________________
અધ્યાત્મસાર
આત્મવાનું કહે તો તે યોગ્ય જ છે, કારણ કે તેઓ પોતાના આત્મ-સ્વરૂપમાં જ રમણતા કરતા હોય છે. તેમની દેહદષ્ટિ નીકળી ગઈ હોય છે. દેહ અને આત્મા ભિન્ન છે એવો જેઓ સાક્ષાત અનુભવ કરી ચૂક્યા છે અને કરે છે અને જ્ઞાતાદષ્ટાભાવમાં રહે છે તેઓ વસ્તુતઃ આત્મવાનું છે. આત્મા જ્ઞાનસ્વરૂપ છે, જ્ઞાનમય છે એવું તેઓ જાણે છે અને અનુભવે છે એટલે તેઓને “જ્ઞાનવાન' પણ કહેવામાં આવે છે. તેઓ “વેદવાનું' છે. વૈદિક દર્શનવાળા પણ આવા જ્ઞાનયોગીને “વેદવાનું કહે છે, કારણ કે તેઓ વેદવિદ્ અર્થાત્ વેદને જાણનાર હોય છે. જૈન દર્શન પ્રમાણે “વેદ” એટલે આગમગ્રંથો. આવા જ્ઞાનયોગીઓ આચારાંગાદિ આગમશાસ્ત્રોના સમર્થ જ્ઞાતા હોવાથી તેઓને “વેદવા” કહી શકાય. તેઓએ આત્માનું વેદન અનુભવ્યું હોવાથી પણ વેદવાનું કહી શકાય. તેઓ ધર્મને-મોક્ષમાર્ગને જાણતા હોવાથી “ધર્મવિ પણ કહેવાય છે અને તેઓ બ્રહ્મને-આત્માને અને આત્માના સુખને જાણતા હોવાથી “બ્રહ્મવિત્' પણ કહેવાય છે. આમ શબ્દો જુદા જુદા હોવા છતાં તેમાં ભાવ એકસરખો છે. [૩૩] વૈષમ્યુવી નમજ્ઞાન નિન્ન જ્ઞાનયોનિઃ |
_ विषयांस्ते परिज्ञाय लोकं जानन्ति तत्त्वतः ॥३९॥ અનુવાદ : જ્ઞાનયોગીઓ વિષમતાના બીજરૂપ અજ્ઞાનનો નાશ કરે છે. તેઓ વિષયોને ઓળખીને લોકસ્વરૂપને તત્ત્વથી જાણે છે.
વિશેષાર્થ : લૌકિક દૃષ્ટિએ જોઈએ તો આ જગત પાર વગરની વિષમતાઓથી ભરેલું છે. કોઈ ગરીબ છે, કોઈ શ્રીમંત છે, કોઈ ઊંચ છે, કોઈ નીચ છે, કોઈ સુખી છે તો કોઈ દુ:ખી છે. આ વિષમતાઓ જે દેખાય છે તે મોહદષ્ટિને કારણે દેખાય છે. અજ્ઞાનને કારણે પદાર્થો ઇષ્ટાનિષ્ટ જણાય છે. એક વખત અજ્ઞાનનો નાશ થાય, તત્ત્વદૃષ્ટિ પ્રાપ્ત થાય એટલે વિષમતાઓ પછી વિષમરૂપે જણાતી નથી. અજ્ઞાનનો નાશ થાય એટલે પારમાર્થિક દૃષ્ટિથી જોતાં વિષમતાનો પણ નાશ થાય છે. વિષમતાનું ઉત્પત્તિકારણ તે અજ્ઞાન છે. અજ્ઞાન દૂર થતાં જ્ઞાનદૃષ્ટિ પ્રાપ્ત થાય છે. જ્ઞાનદષ્ટિથી જગતમાં બધું સમરૂપ, વ્યવસ્થિત જણાય છે. જ્ઞાનયોગીઓ પાસે આવી તત્ત્વદૃષ્ટિ હોય છે. એવી તત્ત્વદષ્ટિથી જ સમગ્ર લોકના સ્વરૂપને તેઓ જાણતા હોય છે. એથી જ તેઓ સમગ્ર લોકને જ્ઞાતાદૃષ્ટાભાવથી નિહાળે છે. પિ૩૪] ફતશ્રાપૂર્વવિજ્ઞાનાગ્નિવીનંવિનોનિઃ |
ज्योतिष्मंतो भवन्त्येते ज्ञाननिषूतकल्मषाः ॥४०॥ અનુવાદ ઃ આમ અપૂર્વ વિજ્ઞાનથી ચિદાનંદના વિનોદવાળા તે (જ્ઞાનયોગી) જ્ઞાન વડે પાપનો નાશ કરનારા જ્યોતિષ્મત (જ્યોતિર્મય) થાય છે.
વિશેષાર્થ : અહીં જ્ઞાનયોગીઓના આત્મિક વિકાસનો પરિચય કરાવવામાં આવ્યો છે. જ્ઞાનયોગીઓ સમદષ્ટિ પ્રાપ્ત કરી, સમતા ધારણ કરી, આત્મસ્વરૂપમાં લીનતાપૂર્વક જે રમણતા કરે છે તેને પરિણામે તેઓ કોઈ અપૂર્વ વિજ્ઞાનથી ચિદાનંદની મસ્તી અનુભવે છે. આમ જ્ઞાનદશામાં તેઓ જેમ જેમ આગળ વધતા જાય છે તેમ તેમ તેઓનાં અશુભ કર્મોનો, પાપકર્મોનો ક્ષય થવા લાગે છે. જેમ જેમ તેઓ વિશુદ્ધ થતા જાય છે તેમ તેમ તેમની આત્મજ્યોતિ પરનું આવરણ ઘટતું જાય છે અને એ રીતે તેમનો આત્મા
૩૦૨ For Private & F
Jain Education Intemational 2010_05
nternational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org