________________
અધ્યાત્મસાર
વિશેષાર્થ : સાચી અને સારી રીતે મનઃશુદ્ધિ કોણ કરી શકે અને જે કરે તેને કેવો ઉત્કૃષ્ટ અનુભવ થાય તેનું કથન આ શ્લોકમાં કરવામાં આવ્યું છે. મનની શુદ્ધિ કરવી એ ઘણી જ કઠિન વાત છે. એવા ઉત્તમ કોટિના મનુષ્યો તે કરી શકે છે કે જેમણે ક્રોધ, માન, માયા અને લોભ એ ચારે કષાયો ઉપર વિજય મેળવ્યો હોય, જે માણસોનું મન કષાયોથી ખરડાયેલું છે તે તેને શુદ્ધ કે કષાયો ઉપરના વિજય ઉપરાંત તેઓ ગંભીર અને ઉદાત્ત હોવા જોઈએ. વળી તેઓ ઉદાર અને તીક બુદ્ધિવાળા હોવા જોઈએ. એવી બુદ્ધિ હોય તો જ સત અને અસતુ વચ્ચેનો ભેદ કે વિવેક કરવાની તેમનામાં શક્તિ આવે. તેઓ પ્રકૃતિએ શાંત અને ગંભીર હોવા જોઈએ. આવી રીતે પોતાના ચિત્તને તેઓ નિર્મળ બનાવી શકે. તેમનામાંથી મોહરૂપી અંધકાર ચાલ્યો ગયો હોય છે. એથી જ એમની આત્મજયોતિ નિર્ધમ, દેદીપ્યમાન, સ્થિર થઈ જાય છે. સ્વસ્વરૂપ પરમ આત્મજ્યોતિનાં દર્શનનો તેઓ અનુભવ કરી શકે છે. [૩૨૫] નિત૬gવશ્વ પર
धृतविशुद्धि मनो भवतीदृशम् । धृतिमुपेत्य ततश्च महामतिः
समधिगच्छति शुभ्रयशः श्रियम् ॥२२॥ અનુવાદ : દુષ્ટ વિકલ્પોની પરંપરા નાશ પામતાં અને વિશુદ્ધિ ધારણ કરાતાં મન જ્યારે આવા પ્રકારનું થાય છે, ત્યારે મહામતિવાળા વૈર્ય પામીને ઉજ્વળ યશલક્ષ્મીને પ્રાપ્ત કરે છે.
વિશેષાર્થ : મનઃશુદ્ધિ નામનો આ અધિકાર સમાપ્ત કરતાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ મનઃશુદ્ધિનો મહિમાં આ શ્લોકમાં દર્શાવે છે. દુષ્ટ અથવા અશુભ વિકલ્પોની પરંપરામાંથી ચિત્તને મુક્ત કરવાનું અને મુક્ત રાખવાનું સામર્થ્ય જ્યારે એવા મહાત્માઓ પ્રાપ્ત કરે છે ત્યારે તેમનું ચિત્ત વિશુદ્ધિ ધારણ કરે છે. એને લીધે તેમનામાં પૈર્ય પ્રગટ થાય છે. આમ ધૈર્ય અને પૈર્યના ગુણ વડે એવા મહામતિવાળા મહાત્માઓ પોતાના ચિત્તને વધુ અને વધુ શુદ્ધોપયોગમાં રાખવા લાગે છે. આવી રીતે ઉત્તરોત્તર થતા વિકાસને પરિણામે એવા મહાત્માઓ ઉજ્જવળ યશલક્ષ્મીને એટલે કે મોક્ષલક્ષ્મીને પ્રાપ્ત કરે છે. મનની વિશુદ્ધિ વિના શુદ્ધોપયોગ સંભવિત નથી અને શુદ્ધોપયોગ વિના મોક્ષગતિની પ્રાપ્તિ નથી. એટલે અધ્યાત્મમાર્ગમાં મનની વિશુદ્ધિ ઉપર યોગ્ય રીતે જ ભાર મૂકવામાં આવ્યો છે.
આ અધિકારના આ અંતિમ શ્લોકમાં પ્રાચીન પરંપરાનુસાર ગ્રંથકર્તા શ્રી યશોવિજયજી મહારાજે પોતાના યશ' નામને શ્લેષથી ગૂંથી લીધું છે.
इति मनःशुद्धि नामाधिकारः । મનઃશુદ્ધિ અધિકાર સંપૂર્ણ. રૂતિ તૃતીય: પ્રવિંધ: |
૧૭૮
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org