________________
અધ્યાત્મસાર
વિશેષાર્થ : સંસારના સામાન્ય જીવો જેવું જુએ તેવું જ માને છે અને તેવું જ અનુભવે છે. સમગ્ર સંસાર વિષમતાઓથી અને વિચિત્રતાઓથી ભારોભાર ભરેલો છે. સંસારમાં ચોર્યાશી લાખ પ્રકારની યોનિના જીવો છે અને પ્રત્યેક યોનિના જીવો વચ્ચે પણ અનેક ભેદ છે. ફક્ત મનુષ્યોનો જ વિચાર કરીએ તો શરીર, રૂપ, રંગ, વિદ્યા, જાતિ, કુલ, ધન, સત્તા, વૈભવ ઇત્યાદિની દૃષ્ટિએ કેટલું બધું નોખાપણું છે. સમગ્ર જીવરાશિમાં તો અસંખ્ય પ્રકારની વિષમતા જોવા મળે છે. આ વિષમતા અનાદિ કાળથી ચાલી આવે છે અને અનંત કાળ સુધી રહેવાની છે. કોઈ એને દૂર કરવા સમર્થ નથી. પરંતુ આ બધા જીવો જીવતત્ત્વની, આત્મસ્વરૂપની દષ્ટિએ એકસરખા છે, સમાન છે, એમ જ્ઞાનીઓ આપણને કહે છે. હવે આવા વિષમતાવાળા બધા જીવોમાં રહેલું સમાન આત્મતત્ત્વ નિહાળવું એ ઘણી ઊંચી દશાની સમજણ માગી લે છે. કેટલાયે માણસો ડાહ્યું ડાહ્યું બોલતા હોય છે કે “બધા જીવો સરખા છે', પણ એમના વ્યવહારમાં એ ઊતરેલું હોતું નથી. વ્યવહારમાં તો પક્ષપાત, દ્વેષ, ધિક્કાર, કુટિલતા, અપમાન ઇત્યાદિ રહેલાં હોય છે. જેઓ બધામાં વિલસી રહેલા આત્મતત્ત્વને સમાનરૂપે નિહાળે છે અને એમનો જીવનવ્યવહાર પણ એવો જ વિવેકભર્યો, કરુણાસભર, વિશુદ્ધ હોય છે, એવા મહાત્માઓને ‘જ્ઞાની”, “પંડિત', ‘જીવનમુક્ત”, “સ્થિર બ્રહ્મ ઇત્યાદિ તરીકે ઓળખવામાં આવે છે. અન્ય ધર્મોમાં પણ આ વાત કહેવામાં આવી છે. [૫૩૭] વિવિનસંપન્ને બ્રહ્મ વિ ર્તિનિ !
शुनि चैव श्वपाके च पंडिताः समदर्शिनः ॥४३॥ અનુવાદ : પંડિતો (જ્ઞાનીઓ) વિદ્યા અને વિનયથી સંપન્ન એવા બ્રાહ્મણ, ગાય, હાથી, શ્વાન અને ચાંડાલ એ (સવ) પ્રત્યે સમદર્શી હોય છે.
વિશેષાર્થ : શ્રીમદ્ભગવદ્ગીતાના પાંચમા અધ્યાયનો આ ૧૮મો શ્લોક છે. સમદર્શી આત્મજ્ઞાની પંડિત મહાત્મા કેવા હોય તે સમજાવતાં કહેવામાં આવ્યું છે કે તેઓની સર્વ જીવો પ્રત્યે એકસરખી દૃષ્ટિ હોય છે. તેઓ મનુષ્ય અને મનુષ્ય વચ્ચે ઊંચનીચનો ભેદ કરતા નથી, એટલું જ નહિ મનુષ્ય અને પશુપક્ષીઓ વચ્ચે પણ ઊંચનીચનો ભેદ કરતા નથી. અલબત્ત, આ વિધાન વિશિષ્ટ અપેક્ષાથી યથાર્થ રીતે સમજવાની જરૂર છે.
માણસ જાતિથી બ્રાહ્મણ હોય અને તેમાં વળી વિદ્યાવાન હોય, શાસ્ત્રજ્ઞાની હોય, વળી તે વડીલો વગેરે પ્રત્યે આદરસત્કાર બતાવનાર, પૂજ્ય ભાવ ધારણ કરનાર વિનયી હોય એવા બ્રાહ્મણ પ્રત્યે, કે શ્વપાક અર્થાત ચાંડાલ પ્રત્યે એકસરખો સદ્ભાવ સમદર્શી જ્ઞાનીને હોય, એટલું જ નહિ, બ્રાહ્મણ હોય કે ચાંડાલ, ગાય હોય, હાથી હોય કે કૂતરું હોય, પશુઓમાં પણ બાહ્ય દૃષ્ટિએ તરતમતા હોય તો પણ એ સર્વ જીવો પ્રત્યે જ્ઞાની પંડિતો સમદર્શી હોય છે. તેઓ બધામાં રહેલા વિશુદ્ધ બ્રહ્મને, વિશુદ્ધ આત્માને નિહાળે છે અને તે પ્રમાણે વ્યવહાર કરે છે. તેમની કરુણાદેષ્ટિ સર્વ જીવો પ્રત્યે એકસરખી હોય છે.
કોઈકને પ્રશ્ન થાય કે શ્રીમદ્ભગવદ્ગીતા પ્રમાણે બધા જીવો જો એકસરખા હોય તો હિંદુ ધર્મમાં (અને જૈન ધર્મમાં પણ) કીડીની હત્યા કરતાં બ્રાહ્મણની હત્યામાં વધારે ભયંકર પાપ રહેલું છે એમ કેમ કહ્યું છે ? બ્રહ્મહત્યા, સ્ત્રીહત્યા, બાલહત્યા, ગોહત્યાને મોટા પાપ તરીકે કેમ ઓળખાવવામાં આવ્યાં છે ?
૩૦૪ For Private & Perso
Jain Education Intemational 2010_05
ation International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org