________________
પ્રબંધ પાંચમો, અધિકાર પંદરમો : યોગ – અધિકાર
મુનિ કહેવાશે ? ના, એમ પણ નહિ કહેવાય, કારણ કે મુનિ બનવા માટે માત્ર સાવદ્ય પ્રવૃત્તિનો ત્યાગ કરીને અટકી જવાનું નથી. સાવદ્ય પ્રવૃત્તિનો ત્યાગ એ તો પ્રાથમિક શરત છે. પરંતુ પછી મુનિ થવા માટે તો એણે સંયમાદિ વ્રતોની ઉપાસના કરવી પડશે.
કોઈ મુનિથી આધાકર્માદિ સાવદ્ય પ્રવૃત્તિ થઈ જાય તો તેનું મુનિપણું મટી જાય ? ના, એટલા માત્રથી તેનું મુનિપણું મટી જતું નથી. વસ્તુતઃ મુનિએ જે સાધના કરવાની છે તે રાગદ્વેષથી પર થવા માટેની છે. જયાં સુધી જીવનમાં સમતા આવતી નથી ત્યાં સુધી રાગદ્વેષથી પર થવાતું નથી. આ સમતાની સાધના પણ
જ્યારે ઉત્કૃષ્ટ કોટિએ પહોચે છે ત્યારે મુનિ જ્ઞાનયોગી બને છે. એટલા માટે મુનિજીવનમાં પણ આદર્શ તો જ્ઞાનયોગી બનવાનો છે. એ દશા જ પરમાત્મ-સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવે છે. [૫૩૧] વિષયેષુ ન વા વા તેથી વા મૌનમસ્કૂલે !
समं रूपं विदस्तेषु ज्ञानयोगी न लिप्यते ॥३७॥ અનુવાદ : વિષયોને વિશે રાગી કે દ્વેષી ન હોવાથી તે મુનિપણું પામે છે; તેને (વિષયોને) સમભાવે જાણીને જ્ઞાનયોગી લેવાતા નથી.
વિશેષાર્થ : જ્ઞાનયોગી કેવા હોય છે ? તેઓ સાંસારિક વિષયો પરત્વે રાગી પણ નથી હોતા કે દ્વેષી પણ નથી હોતા. સામાન્ય વ્યવહારમાં સાંસારિક વ્યક્તિને કોઈક વિષયને માટે કાં તો રાગ હોય છે અને કાં તો ષ હોય છે. દ્વેષથી મુક્ત થવું તેના કરતાં રાગથી મુક્ત થવું વધુ અઘરું છે. પરંતુ રાગ અને ષ બંનેથી મુક્ત થવું એ તો એથી પણ વધુ કઠિન છે. જ્ઞાનયોગીઓની રાગદ્વેષથી મુક્ત થવાની સાધના હોય છે અને તેથી તેઓ સાચા અર્થમાં મુનિપણાને પામે છે. જ્ઞાનયોગીઓ વિષયોને યથાર્થ સ્વરૂપે અનાસક્ત ભાવે જુએ છે. વિષયો પ્રત્યે તેમની સમદષ્ટિ હોય છે. આવા જ્ઞાનયોગી મહાત્મા પૂર્વબદ્ધ કર્મના ઉદયને કારણે સુખ ભોગવતા દેખાતા હોય તેવું ક્યારેક લાગવાનો સંભવ છે. પણ ત્યારે પણ તેઓ તેમાં રસ લેતા નથી કે લેખાતા નથી. આ બધી પુગલની માયા છે એમ તેઓ સ્પષ્ટ સમજતા હોય છે. એટલે જ અંદરથી તો તેઓ એવા જ અલિપ્ત રહેતા હોય છે. [૫૩૨] સતત્ત્વચિન્તય યfમસમન્વીતા ને |.
__ आत्मवान् ज्ञानवान् वेदधर्मब्रह्ममयो हि सः ॥३८॥ અનુવાદ : તત્ત્વચિંતનપૂર્વક જેણે આ (વિષયો) સ્વીકાર્યા (સ્વવશ કર્યા છે તે આત્મવાન, જ્ઞાનવાન, વેદવાન, ધર્મવિદ્ અને બ્રાહ્મવિહુ જ છે.
વિશેષાર્થ : આવા જ્ઞાનયોગીઓ માટે જે જુદા જુદા શબ્દો જૈન દર્શન અને અન્ય દર્શનમાં પ્રયોજાયા છે તે વસ્તુતઃ યોગ્ય અર્થમાં યોગ્ય રીતે જ પ્રયોજાયા છે અને તે રીતે જ સમજવાની આવશ્યકતા છે.
આવા જ્ઞાનયોગીઓએ પદાર્થમાં રહેલા તત્ત્વની વિચારણા કરીને વિષયોને સ્વવશ કર્યા હોય છે. વિષયોએ તેમને વશ નથી કર્યા હોતા. તેમનું જીવન જ એવું અનોખું અને પવિત્ર હોય છે કે શબ્દાદિ વિષયો અર્થાત્ વિવિધ પ્રકારના કામભોગો તેમને વશ કરી શકતા નથી. આવા જ્ઞાનયોગીને કોઈ
૩૦૧ For Private & Personal Use Only
Jain Education International 2010_05
www.jainelibrary.org