________________
અધ્યાત્મસાર
| વિશેષાર્થ : શ્રીમદ્ભગવદ્ગીતાના પાંચમા અધ્યાયનો ૨૦મો શ્લોક અહીં ટાંકવામાં આવ્યો છે. જેઓ બ્રહ્મવિત છે, બ્રહ્મજ્ઞાની છે તેઓ આત્મસ્વરૂપને જાણવાવાળા છે. તેઓની બુદ્ધિ અથવા પ્રજ્ઞા બ્રહ્મમાં સ્થિર થઈ ગઈ છે. જ્યારે સંમોહ ચાલ્યો જાય છે, મૂઢતા અદૃશ્ય થઈ જાય છે ત્યારે તેવા બ્રહ્મજ્ઞાનીઓ સમવયોગમાં હોય છે. કોઈ પણ પ્રિય કે અપ્રિય ઘટના કે એવી વસ્તુની પ્રાપ્તિ કે અપ્રાપ્તિ તેમની સમાધિને ખંડિત કરી શકતી નથી. સાંસારિક જીવોને પુત્રની પ્રાપ્તિ, ધનની પ્રાપ્તિ, પદ કે સત્તાની | પ્રાપ્તિની જે અભિલાષા હોય છે અને તે જ્યારે પ્રાપ્ત થાય ત્યારે તેમના હર્ષનો પાર નથી હોતો. એવા ધન્ય પ્રસંગો પ્રાપ્ત થાય ત્યારે તેઓ તેની ઊજવણી કરે છે અને રાજી રાજી થઈ જાય છે. હવે તો રાજી થવાનાં અને કરવાનાં સાધનો પણ વધ્યાં છે.) બીજી બાજુ સ્વજનનું મૃત્યુ, વેપારધંધામાં ખોટ, સ્પર્ધામાં પરાજય, આકસ્મિક આપત્તિ વગેરે અપ્રિય ઘટનાઓ સામાન્ય વ્યક્તિના જીવનમાં બને છે ત્યારે તેના ઉદ્વેગ, શોક, સંતાપ ઇત્યાદિનો પાર નથી હોતો. તેની મુખમુદ્રા જ તેની ચાડી ખાય છે. પરંતુ જેઓ આત્મસ્વભાવમાં રમે છે, જેમની મોહદષ્ટિ નીકળી ગઈ છે એવા આત્મજ્ઞાનીના જીવનમાં પ્રિય વસ્તુની પ્રાપ્તિથી હર્ષ નથી અને અપ્રિય વસ્તુની પ્રાપ્તિથી ઉગ નથી. એમની મુખમુદ્રા તો એમના આંતરિક સ્વભાવ મુજબ એવી જ સ્થિર અને પ્રસન્ન હોય છે. વસ્તુતઃ તેમને મન તો કશું જ પ્રિય કે અપ્રિય હોતું નથી. તેઓ પ્રિય-અપ્રિયના ભેદથી ઉપર ઊઠેલા હોય છે. પ્રિય અને અપ્રિયનો આપણે આપણી દૃષ્ટિથી વિચાર કરીએ છીએ.
આવી સમત્વની સાધના એક દિવસમાં થઈ જતી નથી, પરંતુ સતત આંતર અવલોકનથી, સંસારના સ્વરૂપના અવલોકનથી અને આત્મતત્ત્વને પામવા માટેના દઢ અને નિરંતર પુરુષાર્થથી તે આવે છે. એવી દશાનો સાક્ષાત્કાર કરવા માટે જેમ ભારે પુરુષાર્થની જરૂર છે તેમ એ દશામાં સ્થિર રહેવા માટે પણ એટલા જ પ્રમાદરહિત ભારે પુરુષાર્થની આવશ્યકતા છે. [૫૪] મર્યાવિયાં રોષાય વૈષણે સાવિનમ્
__निरपेक्षमुनीनां तु रागद्वेषक्षयाय तत् ॥४६॥ અનુવાદ : અર્વાગુદશામાં નીચેની દશામાં–કર્મયોગની દશામાં) વિષમતામાં સામ્યદર્શના રાખવું તે દોષને માટે થાય છે, પરંતુ નિરપેક્ષ મુનિઓને તો તે રાગદ્વેષના ક્ષય માટે થાય છે.
વિશેષાર્થ : જ્ઞાનયોગીની દશા ઘણી જ ઊંચી છે. પરંતુ અર્વાગ એટલે નીચેની દશામાં, વ્યવહારદશામાં કે કર્મયોગની દિશામાં વિષમતામાં સામ્યદર્શન કરવું અર્થાત્ સરખી દષ્ટિ – સમદષ્ટિ રાખવી એ દોષરૂપ ગણાય છે. આ એક મહત્ત્વનો મુદ્દો લક્ષપૂર્વક શાંત ચિત્તે સમજવા જેવો છે, નહિ તો ગેરસમજ થવાનો સંભવ રહે છે.
આ સંસાર વિષમતાઓથી ભરપૂર છે. વિષમતાઓ છે એટલે તો આપણે એને સંસાર કહીએ છીએ. સંસારમાં કોઈ ગરીબ છે, કોઈ તવંગર છે, કોઈ ઊંચ છે અને કોઈ નીચ છે, કોઈ બાળક છે અને કોઈ ! વૃદ્ધ છે, કોઈ સ્ત્રી છે અને કોઈ પુરુષ છે, કોઈ જ્ઞાની છે અને કોઈ અજ્ઞાની છે, કોઈ સ્વરૂપવાન છે અને કોઈ કદરૂપો છે. આવી તો અનેક પ્રકારની વિષમતા જોવા મળે છે. સંસારીજનો એ વિષમતાને વિષમતા તરીકે સ્વીકારે એ જ યોગ્ય છે. કોઈ ન્યાયાધીશ ગુનેગારને સજા ન કરે અને કહે કે “મારી નજરમાં તો
૩૦૬
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org