________________
અધ્યાત્મસાર
શુદ્ધ કહેવાય છે. મોક્ષપ્રાપ્તિમાં સમ્યકત્વની મુખ્યતા છે. એટલે જ સમ્યક્ત્વ વિનાની દાનાદિ ક્રિયાઓ મોક્ષપ્રાપ્તિમાં સહાયક ન થઈ શકે.
કોઈકને પ્રશ્ન થાય કે, કોઈ મિથ્યાત્વી વ્યક્તિ દાન, દયા વગેરેની પ્રવૃત્તિઓ કરે તો તે શું ખોટું કરે છે ? તેની ઉપયોગિતા નથી ? વસ્તુતઃ મિથ્યાત્વી વ્યક્તિઓની એવી ક્રિયાઓની લૌકિક દૃષ્ટિએ સાંસારિક પ્રયોજનથી ઉપયોગિતા છે. એટલે દાનાદિ ક્રિયાઓનો સર્વથા નિષેધ નથી. એવી દાન-દયાની પ્રવૃત્તિ વિના સંસારનો વ્યવહાર ટકી ન શકે. પરંતુ મોક્ષમાર્ગમાં આધ્યાત્મિક પ્રગતિ સાધવા માટે તો સમ્યત્વ સહિતની દાનાદિ પ્રવૃત્તિઓ હોય તો જ તે ઉપયોગી છે. સમ્યક્ત્વ ન હોય તો આધ્યાત્મિક દૃષ્ટિએ એનું મૂલ્ય ન હોય. અધ્યાત્મ માર્ગમાં પણ સમ્યક્ત્વ સહિતની પ્રત્યેક જીવની દાનાદિ ક્રિયાઓને એની કક્ષા અને દશા અનુસાર જુદા જુદા નયથી તપાસી શકાય છે. [૩૨૮] બ્રોડપિ ક્રિય જ્ઞાતિનભોક્યનg |
दुःखस्योरो ददानोऽपि नान्धो जयति वैरिणम् ॥३॥ અનુવાદ : અંધ માણસ ભલે ક્રિયા કરે, જ્ઞાતિ, ધન અને ભોગનો ત્યાગ કરે અને દુઃખને પોતાનું ઉર (હૃદય) આપી દે (દુઃખને સામી છાતીએ વહોરી લે) તો પણ તે વૈરીને જીતી શકતો નથી.
વિશેષાર્થ : સમ્યકૃત્વ સહિતની ધર્મક્રિયા અને સમ્યક્ત્વ વિનાની ધર્મક્રિયા વચ્ચેનો ભેદ અહીં દૃષ્ટાન્તથી સમજાવવામાં આવ્યો છે. હવે પછી પાંચમા શ્લોકમાં સમજાવવામાં આવ્યું છે કે સમ્યત્વ મનુષ્યની આંખમાં કીકી સમાન છે. એ વિના મનુષ્ય અંધ છે.]
આંધળો માણસ શું કરી શકે ? આમ જુઓ તો તે ઘણું કરી શકે. તે ધન સંપત્તિનો ત્યાગ કરી શકે, તે સગા સંબંધીઓને છોડી શકે. તે જો શબ્દવેધી બાણાવળી હોય અને અંધ હોય તો પણ જે દિશામાંથી અને જે અંતરેથી અવાજ આવ્યો હોય ત્યાં બાણ છોડીને પોતાનું નિશાન પાડી શકે. કદાચ તે દુશ્મનની સામે હાથોહાથ લડી પણ શકે. એમ છતાં તે ક્યારેય દુશ્મન સાથે લડાઈમાં જીતી ન શકે. વિજય મેળવવાનું અંતિમ મહત્ત્વનું કાર્ય તો તે કરી ન શકે. એવી જ રીતે સમ્યકત્વ વિનાની વ્યક્તિ ધર્મક્રિયાઓ કરે, ઘર, કુટુંબ, સગાંસ્નેહીઓનો ત્યાગ કરી શકે, દાન આપી શકે, સંપત્તિનો ત્યાગ કરી શકે, ઉપવાસ વગેરે તપ તથા વ્રત કરી શકે, પરંતુ તે ક્યારેય અંતિમ લક્ષ્ય એટલે કે મોક્ષ મેળવી ન શકે. એટલે કે મોક્ષ માટે સમ્યત્વ અનિવાર્ય છે. [૩૨૯] હર્વત્તિવૃત્તિમÀä »ામનો ત્યગન્નgિ |
दुःखस्योरो ददानोऽपि मिथ्यादृष्टिर्न सिद्धयति ॥४॥ અનુવાદઃ એ જ રીતે નિવૃત્તિ ધારણ કરતો હોય, કામભોગને ત્યજતો હોય, દુઃખને સામી છાતીએ વહોરી લેતો હોય, પણ તે મિથ્યાદષ્ટિ હોય તો સિદ્ધ થતો (મોક્ષ પામતો) નથી.
ભાવાર્થ : આગળના શ્લોકમાં જે કહ્યું તે જ અહીં ફરીથી સમજાવ્યું છે. જગતમાં ત્યાગ-વૈરાગ્યની
૧૮૦ For Private & Personal Use Only
Jain Education Intemational 2010_05
cation International 2010_05
For Private & Pe
www.jainelibrary.org