________________
અધ્યાત્મસાર
છે. આવશ્યકાદિ ક્રિયાઓ શરીર દ્વારા થાય છે. એટલે એમાં કાયાનો વ્યાપાર છે. આમ આ બધી બાહ્ય ક્રિયાઓ તે પુગલોનો વ્યવહાર છે. તે પુગલો સંવરનું ફળ આપી શકે નહિ. સંવર આત્માનું પરિણામ છે. સંવર પુદ્ગલાત્મક હોઈ શકે નહિ. સંવર તો આત્મામાં રહેલા જ્ઞાનાદિ ગુણોથી ઉદ્ભવે છે.
વસ્તુતઃ નિશ્ચયનય આત્માના જ્ઞાનાદિ ગુણો અને પરિણામ ઉપર ભાર મૂકે છે અને કહે છે એ સંવરભાવને ઉત્પન્ન કરે છે. સંવરભાવ આત્મામાં રહેલો છે.
વ્યવહારનય શાસ્ત્રાભ્યાસ, ગુરુનો વિનય, આવશ્યકાદિ ક્રિયાઓને આત્મામાં સંવરભાવ ઉત્પન્ન થવા માટેનાં નિમિત્ત કારણ તરીકે બતાવે છે. નિશ્ચયનય જ્ઞાનાદિને ઉપાદાન કારણ માને છે. નિશ્ચયનયા નિમિસ કારણને મહત્ત્વ આપતો નથી. - શાસ્ત્રાભ્યાસ, ગુરુનો વિનય અને આવશ્યકાદિ બાહ્ય ક્રિયાઓથી આત્મામાં સંવરભાવ અવશ્ય ઉદ્ભવે જ એવું નથી. એ બધું કરવા છતાં સંવરભાવ ન પણ ઉદ્દભવે. પરંતુ અન્ય પક્ષે એ પણ લક્ષમાં રાખવું જોઈએ કે શાસ્ત્રાભ્યાસ, ગુરુનો વિનય અને આવશ્યકાદિ ક્રિયાથી સંવરભાવ ન જ ઉત્પન્ન થાય એવું પણ નથી. એટલે નિશ્ચયનય અધૂરો સમજીને શાસ્ત્રાભ્યાસ, ગુરુનો વિનય, આવશ્યકાદિ ક્રિયાઓ છોડી દેવાની એકદમ ઉતાવળ ન કરવી જોઈએ. પરંતુ અંતે નિશ્ચયમાં જ સ્થિર થવાનું છે એ પણ લક્ષમાં રહેવું જ જોઈએ. [૨] નાનાવિધાયુપુ સુમોષ તદૂતમ્ |
संवरत्वं समारोप्य स्मयन्ते व्यवहारिणः ॥१४३॥ અનુવાદ : જ્ઞાનાદિ ભાવથી યુક્ત એવા શુભ યોગોમાં, એમાં રહેલા સંવરપણાનો આરોપ કરીને વ્યવહારવાદીઓ ગર્વ કરે છે.
વિશેષાર્થ : નિશ્ચયનય કહે છે કે વસ્તુતઃ આત્માના જ્ઞાનાદિભાવમાં જ સંવરત્વ છે. પરંતુ વ્યવહારનયવાળા જ્ઞાનાદિભાવયુક્ત શુભયોગોમાં જ સંવરત્વનું આરોપણ કરે છે. શાસ્ત્રાભ્યાસ, ગુરુનો વિનય, આવશ્યકાદિ ક્રિયાઓ, સમિતિગુપ્તિ ઇત્યાદિ શુભયોગો છે. નિશ્ચયનય કહે છે કે આવા શુભયોગોને સંવર' તરીકે ઓળખાવીને વ્યવહારનયવાળા મિથ્યાભિમાન કરે છે. તેઓએ શુભયોગોને “જ્ઞાનાદિભાવયુક્ત એવું વિશેષણ આપ્યું, પરંતુ તેથી બાહ્યયોગો સંવરરૂપ બની શકતા નથી. સંવર તો આત્માનો ભાવ છે. તે પુગલ સ્વરૂપ નથી.
અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે જ્ઞાનાદિ ભાવો આત્મામાં હોય તો જ તે સંવરરૂપ બની શકે. એની સાથે શુભયોગો જોડાયેલા હોય તો તેથી શુભયોગો પોતે સંવરરૂપ બની શકતા નથી. [૨૧] પ્રતરાજપુપુ વારિત્રાવિશુષ્યિપિ |
शुभाश्रवत्वमारोप्य फलभेदं वदन्ति ते ॥१४४॥ અનુવાદ : પ્રશસ્ત રાગ વડે યુક્ત ચારિત્રાદિ ગુણોમાં પણ શુભ આશ્રવપણાનો આરોપ કરીને તેઓ ફળનો ભેદ કહે છે.
૪૯
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org