________________
પ્રબંધ ચોથો
અધિકાર બારમો 7 સભ્યત્વ અધિકાર 78
[૩૨૬] મન:શુદ્ધિ સવિલ્વે સત્યેવ પરમાર્થતા
तद्विना मोहगर्भा सा प्रत्यपायानुबंधिनी ॥१॥ અનુવાદ : પરમાર્થથી તો મનઃશુદ્ધિ સમ્યકત્વ સહિત હોય તો જ સાચી કહેવાય. તે વિના તો તે મોહગર્ભિત અને પ્રત્યપાય(પ્રતિ + અપાય અર્થાત્ પાપ)ના અનુબંધવાળી જ છે.
વિશેષાર્થ ઃ આગળના અધિકારમાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે મનઃશુદ્ધિનું સ્વરૂપ સમજાવ્યું. હવે સમ્યત્વ વિશેનો આ અધિકાર શરૂ કરતી વખતે આરંભમાં જ તેઓ પહેલી સ્પષ્ટતા એ કરે છે કે આધ્યાત્મિક આરાધનાના માર્ગમાં મન:શુદ્ધિ તો જ ઉપયોગી થાય જો તે સમ્યત્વ સહિત હોય.
શું સમ્યગ્દર્શન વિના મન:શુદ્ધિ ન સંભવી શકે ? સંભવી શકે, પણ એ મનઃશુદ્ધિ સમ્યગદર્શન માટે ભૂમિકારૂપ ન બની શકે. સંસારમાં અનેક પ્રકારના મનુષ્યો છે. કોઈક આર્ય, તો કોઈક અનાર્ય; કોઈક નાગરિક, તો કોઈક જંગલી; કોઈક વૃદ્ધ, તો કોઈક બાળક. એ દરેકના મનના ભાવોમાં ઓછીવત્તી મનની શુદ્ધિ સંભવી શકે છે. મનઃશુદ્ધિમાં આમ ઘણા પ્રકાર અને ઘણી તરતમતા રહે છે. પરંતુ ઘણા લોકોની મનઃશુદ્ધિ વ્યાવહારિક અને સામાન્ય પ્રકારી હોય છે. તે મોહયુક્ત, અભિમાનયુક્ત, અજ્ઞાનયુક્ત હોય છે. એવી મનઃશુદ્ધિ મિથ્યાત્વયુક્ત હોવાથી જીવને અપાય અર્થાત્ પાપાચરણ તરફ ઘસડી જાય છે. અધ્યાત્મના ક્ષેત્રમાં તેની ઉપયોગિતા નથી.
ઉચ્ચ પ્રકારની મનઃશુદ્ધિ સમ્યગદર્શનની પ્રાપ્તિ માટે આવશ્યક છે. વળી, સમ્યગદર્શનની પ્રાપ્તિ પછી પણ એ મનઃશુદ્ધિનું સાતત્ય અને સંવર્ધન રહેવું જોઈએ. અન્યથા સમ્યગદર્શન મલિન થઈ જાય છે. સમ્યગ્ગદર્શન સહિતની મનઃશુદ્ધિ જીવને મોક્ષમાર્ગમાં આગળ વધવા માટે સહાયક અને ઉપકારક નીવડે છે. | [૩૨૭] સર્વિહિતા પુત્ર શુદ્ધ વાનાવા: ક્રિયા:
तासां मोक्षफले प्रोक्ता यदस्य सहकारिता ॥२॥ 'અનુવાદ : દાનાદિ ક્રિયાઓ સમ્યકત્વ સહિત હોય તો જ શુદ્ધ છે. મોક્ષના ફળમાં તેઓને (ક્રિયાઓને) સહકાર આપનાર એ (સમ્યકત્વ) જ છે એમ કહ્યું છે. | વિશેષાર્થ : જગતમાં તપ, ત્યાગ, દાન, દયા, સંયમ, ભક્તિ વગેરે વિવિધ પ્રકારની ક્રિયાઓ કે પ્રવૃત્તિઓ થતી હોય છે. એમાંની કેટલીયે ક્રિયાઓ પાછળનો આશય લૌકિક સુખની પ્રાપ્તિનો, સ્વાર્થનો કે અન્ય ભાવવાળો હોય છે. આવા ભાવ સાથે જે કંઈ ક્રિયાઓ થાય છે તે બધી શુદ્ધ એટલે કે મોક્ષમૂલક હોય છે એમ કહી શકાય નહિ. જે ક્રિયાઓ સાથે સમક્તિનું સહકારીપણું હોય તે ક્રિયાઓ જ
- ૧૭૯ For Private & Personal Use Only
Jain Education Intemational 2010_05
www.jainelibrary.org