________________
અધ્યાત્મસાર
એટલા માટે આ બૌદ્ધ દર્શન ભલે ક્ષણભંગુરતામાં રહેલા ગુણની વાત કરે પરંતુ એમાં કોઈ ગુણ નથી અને તેથી આત્માની તે ક્ષણિકતા સ્વીકાર્ય નથી. ટૂંકમાં, બૌદ્ધ દર્શનને માન્ય રાખવામાં કોઈ ગુણ એટલે કે લાભ નથી.
[૪૨૬] પ્રત્યુતાનિત્યમાવે દિ સ્વતઃ ક્ષUIનગુધિયા !
हेत्वनादरतः सर्वक्रियाविफलता भवेत् ॥४३॥ અનુવાદ : ઊલટાનું (પ્રત્યુત) અનિત્યભાવથી તો પોતાની મેળે જ ક્ષણિક જન્મ(જન)ની બુદ્ધિ વડે હેતુ ઉપર અનાદર થશે અને સર્વ ક્રિયાની નિષ્ફળતા થશે.
વિશેષાર્થ : બૌદ્ધ દર્શન આત્માને અનિત્ય માને છે. પરંતુ આ માન્યતા વ્યવહારમાં જરા પણ ટકી શકે એમ નથી, કારણ કે એથી હેતુ ઉપર એટલે કે ક્રિયાના ફળ ઉપર માણસને અનાદર થશે. ધારો કે કોઈ માણસ બીજાની હત્યા કરતો હોય તો એ બચાવ કરી શકશે કે પોતે તો માત્ર નિમિત્ત થયો છે, જે ક્ષણે એની હત્યા કરવામાં આવી એની પૂર્વેની ક્ષણે તો એ મૃત્યુ પામ્યો જ હતો. માણસ ચોરી કરશે અને છતાં કહી શકશે કે પોતે ચોરી કરી નથી, કારણ કે ચોરી થાય એ પહેલાં તો એનો પોતાનો આત્મા મૃત્યુ પામ્યો હતો. કોઈ માણસે દુકાનમાંથી વસ્તુ ખરીદી હોય અને પૈસા આપવાનો ઇન્કાર કરતાં તે કહી શકે કે જેની પાસેથી વસ્તુ લેવાઈ એ તો ક્યારનો મૃત્યુ પામ્યો છે અને લેનારો પણ મૃત્યુ પામ્યો છે. આમ, આત્માને અનિત્ય માનવાથી ઘણા દોષો અને અનર્થો ઊભા થશે. કોઈ કાર્ય કરવામાં માણસને રસ નહિ રહે. પોતાના કાર્યનું ફળ બીજા ભોગવી શકશે. આત્મા જો સ્વતઃ ઉત્પન્ન થાય છે અને સ્વતઃ વિનાશ પામે છે, તો પછી શુભ કે અશુભ કર્મના બંધની કોઈ વાત રહેશે નહિ અને સુખદુઃખનાં કારણો પણ અસ્વીકાર્ય બનશે. પરિણામે સર્વ ક્રિયાઓની નિષ્ફળતા થશે. જો એવું થાય તો ધર્મક્રિયા કે કર્તવ્યરૂપ ક્રિયા પણ માણસ કરશે નહિ. ટૂંકમાં આત્માને અનિત્ય માનવાથી સંસારમાં અનવસ્થા સર્જાશે. એમાંથી બચવું હોય તો આત્માની અનિત્યતાની વાત છોડી દેવી પડશે.
[૪૨] તwાવિતરિ ત્યાજ્યમનિત્યસ્વસ્થ વર્ણનમ્
नित्यसत्यचिदानंदपदसंसर्गमिच्छता ॥४४॥ અનુવાદ : એટલે નિત્ય, સત, ચિત્ અને આનંદના પદનો સંસર્ગ ઇચ્છનારે આ અનિત્યવાદીનું દર્શન ત્યજવા યોગ્ય છે.
વિશેષાર્થ : બૌદ્ધોના અનિત્યવાદની મીમાંસા કરીને તથા એમાં રહેલી ત્રુટિ દર્શાવીને ગ્રંથકાર મહર્ષિ અહીં ભલામણ કરે છે કે જેઓ સત્, ચિત્ ને આનંદસ્વરૂપ એવા નિત્ય આત્માનું પદ પામવા ઇચ્છતા હોય એટલે કે જેઓ સાચા મુમુક્ષુ હોય તેઓએ તો આત્માને એકાન્ત અનિત્ય માનતા આ ક્ષણિકવાદની જાળમાં ફસાવા જેવું નથી. સર્વને ક્ષણિક અને અનિત્ય માનવાથી માણસ ભ્રમમાં પડી જવાનો અને ખોટી દિશામાં ભૂલો પડી જવાનો સંભવ રહે છે. એથી જીવો મોક્ષમાર્ગ ચૂકી જવાનો ભય રહે છે. મુમુક્ષુને સાવધાન રહેવાની ગ્રંથકારશ્રીની આ ભલામણ સર્વથા કેટલી યથોચિત છે !
૨૩૬
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org