________________
પ્રબંધ પાંચમો, અધિકાર પંદરમો : યોગ – અધિકાર
બધા જીવો એકસરખા છે' અથવા કોઈ સામાન્ય પુરુષ એમ કહે કે “સ્વસ્ત્રી અને પરસ્ત્રી એવા ભેદ કરવામાં હું માનતો નથી, હું તો સમદષ્ટિથી જોઉં છું.” તો આવી સમદષ્ટિ ચલાવી ન લેવાય. એથી અરાજકતા અને અનર્થ જ થાય. એટલે વ્યવહારદશામાં અથવા કર્મયોગની દિશામાં વિષમતામાં સમદષ્ટિ દોષરૂપ જ ગણાય. કર્મયોગીઓએ જાતિ, કુલ વગેરેને સમજીને વ્યવહાર કરવો પડે છે.
પરંતુ જે મુનિ જ્ઞાનયોગી બન્યા છે તેઓને તો સંસારના બધા જીવોમાં એકસરખો આત્મા જણાય છે, કારણ કે તેમને સંસારમાં હવે કોઈ સ્વાર્થ નથી, કોઈ પ્રત્યે રાગ કે દ્વેષ નથી. તેઓ પોતાની આધ્યાત્મિક દશામાં લીન બનેલા છે. તેઓ જો કંઈ ભેદભાવ રાખે તો તે દોષરૂપ ગણાય. વસ્તુતઃ જેમ જેમ સમદષ્ટિ ખીલતી જાય તેમ તેમ રાગદ્વેષનો ક્ષય થતો જાય છે. સમદષ્ટિ પોતાનામાં ખીલી છે કે નહિ એ તો કસોટીના કાળમાં તરત પરખાઈ જાય છે. પોતાને જ એની આંતર્યતીતિ થાય છે. [૫૪૧] પયાતિ જ્ઞાન વિષયસૂચતામ્ |
छिद्यते भिद्यते वाऽयं हन्यते वा न जातुचित् ॥४७॥ અનુવાદ : રાગદ્વેષના ક્ષયથી જ્ઞાની વિષય-શૂન્યતાને પામે છે. તે કદાપિ છેદાતો, ભેદતો કે હણાતો નથી.
વિશેષાર્થ : આત્મજ્ઞાની મહાત્માને સંસારમાં કોઈ પ્રત્યે રાગ નથી કે કોઈ પ્રત્યે દ્વેષ નથી. ક્રોધ, માન, માયા અને લોભ એ કષાયો પણ એમના સાવ મંદ પડી ગાય હોય છે. આથી તેઓ સંસારના બધા જ વિષયોને અનાસક્તભાવે નિહાળે છે. જગતના વિવિધ વિષયો હવે તેમને શૂન્યવત્ ભાસે છે. તેઓ પોતાના આત્માના ઉપયોગમાં એટલા બધા સ્થિર થઈ ગયા હોય છે કે દેહ અને આત્મા તેમને સ્પષ્ટ ભિન્ન ભાસે છે. દેહ તે ક્ષણભંગુર પૌદ્ગલિક પદાર્થોનો બનેલો છે અને આત્મા તો અજર, અમર, અવિનાશી છે. તેઓ દેહાતીત અવસ્થામાં હોય છે. આવે વખતે ગજસુકુમાલની જેમ તેઓ સ્વસ્વરૂપમાં અભેદ અનુભવે છે. કોઈ મારણાન્તિક ઉપસર્ગ આવે તો તેઓ જરા પણ વિચલિત થતા નથી. મૃત્યુનો તેમને ડર નથી. જે નાશ થવાનો છે તે દેહનો થવાનો છે, પોતાના આત્માનો નહિ. એટલે આવા આત્મા ક્યારેય છેદાતા નથી, ભેદાતા નથી કે હણાતા નથી એમ કહેવાય છે. [૫૪૨) અનુમતિ નાતીત નૈવ ક્ષત્યનાતિમ્ |
___शीतोष्णसुखदुःखेषु समो मानापमानयोः ॥४८॥ અનુવાદ: તે (જ્ઞાનયોગી) ભૂતકાળ(અતીત)નું સ્મરણ નથી કરતા અને ભવિષ્ય(અનાગત)ની અભિલાષા નથી કરતા. તે શીત-ઉષ્ણમાં, સુખ-દુ:ખમાં, માન-અપમાનમાં સમભાવે રહે છે. ' વિશેષાર્થ : જ્ઞાનયોગી એટલે શ્રીમદ્ભગવદ્ગીતામાં જેને સ્થિતપ્રજ્ઞ કહ્યા છે તેવા મહાત્માઓ. તેઓ ભૂતકાળને સંભારતા નથી. ભૂતકાળમાં પોતે ભોગવેલા ભોગોનું જો સ્મરણ થાય તો તેથી વાસનાઓ ગૃત થવાનો સંભવ રહે છે. વળી તેઓ જો કાચાપોચા હોય તો પોતાની વર્તમાન સ્થિતિ માટે પશ્ચાત્તાપ અનુતાપ થવાનો સંભવ પણ રહે. ચિત્તમાં ગલગલિયાં થાય એવાં સંવેદનો ઊઠે. એવું સુખ
૩૦૭ For Private & Personal Use Only
Jain Education Intemational 2010_05
www.jainelibrary.org