________________
પ્રબંધ ચોથો, અધિકાર તેરમો : મિથ્યાત્વ-ત્યાગ અધિકાર
[૪૨૮] ૧ ર્તા નાપિ મોાત્મા વિનાનાં તુ વર્ઝને ।
जन्यधर्माश्रयो नायं प्रकृतिः परिणामिनी ॥ ४५ ॥
અનુવાદ : કપિલના દર્શનમાં (સાંખ્યમતમાં) આત્મા કર્તા નથી અને ભોક્તા પણ નથી. એ (આત્મા) જન્મધર્મ-આશ્રયવાળો નથી, (પરંતુ) પ્રકૃતિ પરિણામિની છે.
વિશેષાર્થ : બૌદ્ધ દર્શનના આત્મા વિશેના મંતવ્ય પછી આ શ્લોકમાં કપિલના સાંખ્ય દર્શનનું મુખ્ય મંતવ્ય સ્પષ્ટ રીતે રજૂ કરવામાં આવ્યું છે. સાંખ્ય દર્શન આત્માને પુરુષ તરીકે ઓળખાવે છે. તે ચેતનમય છે. તે કમળના પત્રની જેમ સર્વદા નિર્લેપ છે. તે કશું કરતો નથી. એટલે કે તે કોઈ કર્મનો કર્તા નથી અને કોઈ વસ્તુનો તે ભોક્તા પણ નથી. તે સંપૂર્ણપણે વિશુદ્ધ છે, નિર્મળ છે.
પ્રકૃતિ જડ છે. પ્રકૃતિનું પ્રતિબિમ્બ પુરુષમાં પડે છે. વસ્તુતઃ પ્રકૃતિ અને પુરુષ ભિન્નભિન્ન છે. પરંતુ પોતાનામાં પ્રકૃતિનું પ્રતિબિંબ પડતું હોવાથી પુરુષને એવો ભ્રમ થાય છે કે ‘હું સુખી છું’ ‘હું દુ:ખી છું'. પુરુષને પોતાનામાં પડેલા પ્રતિબિંબને કારણે એવો ભ્રમ થાય છે કે પોતે પ્રકૃતિ જ છે અને તેવી રીતે પ્રકૃતિને પણ એવો ભ્રમ થાય છે કે પોતે પુરુષ છે. આમ બંને એકબીજામાં ઓતપ્રોત રહે છે. એને લીધે સંસાર ચાલ્યા કરે છે. જ્યારે પુરુષ (આત્મા)નો આ ભ્રમ ભાંગી જાય અને પોતે પ્રકૃતિથી અલગ થઈ જાય તો પુરુષનો એટલે કે આત્માનો મોક્ષ થાય છે. પુરુષ જો પ્રકૃતિથી ભિન્ન થઈ જાય તો એ કર્તા નથી અને ભોક્તા પણ નથી.
પુરુષ નિત્ય, અવિકારી, અપરિણામી છે. તે અક્રિય છે. એટલે એનામાં જ્ઞાનાદિ ધર્મો જન્ય નથી અર્થાત્ ઉત્પન્ન થતા નથી. એટલે આત્મા જન્યધર્મોના આશ્રયવાળો નથી. બીજી બાજુ પ્રકૃતિ અનિત્ય, વિકારી અને પરિણામી છે. પ્રકૃતિમાં ઉત્પન્ન થતાં સુખદુઃખાદિનો અનુભવ પોતાને થાય છે એવો ભ્રમ પુરુષને થાય છે, કારણ કે પોતે પ્રકૃતિથી અભિન્ન છે, એમ તે માને છે. બંને વચ્ચે અભેદ છે એવો એનો ભ્રમ ચાલ્યા કરે છે. આ ભ્રમ જ્યારે તૂટે છે ત્યારે પુરુષ (આત્મા) પ્રકૃતિથી અલગ થઈ જાય છે અને ત્યારે એનો મોક્ષ થાય છે.
આ સાંખ્યદર્શનની માન્યતા છે.
[૪૨૯] પ્રથમ: પરિખામોસ્યા બુદ્ધિધર્માષ્ટાન્વિતા ।
ततोऽहंकारतन्मात्रेन्द्रियभूतोदयः क्रमात् ॥४६॥
અનુવાદ : ધર્માદિ આઠ વડે યુક્ત એવી બુદ્ધિ એ એનું (પ્રકૃતિનું) પ્રથમ પરિણામ છે. ત્યાર પછી અનુક્રમે અહંકાર, તન્માત્રા, ઇન્દ્રિયો અને ભૂતોની ઉત્પત્તિ થાય છે.
વિશેષાર્થ : સાંખ્યદર્શન પ્રમાણે આ વિશ્વ પુરુષ સહિત પચીસ તત્ત્વોનું બનેલું છે. એમાં પ્રકૃતિમાંથી અનુક્રમે ભિન્નભિન્ન તત્ત્વોનો વિકાસ કેવી રીતે થાય છે તેનો અહીં સંક્ષેપમાં નિર્દેશ કરવામાં આવ્યો છે.
સાંખ્ય દર્શન પ્રમાણે પુરુષ (આત્મા) અને પ્રકૃતિના સંયોગ વડે જ આ વિશ્વનું નિર્માણ થયું છે. પુરુષ ચેતનમય છે અને પ્રકૃતિ જડ છે. પુરુષ શુદ્ધ, નિત્ય, નિર્વિકાર છે. એટલે ફક્ત પુરુષથી વિશ્વનું
Jain Education International_2010_05
૨૩૭
For Private & Personal Use Only
www.jainelibrary.org