________________
પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્વય અધિકાર
યોગ મન, વચન અને કાયાના હોય છે. યોગ એટલે આત્મપ્રદેશોનું કંપન એવો એક અર્થ થાય છે. અહીં યોગ એટલે આત્માને પોતાના વિશુદ્ધ ભાવમાંથી અસ્થિર કરે એવી ચંચલતા એવો અર્થ લેવાનો છે. ઉપયોગનો એક અર્થ છે આત્માના જ્ઞાનનો ઉઘાડ. અહીં ઉપયોગ એટલે જીવનું વિશુદ્ધ ચૈતન્યના ભાવમાં રમણ કરવું એવો અર્થ લેવાનો છે. આમ જીવમાં યોગધારા અને ઉપયોગધારા બંને સાથે હોય છે. એમાં જેટલે અંશે યોગધારા તેટલે અંશે આશ્રવ અને જેટલે અંશે ઉપયોગધારા તેટલે અંશે સંવર છે. એટલે બાહ્ય હિંસાદિને આશ્રવ અને બાહ્ય અહિંસાદિને સંવર કહેવાનું કે સરાગ ચારિત્રને એકાન્ત શુભાશ્રય કહેવાનું ઉચિત નથી.
[૨૬] તેના સાવંશવિશ્રાનો વિશ્વાશ્રવસંવ
भात्यादर्श इव स्वच्छास्वच्छभागद्वयः सदा ॥१४९॥ અનુવાદ : એટલે તે તે અંશમાં વિશ્રાન્તિ પામેલા આશ્રવ અને સંવર બેયને ધારણ કરતો તે (આત્મા) સ્વચ્છ અને અસ્વચ્છ એવા બે ભાગવાળા અરીસા(આદર્શ)ની જેમ સદા દેખાય છે.
વિશેષાર્થ : આગળના શ્લોકમાં જે કહેવામાં આવ્યું છે તેને માટે અહીં આદર્શ એટલે કે અરીસાનું દષ્ટાંત આપવામાં આવ્યું છે. અરીસો ક્યારેક સંપૂર્ણ મલિન હોય, ક્યારેક સંપૂર્ણ સ્વચ્છ હોય છે અને ક્યારેક થોડો સ્વચ્છ અને થોડો મલિન હોય છે. મતલબ કે એક જ કાળે અરીસો અમુક ભાગમાં સ્વચ્છ અને અમુક ભાગમાં અસ્વચ્છ પણ હોઈ શકે.
આવી રીતે આત્માને વિશે પણ બની શકે. જેટલા અંશમાં આત્માનો શુદ્ધ ઉપયોગ તેટલા અંશમાં સંવર અને જેટલા અંશમાં મન, વચન અને કાયાના યોગમાં ચંચલતા તેટલા અંશમાં આશ્રવ. સંવરને સ્વચ્છ ભાગ તરીકે અને આશ્રવને અસ્વચ્છ ભાગ તરીકે ઓળખીએ તો, અરીસાના ઉદાહરણની જેમ સ્વચ્છ અને અસ્વચ્છ એમ બંને ભાગ આત્મામાં સાથે જોવા મળે.
અહીં “સદા' શબ્દ પ્રયોજયો છે તે તેરમા ગુણસ્થાનક સુધીના સંસારી જીવોની અપેક્ષાએ લેવાનો છે. આત્મા હંમેશાં આશ્રવ અને સંવરના અંશવાળો જ હોય છે એવો અર્થ કરીએ તો આત્મા કાયમ સંસારી જ રહેવાનો છે એવો અર્થ થાય. પરંતુ તેમ નથી. જ્યારે ગાઢ મિથ્યાત્વ હોય છે ત્યારે આત્મામાં કેવળ આશ્રવ હોય છે, સંવર નહિ; તે સંપૂર્ણ અસ્વચ્છ દશા હોય છે. અને જયારે ચૌદમા ગુણસ્થાનકે આશ્રવ ન રહેતાં સર્વસંવર હોય છે ત્યારે સંપૂર્ણ સ્વચ્છતાની સ્થિતિ હોય છે. એટલે અહીં આશ્રવ અને સંવર બંને અંશમાં વિશ્રાન્તિ પામેલા સંસારી જીવની સદાની સ્થિતિનો વિચાર કરાયો છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિના ચોથા ગુણસ્થાનકથી તેરમા ગુણસ્થાનક સુધીમાં આશ્રવ-સંવરનો અંશ પણ વધતો ઘટતો રહે છે. એટલે દર્પણના દૃષ્ટાંતમાં પણ સ્વચ્છતા અને અસ્વચ્છતા જેવી છે તેવી જ આત્મામાં કાયમ ન રહેતાં એમાં પણ વધઘટ થયા કરે છે, પરંતુ જ્યાં સુધી આશ્રવ અને સંવર બને છે ત્યાં સુધી અંશે સ્વચ્છ અને અંશે અસ્વચ્છ એવી સ્થિતિ સદા રહે છે.
૪૬૯ For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org