________________
પ્રબંધ ચોથો, અધિકાર બારમો : સમ્યકત્વ અધિકાર
વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ જોવા મળે છે. પરંતુ તે બધી જ પ્રવૃત્તિ મોક્ષપ્રાપક એટલે કે મોક્ષ અપાવનાર ન બની શકે, કારણ કે એના પાયામાં સમ્યક્ત્વ નથી હોતું. સમ્યત્વ વિનાની શુભ ક્રિયાઓ ઘાણીના બળદ જેવી છે. ધારો કે કોઈ માણસ આત્મામાં જ ન માનતો હોય, જન્મજન્માન્તરમાં કે મોક્ષમાં પણ માનતો ન હોય અને તેવો માણસ ઉપવાસ કરતો હોય, બ્રહ્મચર્યનું પાલન કરતો હોય, કષ્ટ સહન કરતો હોય, ભોગવિલાસનો ત્યાગ કરતો હોય, સાદાઈનું જીવન જીવતો હોય તો તેની તેવી ક્રિયાઓ એને મોક્ષગતિ તરફ ન લઈ જાય, કારણ કે તે માટે તો પ્રથમ સમ્યગદર્શનની આવશ્યકતા રહે છે. તો શું પેલા નાસ્તિક માણસની સર્વ શુભ પ્રવૃત્તિઓ એકાન્ત સર્વથા નિષ્ફળ અને નિરર્થક છે ? ના, એમ તો ન કહી શકાય. એના ભૌતિક વગેરે લાભ હોઈ શકે. કોઈ પણ ક્રિયા ફળ આપ્યા વગર રહેતી નથી. પરંતુ અધ્યાત્મમાર્ગમાં, મોક્ષપથમાં તેવી ક્રિયાઓ પરિણામદાયક નીવડતી નથી. [૩૩0] નીનિવેવ નેત્રી મચ્ચેવ સરમ |
सम्यक्त्वमुच्यते सारः सर्वेषां धर्मकर्मणाम् ॥५॥ અનુવાદ : જેમ નેત્રનો સાર કીકી (કનીનિકા) છે અને પુષ્પનો સાર સૌરભ છે, તેમ સર્વ ધર્મકાર્યનો સાર સમ્યકત્વ કહેવાય છે.
ભાવાર્થ : આ શ્લોકમાં પણ સમ્યક્ત્વની મહત્તા દર્શાવવામાં આવી છે. કવિ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ અહીં બે ઉપમા આપે છે. આંખમાં કીકી સૌથી મહત્ત્વની છે. જોવાનું કામ તે કરે છે. કોઈની આંખનો ડોળો સરસ હોય, આકર્ષક હોય, આંખોનો આકાર રમ્ય હોય, પણ એની કીકી નકામી હોય એટલે કે માણસ કશું જોઈ શકતો ન હોય તો એવા અંધ માણસની રૂપાળી આંખોની કશી કિંમત નથી. પુષ્યનો રંગ સુંદર હોય, એનો આકાર રમણીય હોય, પરંતુ પુષ્પમાં સૌરભ ન જ હોય તો એવા પુષ્પનું મૂલ્ય ઘટી જાય છે. એવી જ રીતે મનુષ્યની ધર્મક્રિયાઓના સારરૂપ એનું સમ્યકત્વ છે. સમ્યકત્વ સહિતની ધર્મક્રિયાઓનું મૂલ્ય મોક્ષમૂલક છે. સમ્યક્ત્વ વિનાની ધર્મક્રિયાઓનું એટલું મૂલ્ય નથી. સમ્યક્ત્વ સહિતની ધર્મક્રિયાઓ સકામ નિર્જરાનું કારણ બને છે. મિથ્યાત્વયુક્ત ધર્મક્રિયાઓ સકામ નિર્જરાનું કારણ બનતી નથી. એટલે જ ધર્મક્રિયાઓ સમ્યકત્વ સહિતની હોય તો તે મોક્ષપ્રાપ્તિમાં ઉપકારક નીવડે છે. [૩૩૧] તત્ત્વશ્રદ્ધાન નેતન્ન હિત વિનાને .
सर्वे जीवा न हन्तव्याः सूत्रे तत्त्वमितीष्यते ॥६॥ અનુવાદ : વળી એને જિનશાસનમાં “તત્ત્વશ્રદ્ધાને કહ્યું છે. “સર્વ જીવોને હણવા નહિ તે તત્ત્વને સૂત્રમાં પ્રતિપાદિત કર્યું છે. ' વિશેષાર્થ : જિનશાસનમાં અહિંસાને સર્વોપરી સ્થાન આપવામાં આવ્યું છે. “અહિંસા પરમો ધર્મ એ જૈન ધર્મનું મહત્ત્વનું સૂત્ર છે. ભગવાન મહાવીરે કહ્યું છે :
सव्वे जीवा वि इच्छंति जीविउं न मरिज्जिउं ।
तम्हा पाणीवहं घोरं निग्गंथा वज्जयंति नः ॥ સર્વ જીવોને જીવવું ગમે છે. કોઈ જીવને મરવું ગમતું નથી. એટલે ઘોર પ્રાણીવધનો નિર્ઝન્ય સાધુઓએ
૧૮૧ For Private & Personal Use Only
Jain Education International 2010_05
www.jainelibrary.org