________________
પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર
તેવી રીતે અહિંસાદિને સંવર તરીકે ઓળખાવે છે અને શાસ્ત્રાદિને તેના અંગરૂપ કહે છે. પરંતુ નિશ્ચયનય આ વિષયોને નહિ, પણ આત્માના તેવા પ્રકારના ભાવને જ મુખ્ય ગણી ભાવ-આશ્રવ અને ભાવસંવરને જ યથાર્થ આશ્રવ-સંવર તરીકે ઓળખાવે છે. તે અજ્ઞાનને ભાવ-આશ્રવના અંગરૂપ અને જ્ઞાનને ભાવસંવરના અંગરૂપ કહે છે.
[૮૧૮] શાસ્ત્ર પુરોશ વિનયં યિામાવશ્યાનિ ચ ।
संवरांगतया प्राहुर्व्यवहारविशारदाः ॥ १४१॥
અનુવાદ : વ્યવહાર(નય)ના વિશારદોએ શાસ્ર, ગુરુનો વિનય, ક્રિયા તથા આવશ્યકોને સંવરનાં અંગરૂપ કહ્યાં છે.
વિશેષાર્થ : વ્યવહારનય કર્મ બંધાતું અટકાવવા, કર્મપુદ્ગલોના નિરોધ માટે સંવરના અંગ તરીકે શાસ્ત્ર, ગુરુનો વિનય, તથા પ્રતિક્રમણ, પડિલેહણ વગેરે આવશ્યક ક્રિયાઓને ગણાવે છે.
શાસ્ત્રાભ્યાસથી જીવમાં સંવરનો ભાવ ઉત્પન્ન થાય છે. શાસ્ત્રાભ્યાસથી મોક્ષમાર્ગની ઓળખાણ થાય છે, હેય અને ઉપાદેયની સમજ પડે છે. કર્મો કેવી રીતે બંધાય છે અને કેવી રીતે તેનો ક્ષય થાય છે, કેવી રીતે તેને અટકાવી શકાય છે એ પણ શાસ્ત્રથી સમજાય છે અને આ રીતે જીવમાં સંવરનો ભાવ નિષ્પન્ન કરવામાં શાસ્ત્રો પ્રબળ નિમિત્ત બને છે. ગુરુ ભગવંત પ્રત્યેના વિનયથી જીવનો માનકષાય મંદ પડે છે, લઘુતા આવે છે અને ચિત્તમાં સમ્યક્ પરિણામ રહ્યા કરે છે. એ આત્મામાં સંવરના ભાવ પેદા કરે છે કે જેથી ભારે કર્મો બંધાઈ ન જાય તે માટેની જાગૃતિ આવે છે. શાસ્ત્રોક્ત ક્રિયાઓ, જિનેશ્વર ભગવાનની સ્તુતિ, ગુરુવંદન, પ્રતિક્રમણ, પચ્ચખ્ખાણ ઇત્યાદિ આવશ્યકાદિ ક્રિયાઓ પણ સંવરનો ભાવ ઉત્પન્ન થવામાં નિમિત્તરૂપ બને છે. આમ, વ્યવહારનય પ્રમાણે આવી બધી બાહ્ય ક્રિયાઓ દ્વારા કર્મોને આવતાં અટકાવવાનું કાર્ય સારી રીતે થાય છે. એટલે આ બધાં સાધનોને સંવરના અંગરૂપ કહેવામાં આવે છે. જીવમાં સંવરનો ભાવ નિષ્પન્ન થવામાં તે મોટાં પ્રબળ નિમિત્તરૂપ બને છે.
આ મત વ્યવહારનયમાં માનવાવાળાઓનો છે. નિશ્ચયનય આ જ વાતને જુદી રીતે જુએ છે. હવે પછીના શ્લોકોમાં તે વિશે બતાવવામાં આવ્યું છે.
[૮૧૯] વિશિણ વાર્તાનુ સ્વાન્તપુદ્રનાસ્તે ભાવદા:।
ये तु ज्ञानादयो भावाः संवरत्वं प्रयान्ति ते ॥१४२॥
અનુવાદ : વાણી, શરીર અને મન(સ્વાન્ત)ના જે વિશિષ્ટ પુદ્ગલો છે તે ફળને વહન કરનારા નથી, પરંતુ જે જ્ઞાનાદિ ભાવો છે તે સંવરપણું પામે છે.
વિશેષાર્થ : નિશ્ચયનય કહે છે કે શાસ્ત્રાભ્યાસ, ગુરુનો વિનય અને આવશ્યકાદિ ક્રિયાઓ એ બધી બાહ્ય ક્રિયાઓ છે. તે પુદ્ગલોનો વ્યાપાર છે. શાસ્ત્રાભ્યાસ કરતી વખતે, બોલાતી કે સંભળાતી શાસ્ત્રની ગાથાઓમાં વાણીનો ઉપયોગ થાય છે. એ બધો વચનવ્યાપાર છે. એમાં વચનવર્ગણાના પુદ્ગલોનો વ્યવહાર છે. ગુરુ પ્રત્યેનો વિનય એ માનસિક વ્યાપાર છે. એટલે એમાં મનોવર્ગણાના પુદ્ગલોનો વ્યવહાર
Jain Education International2010_05
૪૬૫
For Private & Personal Use Only
www.jainelibrary.org