________________
પ્રબંધ છો, અધિકાર અઢારમો : આત્મનિષ અધિકાર
વિશેષાર્થ : આગળના શ્લોકમાં નિશ્ચયનયવાદીઓએ વ્યવહારનયવાળા શુભયોગોમાં સંવર તત્ત્વનું આરોપણ કરવામાં જે ક્ષતિ કરે છે તે બતાવી છે. હવે આ શ્લોકમાં વ્યવહારનયવાળા આશ્રવ તત્ત્વ વિશે કેવી ક્ષતિ કરે છે તે નિશ્ચયનયવાળા દર્શાવે છે. ચારિત્ર એ આત્માનો ગુણ છે. એ ગુણનું ફળ મોક્ષ છે. જીવ ચારિત્ર ગ્રહણ કરતી વખતે સંયમ પ્રત્યે જે રાગ ધરાવે છે તે રાગ પ્રશસ્ત હોય છે. સંયમ પ્રત્યેનો તીવ્ર રાગ ચારિત્રગુણ પ્રગટાવે છે. પરંતુ વ્યવહારનયવાળા ચારિત્રગુણ કરતાં રાગને અધિક પ્રાધાન્ય આપી, પ્રશસ્ત રાગનું ફળ દેવગતિ છે એમ કહે છે. પરંતુ રાગ તો આશ્રવ છે. પ્રશસ્ત રાગને શુભાશ્રવ તરીકે ઓળખાવીને ચારિત્રગુણમાં આશ્રવનું તેઓ આરોપણ કરે છે. તેથી મોક્ષને બદલે સ્વર્ગનું ફળ બતાવાય છે. આમ વ્યવહારનયવાળા ફળનો ભેદ કહે છે. એકને બદલે બીજું ફળ બતાવે છે. તેઓ શુભ યોગોમાં સંવરનું અને ચારિત્ર્યગુણમાં શુભાશ્રવનું આરોપણ કરે છે. [૨૨] અવનિર્વાહેતૂનાં વસ્તુતો ર વિપર્યયઃ |
अज्ञानादेव तद्गानं ज्ञानी तत्र न मुह्यति ॥१४५॥ અનુવાદ : વસ્તુતઃ ભવ (સંસાર) અને નિર્વાણના હેતનો વિપર્યય થતો નથી, અજ્ઞાનને લીધે જ તેવું કથન (ગાન) થાય છે. જ્ઞાની તેમાં મૂંઝાતા નથી.
વિશેષાર્થ : આગળના બે શ્લોકમાં જણાવ્યું કે જ્યાં સંવર નથી ત્યાં સંવર બતાવવામાં આવે અને જયાં આશ્રવ નથી ત્યાં આશ્રવ બતાવવામાં આવે એવું ક્યારેક થાય છે. પરંતુ સંવર મોક્ષનો હેતુ છે અને આશ્રવ ભવ અર્થાત્ સંસારનો હેતુ છે. તાત્વિક રીતે તો જે ભવનો હેતુ છે તે જ ભવનો હેતુ રહે છે અને જે નિર્વાણનો હેતુ છે તે જ નિર્વાણનો હેતુ રહે છે. એમાં વિપર્યય અથવા અદલાબદલી થતી. નથી. જે ભવનો હેતુ હોય તે ક્યારેય નિર્વાણનો હેતુ બની શકે નહિ અને તેવી જ રીતે જે નિર્વાણનો હેતુ હોય તે ક્યારેય સંસારનો હેતુ બની શકે નહિ. અજ્ઞાનને લીધે અજ્ઞાનીઓ દ્વારા તેવો વિપર્યય થઈ જાય, પરંતુ જ્ઞાની મહાત્માઓનું દર્શન વિશુદ્ધ હોવાથી તેઓ તેમાં મૂંઝાતા નથી. [૮૨૩] તીર્થગ્રામહેતુત્વે વત્ સ ર્ચ ઇક્તિ છે
यच्चाहारकहेतुत्वं संयमस्यातिशायिनः ॥१४६॥ [૮૨૪] તા:સંયમ સ્વદે યત્ર પૂર્વ: |
उपचारेण तद्युक्तं स्याद् घृतं दहतीतिवत् ॥१४७॥ અનુવાદ : સમ્યકત્વને તીર્થંકર નામકર્મનો હેતુ કહેવામાં આવે છે, અતિશય ઉત્કૃષ્ટ સંયમને આહારક નામકર્મના હેતુ તરીકે, તથા એ રીતે પૂર્વનાં તપ અને સંયમને સ્વર્ગના હેતુ કહ્યાં છે તે ઉપચારથી ઘટે છે જેમ “ધી બળે (બાળ) છે' એવું કથન ઉપચારથી ઘટે છે તેમ,
વિશેષાર્થ : વ્યવહારનયવાળા સમ્યકત્વ, તપ, સંયમ વગેરેને શુભ આશ્રવ કહે છે તેનું તાત્પર્ય અહીં સ્પષ્ટ કરવામાં આવ્યું છે, કારણ કે તપ, સંયમ વગેરે જે મોક્ષ હેતુહોય તે ભવહેતુ બની ન જ શકે. આશ્રવ અને સંવર વિશે વિચારતાં અહીં ત્રણ બાબતો આપવામાં આવી છે જે ઉપચારથી સમજવાની છે.
Jain Education Interational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org