________________
પ્રબંધ ચોથો, અધિકાર તેરમો: મિથ્યાત્વ-ત્યાગ અધિકાર
[૪૨૫ ઘુવેક્ષા ન પ્રેમ નિવૃત્તમનુકૂવા !
__ग्राह्याकार इव ज्ञाने गुणस्तन्नात्र दर्शने ॥४२॥ અનુવાદ : આત્માને ધ્રુવ જોવામાં આવે તો પણ અનુપપ્લવથી (રાગાદિ સંસ્કારના નાશથી) રવાના થયેલો રાગ (પ્રેમ) ઊભો નહિ થાય, જેમ (બૌદ્ધ મતે) ગ્રાહ્યાકાર (અર્થાત્ યાકાર). અનુપમ્પ્લવથી રવાના થયા પછી ફરીથી આવતો નથી તેમ. માટે આ દર્શન(બૌદ્ધ દર્શન)ને માન્ય રાખવામાં કોઈ ગુણ (લાભ) નથી. ' વિશેષાર્થ : આ શ્લોક ૩૩ (૪૧૬)મા શ્લોકના જવાબ રૂપે છે. બૌદ્ધ દર્શન એક એવી દલીલ કરે છે કે આત્માને ધ્રુવ એટલે નિત્ય માનવા કરતાં ક્ષણિક માનવામાં જીવને માટે વિશેષ લાભ છે. કોઈ વસ્તુ ક્ષણિક હોય, નાશ પામવાની હોય તો તેના પર પ્રેમ બહુ આવતો નથી. જે વસ્તુ કાયમ ટકવાની હોય તેના પર પ્રેમ, અનુરાગ, આસક્તિ વધુ થાય છે. આ આસક્તિથી તૃષ્ણા, મોહ, લાલસા વગેરે ભાવો જન્મે છે. એથી જીવ માટે સંકલેશ પરિણામો થાય છે. આત્માને નિત્ય માનવાથી જીવને પોતાના આત્મા પ્રત્યે વધુ પ્રેમ થાય છે. એને સુખી રાખવા માટે જીવ બહુ મહેનત કરે છે અને એથી તે સંસારમાં રચ્યોપચ્યો રહે છે. જીવને આત્મા માટે મમત્વભાવ રહે છે. એથી આર્તધ્યાન થાય છે. મારો આત્મા, મારો આત્મા’ – એમ મારાપણું, મમત્વ વધે છે, જે એને સંસારમાં ડુબાડે છે. એટલે આત્માને નિત્ય, ધ્રુવ તરીકે જોવાથી જીવના એના માટેના પ્રેમની કે આસક્તિની નિવૃત્તિ થતી નથી. પરંતુ બીજી બાજુ આત્માને ક્ષણિક, ક્ષણભંગુર માનવાથી એના માટેના પ્રેમની નિવૃત્તિ થાય છે. એથી આસક્તિ ઘટે છે અને ત્યાગવૈરાગ્યના ભાવ દઢ થાય છે, જે નિર્વાણ માટે બહુ જરૂરી છે.
બૌદ્ધ દર્શન આત્માની ક્ષણિકતાનો સ્વીકાર કરવા માટે આવી દલીલ કરે છે.
પરંતુ બૌદ્ધ દર્શનની આ દલીલમાં તથ્ય નથી. એ માત્ર ઉપજાવી કાઢેલી દલીલ છે, કારણ કે આત્માને નિત્ય, અનાદિ-અનંત માનવાથી એ માટે જે પ્રેમ થાય તે સંકલેશ કરાવે એવા પ્રકારનો અપ્રશસ્ત રાગ નથી, પણ પ્રશસ્ત રાગ છે. વળી આ રાગ નિવૃત્ત ન થાય એવું પણ નથી. એની નિવૃત્તિમાં કોઈ વિઘ્ન આવતું નથી. આ માટે ગ્રંથકાર મહર્ષિએ બૌદ્ધ દર્શનની જ એક વાતનું ઉદાહરણ આપીને જવાબ આપ્યો છે.
જીવનો આત્મા માટેનો પ્રેમ નિવૃત્ત કેમ ન થાય ? થાય જ, બૌદ્ધ દર્શનના ગ્રાહ્ય આકારની જેમ જ અવશ્ય થાય. બૌદ્ધ દર્શન માને છે કે પ્રત્યેક પદાર્થની જ્ઞાનની એક ધારા અથવા સંતાન ચાલે છે. એ ધારા ચાલતી હોય ત્યારે ચિત્ત એના વિવિધ આકાર ગ્રહણ કરે છે. પરંતુ એ આકાર પણ ક્ષણિક છે. આમ જ્ઞાનધારામાં ગ્રાહ્ય આકાર નિવૃત્ત થઈ જાય છે એટલે કે પાછા ચાલ્યા જાય છે. ધારા સતત રહે છે પણ આકારો નિવૃત્ત થઈ જાય છે, એમ બૌદ્ધ દર્શન કહે છે.
જૈન દર્શન કહે છે કે તમારા બૌદ્ધ દર્શનમાં જ્ઞાનધારાના આકારો જેમ નિવૃત્ત થઈ જાય છે તેમ જીવનો આત્મા માટેનો પ્રેમ પણ, જ્ઞાનદશા ઉચ્ચ થતાં, નિવૃત્ત થઈ જાય છે. જૈન દર્શન તો કહે છે કે પછી તો એવી ઉચ્ચ આત્મિક દશા પ્રાપ્ત થાય છે કે જ્યારે નિર્વાણ અથવા મોક્ષ માટેનો પ્રેમ પણ રહેતો નથી. આનંદઘનજીએ કહ્યું છે તેમ “મુક્તિ સંસાર બેઉ સમ ગણે'.
૨૩૫ For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org