________________
અધ્યાત્મસાર
નથી. શ્રી સિદ્ધસેન દિવાકરજીએ કહ્યું છે કે પ્રમાણો તો લોકોમાં સ્વતઃ રૂઢ થઈ ગયેલાં હોય છે. પ્રમાણોનાં લક્ષણો નહિ જાણનાર ગોવાળિયાઓમાં પણ પ્રમાણાનુસાર વ્યવહાર જોવા મળે છે. એટલે પ્રમાણનાં લક્ષણો બતાવવાની કોઈ આવશ્યકતા નથી. [૩૪] તાત્મા નિત્ય પતિ પામેન્તવર્ણનમ્ |
हिंसादयः कथं तेषां कथमप्यात्मनोऽव्ययात् ॥२४॥ અનુવાદ : તેમાં “આત્મા નિત્ય જ છે' એવું જેમનું એકાન્ત દર્શન છે તેઓને, આત્માનો કોઈ પણ પ્રકારે નાશ ન હોવાથી, હિંસાદિ કેવી રીતે ઘટી શકે ? " વિશેષાર્થ : હવે ગ્રંથકાર ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ ભિન્નભિન્ન ભારતીય દર્શનોમાં અહિંસાની વિભાવના કેવી છે તેની છણાવટ કરે છે. અહીં તેઓ સાંખ્યદર્શનની વાત કરે છે. સાંખ્યદર્શનમાં આત્મા નિત્ય છે' એવું એકાન્ત વિધાન છે. તેઓ માને છે કે આત્મા ઉત્પત્તિ અને વિનાશરહિત, એક સ્વભાવવાળો, નિત્ય, શુદ્ધ, બુદ્ધ અને સર્વશક્તિમાન છે. તેઓ જીવની જુદી જુદી અવસ્થાની – એટલે કે પર્યાયની અનિત્યતા સ્વીકારતા નથી. એટલે તેમના મનમાં હિંસા-અહિંસા, બંધ-મોક્ષ વગેરે ઘટતાં નથી. જો આત્મા અજર, અમર, નિત્ય, અવિનાશી (અવ્યય) હોય તો તેનો વધ કોઈ કરી શકતું નથી. તો પછી ત્યાં હિંસાનો સંભવ નથી. એટલે કે હિંસાનો પ્રશ્ન ત્યાં ઉદ્ભવતો જ નથી. પરંતુ આત્મા દ્રવ્યથી નિત્ય છે, પર્યાયથી અનિત્ય છે. પોતે નિત્ય હોવા છતાં જીવને પોતાનો કે સ્વજનો વગેરેનો વધ થવાનો હોય તો દુઃખ થાય છે. જો આત્મા એકાન્ત નિત્ય હોય તો વધ વખતે એને દુઃખ ન થવું જોઈએ. જો દુઃખ ન હોય તો પછી ત્યાં હિંસા ઘટતી નથી. પરંતુ દુઃખ થાય છે એ સૌના અનુભવની વાત છે. એટલે આ એકાન્ત દર્શનમાં ત્રુટિ રહેલી છે એમ કહેવું જોઈએ. એટલે કે એમાં અહિંસાનું શુદ્ધ સ્વરૂપ દર્શાવાયું નથી. [૩૫] મનોવો વિશીષ બંને પરમાત્મઃ |
हिंसा तच्चेन्न तत्त्वस्य सिद्धेरर्थसमाजतः ॥२५॥ અનુવાદ : મનના યોગવિશેષનો નાશ એ જ આત્માનું મરણ છે એટલે કે હિંસા છે. પરંતુ એમ નથી. અર્થસમાજથી તત્ત્વની સિદ્ધિ છે.
વિશેષાર્થ : સાંખ્યવાદીઓને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે આત્મા જો નિત્ય હોય તો હિંસા કેવી રીતે ઘટી શકે ? અને તો પછી તમારા દર્શનમાં અહિંસાની વાત કેવી રીતે આવી શકે ?
સાંખ્યવાદીઓની માન્યતા આ પ્રમાણે છે : આત્માનો ઇન્દ્રિય અને મન સાથેનો જે યોગ છે. એમાં છેલ્લા યોગનો ધ્વંસ એટલે કે નાશ થતાં જીવનું મરણ થયું એમ લોકોમાં કહેવાય છે. આ મરણ અથવા મનોયોગનો ધ્વંસ એને જ હિંસા કહી શકાય, અને હિંસા કરનાર હિંસક કહેવાય. સાંખ્યવાદીઓ કહે છે કે આમાં વસ્તુતઃ આત્માની હિંસા થતી નથી, પણ હિંસા નામની ઘટના ઉત્પન્ન થાય છે. તેવી હિંસા ન કરવી જોઈએ એટલે કે અહિંસા ધર્મનું પાલન કરવું જોઈએ.
૧૯૦
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org