________________
અધ્યાત્મસાર
(૧) સમ્યત્વને તીર્થંકર નામકર્મના હેતુ તરીકે બતાવવામાં આવે છે. (૨) અતિશાયી અર્થાત્ ઉત્કૃષ્ટ સંયમને આહારક નામકર્મના હેતુ તરીકે બતાવવામાં આવે છે. (૩) પૂર્વનાં તપ અને સંયમને સ્વર્ગના હેતુ તરીકે બતાવવામાં આવે છે.
અહીં ઉદાહરણ ઘીનું આપવામાં આવ્યું છે. દીપક પ્રગટાવ્યો હોય અને વાટ બળતી હોય અને ઘી ખલાસ થતું હોય તે વખતે કોઈક કહે કે “ધી બળે છે.” તો તે ઉપચારથી લેવાનું છે, કારણ કે જયોતિમાં અગ્નિ છે અને તે બળે છે. ઘી બળતું નથી. દીવામાં ઘી ઘીના સ્વરૂપે જ છે અને જ્યોતિનો અગ્નિ અગ્નિના સ્વરૂપે છે. પરંતુ ઘી ન હોય તો જ્યોત સળગતી રહી શકતી નથી. એટલે “ધી બળે છે” એવો જે પ્રયોગ થાય છે તે વ્યવહારથી માત્ર ઉપચાર જ છે.
બધી બાળે છે–દઝાડે છે એવો અર્થ કરીએ તો ગરમ ગરમ ઘી અડી જતાં માણસ દાઝે છે ત્યારે ઘી બાળે છે–દઝાડે છે' એમ બોલીએ છીએ. પરંતુ ઘી નહિ પણ એમાં રહેલો અગ્નિ (ઉષ્ણતા) બાળે છે. એટલે એ ઉપચારવચન છે.
સમ્યત્વથી કર્મની નિર્જરા થાય છે. તીર્થકરનો જીવ સમક્તિની પ્રાપ્તિ પછી પૂર્વના ભવમાં “સવિ જીવ કરું શાસનરસી” એવી ભાવના ધરાવે છે તે પ્રશસ્ત રાગ છે. એ રાગ તીર્થંકર નામકર્મનો હેતુ છે, નહિ કે સમ્યક્ત્વ. પરંતુ સમ્યક્ત્વ વિના આવો પ્રશસ્ત રાગ ક્યારેય થઈ શકતો નથી. એટલે સમ્યક્ત્વ તીર્થકર નામકર્મનો હેતુ છે એમ ઉપચારથી કહેવાય છે.
એવી જ રીતે સંયમથી કર્મની નિર્જરા થાય છે. પરંતુ સંયમપર્યાયમાં પ્રશસ્ત ભાવોથી પૂર્વધરોમાં પ્રગટ થતી લબ્ધિઓમાં કોઈકને આહારક શરીરની લબ્ધિ પ્રગટ થાય છે અને કેટલાક તેનો ઉપયોગ પણ કરે છે. આમ, સંયમના કાળ દરમિયાન આહારક લબ્ધિ પ્રગટ થવાથી સંયમને આહારક નામકર્મના હેતુ તરીકે ઉપચારથી કહેવામાં આવે છે.
એ જ પ્રમાણે પૂર્વનાં તપ અને સંયમથી નિર્જરા થાય છે, પરંતુ તેની સાથે જો પ્રશસ્ત રાગ જોડાયો હોય તો તે તપ અને સંયમ સ્વર્ગના હેતુ બને છે. એટલે ઉપચારથી એમ કહેવાય છે કે તપ અને સંયમ સ્વર્ગના હેતુ છે. વસ્તુતઃ તપ અને સંયમ મોક્ષના હેતુ છે અને તેની સાથે જોડાયેલો રાગ સ્વર્ગનો હેતુ છે.
[૮૨૫] નાશનાત્મનો યોર્તિનાશના શ્રવો મતદા.
येनांशेनोपयोगस्तु तेनांशेनास्य संवरः ॥१४८॥ અનુવાદ : જેટલે અંશે આત્માનો યોગ છે તેટલે અંશે તેનો આશ્રવ કહેલો છે અને એટલે અંશે (જ્ઞાનાદિ) ઉપયોગ છે તેટલે અંશે તેનો સંવર છે.
વિશેષાર્થ : આગળના શ્લોકોમાં કરેલી વિચારણાના અનુસંધાનમાં અહીં નિશ્ચયનયની દૃષ્ટિએ સમજાવ્યું છે કે જેટલે અંશે આત્માનો યોગ એટલે કે, મન, વચન અને કાયાનો વ્યાપાર તેટલે અંશે આશ્રવ અને જેટલે અંશે. આત્માનો ઉપયોગ તેટલે અંશે સંવર છે. એક જ જીવમાં આશ્રવનો અને સંવરનો અંશ સમકાળે રહી શકે.
૪૬૮ For Private & Personal Use Only
Jain Education Intemational 2010_05
ucation International 2010_05
www.jainelibrary.org