________________
અધ્યાત્મસાર
જ્ઞાનની પરંપરામાં ક્ષશિત્વ હોવા છતાં પણ એકત્વ ભાસે છે. તેવી રીતે અનેક ક્ષણની પરંપરામાં વણાયેલા સ્થિર પદાર્થમાં એકત્વ છે.
વિશેષાર્થ : બૌદ્ધ દર્શન કહે છે કે આત્મામાં એકતાના વિષયનો સંભવ જ નથી. આત્મામાં ક્ષણિત્વનો જ સંભવ છે. પરંતુ બૌદ્ધ દર્શનની આ દલીલ બરાબર નથી, કારણ કે આત્મામાં એકતાના વિષયનો બાધ જ નથી. જેમ બૌદ્ધ દર્શન ક્ષણિક આત્માની જ્ઞાનની ધારામાં (સંતાનમાં) એકતા સ્થાપે છે તેમ અન્ય દર્શન પ્રમાણે સ્થિર અને નિત્ય એવા આત્મામાં પણ એકતા અવશ્ય ઘટી શકે. એટલે કે તો પછી આત્માની ક્ષણિકતાની વાત સ્વીકારવાની કોઈ આવશ્યકતા કે યથાર્થતા નથી. ૪િ૨૩] નાનાર્થેવરસ્વામાળે વિધ્ય
स्याद्वादसंनिवेशेन नित्यत्वेऽर्थक्रिया न हि ॥४०॥ અનુવાદ : નાના પ્રકારનાં કાર્યોના ઐક્યાકરણના સ્વભાવને માનવાથી સ્યાદ્વાદની સ્થાપના (સંનિવેશ) વડે, નિત્યત્વમાં અર્થક્રિયાનો વિરોધ નથી.
વિશેષાર્થ : નાના પ્રકારનાં કાર્યો એટલે વિવિધ પ્રકારનાં અનેક કાર્યો. એમાં ઐક્યકરણ એટલે એક કર્તાનો અનેક કાર્યો કરવાનો, કાર્યજનકત્વનો સ્વભાવ. આ કર્તા તે આત્મા. બૌદ્ધો એમ કહે છે કે આત્માને નિત્ય માનવાથી એમાં અર્થક્રિયા ઘટી શકતી નથી. પરંતુ જૈન દર્શન કહે છે કે સ્યાદ્વાદનો આશ્રય લેવાથી એમાં અર્થક્રિયા ઘટી શકે છે. અનેક કાર્યો ક્રમથી કરવાનો (કારણ કે એક જ સમયે બે ઉપયોગ સાથે સંભવી શકતા નથી.) આત્માનો સ્વભાવ છે. વળી સ્યાદ્વાદનો આશ્રય લેતાં તો એ વસ્તુ તદ્દન સ્પષ્ટ થશે. સ્યાદ્વાદ શૈલીએ આત્માને કથંચિત્ નિત્ય અને કથંચિત્ અનિત્ય માની શકાય. એટલે નિત્યત્વમાં અર્થક્રિયાનો વિરોધ રહેતો નથી. [૪૨૪] નીનાવાવથતિશય સુવા: 8થમ્ |
परेणापि हि नानेकस्वभावोपगमं विना ॥४१॥ અનુવાદ : અનેક સ્વભાવનો સ્વીકાર કર્યા વિના બીજા (બૌદ્ધ) વડે નીલ વગેરે રંગમાં અતભેદની શક્તિઓ શી રીતે કહી શકાશે ?
વિશેષાર્થ : બૌદ્ધ દર્શનવાળાઓ આત્માને ક્ષણિક માને છે. એટલે વસ્તુત: આત્મતત્ત્વમાં જ માનતા નથી. જૈન દર્શન આત્માને દ્રવ્યથી નિત્ય અને પર્યાયથી અનિત્ય માને છે. જૈન દર્શન માને છે મને*ધર્માત્મજં વસ્તુ | અર્થાત્ વસ્તુના અનેક ધર્મો છે એટલે એક પદાર્થમાં અનેક સ્વભાવનો સ્વીકાર કરવો પડશે. બૌદ્ધધર્મીઓ એમ માનતા ન હોય તો એમને માન્યા વગર છૂટકો નથી. એક સાદું ઉદાહરણ લઈએ. નીલ રંગ તો બધા સ્વીકારે છે. પરંતુ એક નીલ રંગમાં જે પીળાશ (અત)ની ઝાંય છે એથી એના વત્તાઓછા પ્રમાણે અનેક ભેદ પડે છે અને તે બધા જ નીલના ભેદ-સ્વભાવ તરીકે સ્વીકારવા પડે છે. એમ છતાં નીલ રંગમાં રહેલા એ પ્રત્યેક ભેદને સ્વભાવને તમે શી રીતે કહી શકશો ? કહેવાનું શક્ય જ નથી. એટલે જ એક પદાર્થમાં અનેક સ્વભાવ સ્વીકારવા જ પડે છે.
૨૩૪
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org