________________
અધ્યાત્મસાર
આશ્રવના હેતુરૂપ છે તે આશ્રવના જ રહેવાના. તે ક્યારેય સંવરના હેતુરૂપ બની શકે નહિ. તેવી જ રીતે જે અધ્યવસાયો સંવરના હેતુરૂપ છે તે સંવરના જ રહેવાના. તે ક્યારેય આશ્રવના હેતુરૂપ બની શકે નહિ. બાહ્ય હિંસાદિ કે અહિંસાદિ ક્રિયાઓમાં બંને વિકલ્પોની શક્યતા હોવાથી આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે જે આશ્રવ છે તે જ પરિશ્રવ એટલે સંવર છે. એનું તાત્પર્ય એ છે કે હિંસાદિ અને અહિંસાદિ બંને આશ્રવનાં તેમજ સંવરનાં સ્થાન બની શકે છે. [૮૧૬] તેમનિયર્તિ રૂપ વીતષ સર્વથા !
नियतौ भाववैचित्र्यादात्मैवाश्रवसंवरौ ॥१३९॥ અનુવાદ : એટલે બાહ્ય હેતુઓમાં સર્વથા અનિયત રૂપ છે. ભાવના વિચિત્રપણાને લીધે આત્મા જ આશ્રવ અને સંવરરૂપે નિયત છે.
વિશેષાર્થ : બાહ્ય હિંસાદિ હેતુઓમાં સર્વથા આશ્રવ જ હોય અને અહિંસાદિ હેતુઓમાં સંવર જ હોય એવું નથી. બાહ્ય હેતુઓમાં આશ્રવ અને સંવરનું સ્વરૂપ અનિયત છે. બાહ્ય હેતુઓમાં આશ્રવા હોય જ નહિ કે સંવર હોય જ નહિ એવું નથી. કોઈ ઉદાહરણમાં તેમ હોઈ પણ શકે. પણ તેનો નિયમ નથી. માટે જ તેનું સ્વરૂપ અનિયત છે એમ અહીં કહેવામાં આવ્યું છે.
વસ્તુતઃ આત્મામાં વિવિધ પ્રકારના વિલક્ષણ ભાવો નિષ્પન્ન થાય છે. એટલે જે ભાવ આશ્રવરૂપ હોય તે ભાવાશ્રવ અને જે ભાવ સંવરરૂપ હોય તે ભાવસંવર એવું અવશ્ય નિયત થઈ શકે. એટલે ભાવાશ્રવ અને ભાવસંવર એ બંને આત્માના જ પરિણામ છે. એમાં આશ્રવનું પરિણામ ક્યારેય સંવર બનતું નથી કે સંવરનું પરિણામ આશ્રવ બનતું નથી. બંને પ્રકારનાં પરિણામો નિયત હોય છે. વળી બંને પ્રકારનાં પરિણામો આત્માથી જુદાં નથી. એટલે આત્મા જ આશ્રવ છે અને આત્મા જ સંવર છે એમ કહી શકાય.
[૮૧૭] અજ્ઞાનાદિષયાસતો વધ્યતે વિષચૈતુ ન !
ज्ञानाद्विमुच्यते चात्मा न तु शास्त्रादिपुद्गलात् ॥१४०॥ અનુવાદ : વિષયમાં આસક્ત થયેલો આત્મા અજ્ઞાનથી બંધાય છે, પણ વિષયો વડે બંધાતો નથી. આત્મા જ્ઞાનથી મુક્ત થાય છે, પરંતુ શાસાદિ પુદ્ગલથી નહિ. ' વિશેષાર્થ : વ્યવહારનય હિંસાદિને આશ્રવરૂપ અને અહિંસાદિને સંવરરૂપ માને છે, પરંતુ નિશ્ચયનય કહે છે કે આત્માનાં પોતાનાં શુભાશુભ પરિણામ એ જ આશ્રવ અને સંવરરૂપ છે. બાહ્ય વિષયોથી જીવ કર્મ બાંધે છે એમ નહિ કહી શકાય, પરંતુ અજ્ઞાનથી જીવ કર્મથી બંધાય છે. તેવી રીતે શાસ્ત્ર વગેરે પુદ્ગલ પદાર્થોથી જીવ કર્મ બાંધતો અટકે છે એમ નહિ કહી શકાય, પરંતુ જીવ જ્ઞાનથી કર્મ બાંધતો અટકે છે. (શ્લોકમાં વિમુચ્યતે શબ્દ છે, એટલે કે “કર્મથી મુક્ત થાય છે', તે નિર્જરાના અર્થમાં નથી, પણ સંવરના અર્થમાં છે.)
વ્યવહારનય હિંસાદિને આશ્રવ તરીકે ગણે છે અને વિષયોને આશ્રવના અંગ તરીકે ઓળખાવે છે.
૪૬૪
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org