________________
પ્રબંધ ત્રીજો, અધિકાર અગિયારમો : મનઃશુદ્ધિ અધિકાર
તો જગતના સર્વ વિષયોથી મન નિવૃત્ત થઈ ગયેલું હોવું જોઈએ. જ્યાં સુધી જગતના બાહ્ય પદાર્થોમાં રસ અને રચિ રહ્યા કરે ત્યાં સુધી આત્મભાવનામાં એટલાં રસ અને રુચિ પ્રગટ ન થાય. માટે સાંસારિક ભોગો ભોગ અને ઇતર સર્વ વિષયોમાંથી મન મુક્ત થઈ જવું જોઈએ. બીજી બાજુ એ જ મન દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ રત્નત્રયીની પરંપરાથી પરિચિત થયેલું હોવું જોઈએ. એટલે કે એવું મન રત્નત્રયીની આરાધનાથી વાસિત થયેલું હોવું જોઈએ. એની પરંપરા મનમાં ચાલતી રહેવી જોઈએ. આવી રીતે સજ્જ થયેલું મન પછી આત્મામાં સ્થિર થવા લાગે છે. હું શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન, અવિનાશી, જ્ઞાનસ્વરૂપ ત્રિકાળી ધ્રુવ આત્મા છું' એવું ભાન સતત રહેવા લાગે છે. આત્માનાં લક્ષણો પ્રતીત થાય છે અને પછી તો એવી લયસ્વરૂપ એકાકાર દશા પ્રાપ્ત થાય છે કે જ્યારે શુભ કે અશુભ એવા કોઈ વિકલ્પો ઊઠતા નથી. શુદ્ધ નિર્વિકલ્પ દશા પ્રગટ થાય છે. કેવળ આત્માનુભૂતિ જ વર્યા કરે છે. પૂર્વજન્મની આરાધના ચાલી આવતી હોય તો આવી દશા વહેલી પ્રાપ્ત થાય છે. [૩૨૩] તમન્યતૈથુનાપિ નો
नियतवस्तुविलास्यपि निश्चयात् । क्षणमसंगमुदीतनिसर्गधी
હત ગામના વાહતમ્ i૨૦ || અનુવાદ : નિયત વસ્તુને વિશે વિલાસવાળું તે મન હવે નિશ્ચય સ્વભાવને લીધે બીજા કોઈ પણ ભાવને પામતું નથી. નિસર્ગ બુદ્ધિનો ઉદય થવાથી જેનું બાહ્ય પદાર્થોનું જ્ઞાન નાશ પામ્યું તે મન ક્ષણવાર અસંગ દશાને પામે છે.
વિશેષાર્થ : આવી રીતે નિશ્ચય દશાને પામેલું મન હવે બીજા કોઈ પણ પર પદાર્થમાં કે પરભાવમાં લાગતું નથી. તે નિયત વસ્તુમાં એટલે કે સ્વસ્વરૂપમાં વિકસે છે. તે ચૈતન્યમાં રમણતા કરે છે. આથી સ્વાભાવિક રીતે જ તેની નિર્મળ બુદ્ધિ એવી થઈ જાય છે કે પરભાવમાં જવાનું કે પરપદાર્થનો સંગ કરવાનું તેને ગમતું નથી. તે ક્ષણવાર અસંગ બનીને પોતાના સ્વરૂપમાં લય પામે છે. તેની બહિર્મુખતા નષ્ટ પામતી જાય છે. અંતર્મુહૂર્ત અસંગ દશાના વારંવાર થતા અનુભવને લીધે બાહ્ય પદાર્થોનું તેનું લક્ષ્ય છૂટતું જાય છે. જીવનો મનની શુદ્ધિ દ્વારા આધ્યાત્મિક વિકાસ કેવી રીતે થતો જાય છે તેનો અહીં પરિચય કરાવવામાં આવ્યો છે. [૩૨૪] ઋષાયેય: સTગીરિમ
प्रकृतिशान्तमुदात्तमुदारधीः । समनुगृह्य मनोऽनुभवत्यहो
गलितमोहतमः परमं महः ॥२१॥ અનુવાદ : અહો ! કષાયો ઉપર વિજય મેળવનાર, ઉદાત્ત અને ઉદાર બુદ્ધિવાળા, ગાંભીર્યયુક્ત, પ્રકૃતિથી શાન્ત એવા પુરુષો પોતાના મનનો નિગ્રહ કરીને મોહરૂપી અંધકાર જેમાંથી ગલિત થઈ ગયો છે એવી પરમ જ્યોતિનો અનુભવ કરે છે.
૧૭૭ For Private & Personal Use Only
Jain Education Intemational 2010_05
www.jainelibrary.org