SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર [૮૧૩] નિમિત્ત માત્રભૂતાતુ હિંસાહિંસાવિત્રાઃ | ये परप्राणिपर्याया न ते स्वफलहेतवः ॥१३६॥ અનુવાદ: હિંસા, અહિંસા વગેરે સર્વ માત્ર નિમિત્તભૂત છે. જે પરસ્ટાણીના પર્યાયો છે તે પોતાના ફળના હેતુરૂપ નથી. વિશેષાર્થ : અગાઉ જોયું તેમ વ્યવહારનય પ્રમાણે હિંસાદિ આશ્રવરૂપ છે અને અહિંસાદિ સંવરરૂપ છે. પરંતુ નિશ્ચયનય કહે છે કે હિંસા અને અહિંસા એ પરપ્રાણીના પર્યાયો છે. જે પ્રાણીની હિંસા થવાની હોય તે પ્રાણીના પર્યાય તે હિંસા. જે પ્રાણીનું રક્ષણ થવાનું હોય તે પ્રાણીના પર્યાય તે અહિંસા. આ પરપ્રાણીના પર્યાયો આત્માને સુખદુ:ખાદિરૂપ ફળ ન આપી શકે. આત્મામાં પોતાનામાં ઉદ્દભવતા ભાવો તે જ આશ્રવરૂપ છે કે સંવરરૂપ છે. બાહ્ય હિંસા-અહિંસાદિ તેમાં માત્ર નિમિત્ત બને છે. [૧૪] વ્યવહારવિમૂઢતુ હેતૂસ્તાનેવ बाह्यक्रियारतस्वान्तस्तत्त्वं गूढं न पश्यति ॥१३७॥ અનુવાદઃ વ્યવહારથી વિમૂઢ થયેલો તે તેને (હિંસાદિકને) જ હેતુરૂપ માને છે. જેનું પોતાનું અંતઃકરણ બાહ્યક્રિયામાં રત છે તે ગૂઢ તત્ત્વને જોતો નથી. ' વિશેષાર્થ : ગ્રંથકારશ્રી અહીં કહે છે કે જેઓ વ્યવહારનયને જ મુખ્ય માને છે અને એને માટે જ હઠાગ્રહ સેવે છે તથા નિશ્ચયનય પ્રત્યે પૂર્વગ્રહ ધરાવે છે એવા વિમૂઢ લોકો બાહ્ય ક્રિયાઓમાં જ રચ્યાપચ્યા રહે છે. તેઓ હિંસાદિને જ આશ્રવના હેતુ અને અહિંસાદિને સંવરના હેતુ તરીકે માને છે. તેઓ કર્મનો બંધ થવામાં અને કર્મબંધને અટકાવવામાં આત્માની કેવી ભાવદશા અથવા પરિણતિ હેતુરૂપ બને છે તે ગૂઢ રહસ્યને સમજી શકતા નથી. વસ્તુતઃ જેઓને આત્મતત્ત્વની અને કર્મસિદ્ધાન્તની યથાર્થ સમજણ હોય તથા સ્કૂલ અને સૂક્ષ્મ હેતુઓને પારખવાની શક્તિ હોય તેઓ તત્ત્વના આવા ગૂઢ રહસ્યને પામી શકે છે. [૮૧૫] તુવં પ્રતિપદ્યને નૈવૈતે નિયમપૂઃ | થાવત્ત આશ્રવાઃ પ્રસ્તાવન્તો દિપરિશ્રવાઃ શરૂટો અનુવાદ : નિયમને સ્પર્શ નહિ કરનારા આ (હિંસાદિ) હેતુત્વને પામતા નથી. (આગમમાં) જેટલા આશ્રવો કહ્યા છે તેટલા જ સંવર (પરિશ્રવો) પણ કહેલા છે. વિશેષાર્થ : વ્યવહારનય બાહ્ય હિંસાદિ ક્રિયાને આશ્રવના હેતુરૂપ માને છે અને અહિંસાદિને સંવરના હેતુરૂપ માને છે. પરંતુ એવો અફર નિયમ નથી. હિંસાદિ કવચિત સંવરનો હેતુ પણ બની શકે છે અને તેવી રીતે અહિંસાદિ પણ કવચિત્ આશ્રવનો હેતુ પણ બની શકે છે. આમ બાહ્ય હિંસાદિ આશ્રવ અને સંવર બંનેના હેતુ બની શકે અને તેવી રીતે બાહ્ય અહિંસાદિ પણ સંવર અને આશ્રવના હેતુ બની શકે. આત્માનો અધ્યવસાય કેવા પ્રકારનો છે તેના ઉપર આધાર રહે છે. બાહ્ય ક્રિયામાં આશ્રવ-સંવર અંગે દઢ નિયમ થઈ શકતો નથી, પણ આત્માના અધ્યવસાયો માટે તો અફર નિયમ છે જ કે જે અધ્યવસાયો ૪૩ For Private & Personal Use Only Jain Education Interational 2010_05 www.jainelibrary.org
SR No.004605
Book TitleAdhyatmasara
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2004
Total Pages598
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy