________________
પ્રબંધ પાંચમો, અધિકાર પંદરમો : યોગ– અધિકાર
વિશેષ જ્યોતિર્મય બનતો જાય છે. પોતાની ઝળહળતી આત્મજ્યોતિનો તેઓને સાક્ષાત્કાર થવા લાગે છે. સમતાની સાધનામાં સ્થિર થવાથી તેઓની વિશુદ્ધિ વૃદ્ધિ પામતી જાય છે. [૩૫] તેનોબ્લેષાવિવૃદ્ધિ પામવૃદ્ધિતઃ |
भाषिता भगवत्यादौ सेत्थंभूतस्य युज्यते ॥४१॥ અનુવાદ ઃ પર્યાયના ક્રમની વૃદ્ધિથી તેજોલેશ્યાની થતી વૃદ્ધિ, જે ભગવતી વગેરે(સૂત્રો)માં કહેલી છે તે આવા(જ્ઞાનયોગી)ને જ ઘટે છે.
વિશેષાર્થ : ઉપાધ્યાયજી મહારાજે આ શ્લોક પોતાના ગ્રંથ “જ્ઞાનસારના મગ્નાષ્ટકમાંથી અહીં આપ્યો છે. જે સાધક વિકાસક્રમના પગથિયાં સતત ચડતો રહે છે તે સાધક ચિત્તની ઉત્તરોત્તર વધુ અને વધુ શક્તિ પ્રાપ્ત કરતો રહે છે. સાધુઓ પોતાના દીક્ષા-પર્યાયમાં વૃદ્ધિ પામતા રહે છે અને જેમ જેમ સંયમના માર્ગે તેઓ આરોહણ કરતા રહે છે તેમ તેમ તેમની વેશ્યાઓ વિશુદ્ધ થતી રહે છે. તેઓને ચિત્તનું વિશિષ્ટ સુખ પ્રાપ્ત થાય છે અને તેમનામાં લબ્લિસિદ્ધિ પણ પ્રગટ થવા લાગે છે. ભગવતીસૂત્ર તથા અન્ય શાસ્ત્રગ્રંથોમાં તેજોવેશ્યાની જે વાત આવે છે તે વાત આવા જ્ઞાનયોગીઓને ઘટે છે.
કૃષ્ણ, નીલ, કાપોત, પત (તેજો), પદ્મ અને શુકલ એમ છ પ્રકારની વેશ્યા બતાવવામાં આવે છે. લેશ્યા એટલે શુભાશુભ અધ્યવસાયોને કારણે ચિત્તમાંથી પ્રગટ થતી એક આભા. લશ્યાના દ્રવ્યલેશ્યા અને ભાવલેશ્યા એવા બે પ્રકાર બતાવવામાં આવ્યા છે.
આ છ વેશ્યાઓમાં કૃષ્ણ, નીલ, કાપોત એ અશુભ લેશ્યા છે અને પીત, પદ્મ અને શુકલ એ શુભ લેશ્યાઓ છે. ક્રોધી, પાપી, દુરાચારી માણસની વેશ્યા તરતમતા અનુસાર કૃષ્ણ (અર્થાત્ કાળા રંગની) કે નીલ કે કાપોત રંગની હોય છે. જ્ઞાની મહાત્માઓના વિશુદ્ધ, પવિત્ર ચારિત્રને કારણે એમનામાં તરતમતા પ્રમાણે અનુક્રમે પીત, પદ્મ કે શુકલ લેશ્યા પ્રગટ થાય છે. આમાં પીત વેશ્યાને તેજલેશ્યા પણ કહેવામાં આવે છે. વળી તેજલેશ્યા એક વિશિષ્ટ પ્રકારની લબ્ધિ પણ છે.
તે જો વેશ્યાનો એક અર્થ થાય છે ‘ચિત્તસુખનો લાભ”. “ધર્મબિન્દુ’ની ટીકામાં કહ્યું છે તેમ્નશ્ચિત્તસુરઉન્નક્ષમ્ | ચારિત્રવંત જ્ઞાનમગ્ન સાધુને ચારિત્રપર્યાયની જેમ જેમ વૃદ્ધિ થાય તેમ તેમ ચિત્તસુખની વિશેષ વૃદ્ધિ થાય છે. ભગવતી સૂત્રમાં જણાવ્યા પ્રમાણે ગૌતમસ્વામીના પ્રશ્નના ઉત્તરમાં ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું છે કે એક માસના ચારિત્રપર્યાયવાળા મુનિ વાનગંતર દેવોના સુખને ઓળંગી જાય છે. એમ અનુક્રમે બાર માસના ચારિત્રપર્યાયવાળા નિર્ગસ્થ શ્રમણ અનુત્તરોપપાતિક દેવોના સુખને ઓળંગી જાય છે. [૫૩] વિષમેડપિ મેક્ષી યઃ સ ાની સ ર પંડિત
जीवन्मुक्तः स्थिरं ब्रह्म तथा चोक्तं परैरपि ॥४२॥ અનુવાદ : જે વિષમને વિશે પણ સમદષ્ટિવાળા છે તે જ જ્ઞાની, તે જ પંડિત, તે જ | જીવનમુક્ત અને સ્થિર બ્રહ્મ છે. બીજાઓએ પણ તેમજ કહ્યું છે.
૩૦૩ For Private & Personal Use Only
Jain Education Intemational 2010_05
www.jainelibrary.org