________________
પ્રબંધ પાંચમો, અધિકાર પંદરમો : યોગ– અધિકાર
જો બધા જીવો સરખા હોય તો બધી હત્યાનું પાપ એકસરખું ન હોવું જોઈએ ? અહીં આધ્યાત્મિક દૃષ્ટિ અને સાંસારિક દૃષ્ટિ વચ્ચેનો ફરક સમજવાનો છે. કેવળ આત્મિક દૃષ્ટિએ વિચારવામાં આવે તો બધા જીવોમાં એકસરખો આત્મા રહેલો છે. સાંસારિક દૃષ્ટિએ વિચારવામાં આવે તો બધા જીવો એકસરખા નથી. તેમાં કક્ષાભેદ છે. માત્ર પશુ અને મનુષ્ય વચ્ચે જ નહિ, મનુષ્ય અને મનુષ્ય વચ્ચે પણ કક્ષાભેદ રહેલો છે. કોઈ એમ કહે કે બધા જીવો એકસરખા છે, માટે કીડીને જેટલું ખાવાનું આપીએ તેટલું જ હાથીને આપવું જોઈએ. અથવા એથી વિપરીત રીતે કરવું જોઈએ, તો તે બરાબર નથી. ગાયને ઘાસ આપીએ તો બધાને ખાવા માટે ઘાસ આપી ન શકાય. આ બધું સાંસારિક, વ્યાવહારિક દૃષ્ટિથી વિચારવાનું રહે અને તેમાં ન્યાય-નીતિ, કર્તવ્ય-ધર્મ વગેરેની દૃષ્ટિએ પણ જોવાનું રહે. - પંડિતો સમદર્શી હોય છે એટલે એમના જીવનમાં અસદ્ વ્યવહાર હોતો નથી. ઊંચી આધ્યાત્મિક દષ્ટિ ખીલી હોય તો જ સર્વ જીવોમાં સમાન આત્માનું દર્શન થાય. માત્ર કહેવાથી તેવું દર્શન થઈ જતું નથી. જયાં આવી સમદર્શિતા આવે છે ત્યાં જ સ્થિતપ્રજ્ઞતા આવે છે. [૩૮] ફેવ સૈનિતઃ સ ષ સાચ્ચે સ્થિતં મનઃ |
निर्दोषं हि समं ब्रह्म तस्माद् ब्रह्मणि ते स्थिताः ॥४४॥ અનુવાદ: જેઓનું મન સમતાને વિશે સ્થિર રહેલું છે તેઓએ આ જન્મમાં જ સંસાર(સર્ગ)ને જીતી લીધો છે. બ્રહ્મ નિર્દોષ અને સમ છે. એટલે તેઓ બ્રહ્મને વિશે જ સ્થિર રહેલા છે.
વિશેષાર્થ : શ્રીમદ્ભગવદ્ગીતાના પાંચમા અધ્યાયનો ૧૯મો શ્લોક અહીં ટાંકવામાં આવ્યો છે. સર્વ જીવો પ્રત્યે સમદષ્ટિ કેળવવાનું આપણે ધારીએ એટલું સરળ નથી, પરંતુ જે મહાત્માઓ પોતાના મનમાં એવી સમદષ્ટિને, સમતાને સ્થિર કરી શક્યા છે તેઓ ખરેખર ધન્ય છે. તેઓએ તો જાણે આ ભવમાં જ સમગ્ર સંસારને જીતી લીધો છે. એટલે કે તેઓ જીવનમુક્ત બન્યા છે. સંસાર સાગરને તરી જવાની યોગ્યતા એમણે પ્રાપ્ત કરી લીધી છે.
એવા જ્ઞાની મહાત્માઓને સર્વત્ર બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે. સર્વત્ર ચૈતન્યતત્ત્વને તેઓ અનુભવી શકે છે. તેઓએ એવી ઉચ્ચ દશા પ્રાપ્ત કરી લીધી છે અને બ્રહ્મમાં, આત્મસ્વરૂપમાં તેઓ સ્થિર થઈ ગયા છે. આ બ્રહ્મતત્ત્વ સર્વત્ર નિર્દોષ અને સમત્વરૂપ છે.
જેઓ આત્મજ્ઞાની બન્યા છે તેઓ સંસારની દેખીતી વિષમતામાં પણ સમાનતાને નિહાળે છે અને અનુભવે છે. એવું નથી કે સંસારની વિષમતાની તેમને કશી ખબર નથી પડતી અથવા તેમની બુદ્ધિ એટલી મંદ છે. તેઓને સંસારની વિષમતાની પૂરી ખબર હોય છે અને તે સમજાય છે, પરંતુ તે તરફ તેમનું લક્ષ જતું નથી. એથી જ તેઓએ સંસારને જીતી લીધો છે એમ એક અપેક્ષાથી કહેવાય. [૫૩] = પ્રદૃષ્યયિં પ્રાણ નોસ્પ્રિાણ વાપ્રિય{I.
स्थिरबुद्धिरसंमूढो ब्रह्मविद्ब्रह्मणि स्थितः ॥४५॥ અનુવાદ : પ્રિય વસ્તુ પ્રાપ્ત કરીને હર્ષ પામતો નથી અને અપ્રિય વસ્તુ પ્રાપ્ત કરીને ઉદ્વેગ પામતો નથી એવો સ્થિર બુદ્ધિવાળો અને અસંમૂઢ બ્રહ્મવિતુ બ્રહ્મમાં સ્થિર રહે છે.
૩૦૫ For Private & Personal Use Only
Jain Education International 2010_05
www.jainelibrary.org