દનો, પર્યાયવાચક એક શબ્દ છે “નાશ'. હવે આત્માને નિત્ય માનવામાં આવે અને સાથે હિંસા પણ સ્વીકારવામાં આવે તો એ બંનેનો સુમેળ થતો નથી. આત્મા નિત્ય છે એટલે કે નાશવંત નથી. હવે માણસનો કોઈ ઘાત કરે તો તમે કહો છો કે એની હિંસા થઈ. એનો અર્થ એ થયો કે એના આત્માનો નાશ થયો. આમ આત્માને નિત્ય પણ કહેવો અને નાશવંત કહેવો તે સુસંગત નથી. એટલે આત્મામાં નાશવાચક “હિંસા' શબ્દનો પ્રયોગ કરો તો તે અનુભવને બાધક થશે. આપણા અનુભવથી તે વિપરીત જણાશે, કારણ કે નિત્ય વસ્તુનો ક્યારેય નાશ થતો નથી. હવે જો આત્માનો નાશ થાય છે એમ સ્વીકારશો તો શબમાં પણ આત્મા છે એમ સ્વીકારવું પડશે.
૧૯૧ For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org