________________
અધ્યાત્મસાર
[૮૨૭] સુધૈવ જ્ઞાનધારા સ્થાત્ સમ્યક્ત્વપ્રાયનન્તરમ્।
हेतुभेदाद्विचित्रा तु योगधारा प्रवर्तते ॥ १५०॥
અનુવાદ : સમ્યક્ત્વની પ્રાપ્તિ પછી જ્ઞાનધારા શુદ્ધ જ થાય છે અને હેતુના ભેદને કારણે યોગધારા વિચિત્ર (શુદ્ધ અને અશુદ્ધ) પ્રવર્તે છે.
વિશેષાર્થી : જીવના આંતરિક પરિણમન સાથે આશ્રવ અને સંવર કેવી રીતે રહેલાં છે તેની સૂક્ષ્મ વિચારણા અહીં કરવામાં આવી છે. સંસારી જીવોમાં બે ધારા નિરંતર ચાલતી રહે છે. એક ઉપયોગધારા અને બીજી યોગધારા. ઉપયોગધારાને જ્ઞાનધારા પણ કહેવામાં આવે છે તથા યોગધારાને વીર્યધારા પણ
કહેવામાં આવે છે. આ બંને ધારાઓ શુદ્ધ અને અશુદ્ધ પ્રકારની હોય છે. અશુદ્ધ ધારા આશ્રવરૂપ હોય છે અને શુદ્ધ ધારા સંવરરૂપ હોય છે. જયારે મિથ્યાત્વ જાય છે અને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે ત્યારે જ્ઞાનધારા અથવા ઉપોયગધારા શુદ્ધ બનવા લાગે છે. ત્યારે આશ્રવભાવ મંદ હોય ને સંવરભાવ પ્રગટ થાય છે.
સમ્યગ્દર્શન ચોથા ગુણસ્થાનકે પ્રાપ્ત થાય છે. એટલે ઉપયોગધારા વધુ શુદ્ધ થાય છે અને સંવરભાવ પ્રગટે છે, પરંતુ એ ગુણસ્થાનક તે અવિરતિ-સમ્યગ્દષ્ટિનું છે. અવિરતિકાળમાં મન, વચન અને કાયાના યોગની ધારા શુદ્ધ હોતી નથી. એટલે ચોથા ગુણસ્થાનકે યોગધારા આશ્રવરૂપ હોય છે. પરંતુ જીવ જેમ જેમ ઊંચા ગુણસ્થાનકે ચડે છે તેમ તેમ એની યોગધારા શુદ્ધ બનતી જાય છે. અવિરતિમાંથી જેમ જેમ જીવ દેશિવરતિમાં આવતો જાય તેમ તેમ એની યોગધારા અંશે અંશે શુદ્ધ થવા લાગે છે. અંશે શુદ્ધ થયેલી યોગધારાથી અંશે સંવરભાવ પ્રગટે છે. મન, વચન અને કાયાના યોગો ઠેઠ તેરમા ગુણસ્થાનક સુધી હોય છે. એટલે ચોથાથી તેરમા ગુણસ્થાનક સુધી જેટલે અંશે યોગધારા શુદ્ધ તેટલે અંશે સંવરભાવ વર્તે અને જેટ્લે અંશે યોગધારા અશુદ્ધ તેટલે અંશે આશ્રવભાવ વર્તે છે. મિથ્યાત્વ ગયા પછી ચોથા ગુણસ્થાનકેથી ઉપર ચડતા જીવને હજુ અવિરતિ, કષાય અને યોગ કર્મબંધનાં નિમિત્ત અથવા હેતુ છે, એટલે કે તે આશ્રવરૂપ છે, પરંતુ જેમ જેમ વિરતિ આવે, કષાયો મંદ પડતા જાય અને નીકળી જાય તથા છેવટે યોગનો નિરોધ થાય ત્યાં સુધી યોગધારા શુદ્ધ અને અશુદ્ધપે અર્થાત્ મિશ્રરૂપે ચાલતી હોવાથી હેતુભેદને કારણે તેને અહીં વિચિત્ર કહેવામાં આવી છે.
[૮૨૮] સદશો વિશુદ્ધત્ત્વ સર્વાપિ શાશ્ર્વતઃ ।
मृदुमध्यादिभावस्तु क्रियावैचित्र्यतो भवेत् ॥ १५१ ॥
અનુવાદ : સમ્યગ્દષ્ટિ જીવને સર્વ દશામાં વિશુદ્ધત્વ જ હોય છે. મૃદુ, મધ્યમ વગેરે ભાવ તો ક્રિયાની વિચિત્રતાને કારણે થાય છે.
વિશેષાર્થ : આગળના શ્લોકમાં જે કહ્યું તેના અનુસંધાનમાં અહીં કહેવામાં આવ્યું છે કે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પછી સર્વ પ્રવૃત્તિમાં વિશુદ્ધત્વ જ હોય છે અને તે સંવરરૂપ હોય છે, પરંતુ અવિરતિમાંથી દેશવિરતિ અને દેશિવરતિમાંથી સર્વવિરતિરૂપ બાહ્ય ક્રિયાને લીધે યોગધારા અંશે અંશે વધુ શુદ્ધ થતી જાય છે. એથી પહેલાં જે સંવરભાવ મૃદુ હતો તે હવે મધ્યમ પ્રકારનો અને પછી ઉત્કૃષ્ટ પ્રકારનો થાય છે. આમ
Jain Education International_2010_05
૪૭૦
For Private Personal Use Only
www.jainelibrary.org