________________
અધ્યાત્મસાર
પૂર્વે વર્તતો હતો તે દુઃખનો સંસ્કાર નિવૃત્ત થતો નથી. ઇન્દ્રિયોના ભોગકાળમાં ઇચ્છાઓની અતૃપ્તિ, ઉત્સુક્તા ઇત્યાદિના સંસ્કાર રહ્યા કરે છે કે જે દુ:ખરૂપ હોય છે. [૭૪૮] સુર પુર્વ ર મોદશ તિસ્ત્રોડપિ પુણવૃત્તયા
विरुद्धा अपि वर्तन्ते दुःखजात्यनतिक्रमात् ॥७१॥ અનુવાદ : સુખ, દુઃખ અને મોહ એ ત્રણે ગુણની વૃત્તિઓ પરસ્પર વિરુદ્ધ છે, તો પણ દુઃખની જાતિનું ઉલ્લંઘન કરતી ન હોવાથી તે દુઃખરૂપ જ છે.
વિશેષાર્થ : ‘પાતંજલ યોગદર્શનના દ્વિતીય પાદમાં બતાવ્યા પ્રમાણે બુદ્ધિની ત્રણ અવસ્થાઓ તે ત્રણ ગુણ છે : સત્ત્વ, રજસ્ અને તમસ. સત્ત્વગુણ સુખાનુભવ કરાવે છે, રજોગુણ દુઃખાનુભવ કરાવે છે અને તમોગુણ મોહાનુભવ કરાવે છે. એટલે સત્ત્વ, રજસ્ અને તમસ એ ત્રણની અનુક્રમે સુખ, દુઃખ અને મોહ એવી ત્રણ વૃત્તિઓ છે. બુદ્ધિમાં ફક્ત એક જ ગુણ હોય અને બીજા બે ગુણ હોય જ નહિ, અથવા કોઈપણ બે ગુણ હોય અને એક ગુણ હોય જ નહિ એમ ક્યારેય બને નહિ. બુદ્ધિમાં ત્રણે ગુણોનો અને એમની વૃત્તિઓનો સંયુક્ત પ્રવાહ નિરંતર ચાલ્યા જ કરતો રહે છે. એમાં કોઈ એક ગુણવૃત્તિ પ્રધાન હોય છે અને બીજી બે ગૌણ હોય છે. આમ ત્રણે ગુણવૃત્તિઓ વિષમ અવસ્થામાં હોય ત્યાં સુધી તેઓ એક જ સ્થાને રહી શકે. જો તેઓ ત્રણેય સમ અવસ્થામાં આવી જાય તો તેઓ એકબીજાની વિરોધી બની જાય છે. એટલે ત્રણે ગુણવૃત્તિઓ સમ અવસ્થામાં પરસ્પર વિરોધીપણે વર્તતી હોવા છતાં વિષમ અવસ્થામાં સાથે રહે છે. જ્યારે વિષમ અવસ્થામાં ત્રણે હોય ત્યારે કોઈપણ એક ગુણવૃત્તિ અત્યંત પ્રબળ અથવા બળવાન બની જાય છે. ત્યારે તે બીજી બે નબળી ગુણવૃત્તિઓને દબાવે છે. પરંતુ ત્યારે એ નબળી ગુણવૃત્તિઓ પ્રબળ ગુણવૃત્તિને સહકાર આપી એની સાથે જ રહે છે. આમ એક ગુણવૃત્તિ પ્રબળ હોય ત્યારે બીજી બે ગુણવૃત્તિ હોય જ નહિ એમ બને નહિ. માત્ર તેનું જોર ઓછું હોય. એનો અર્થ એ થયો દુઃખાનુભવ વખતે તો દુઃખ છે જ, પરંતુ સત્ત્વગુણવૃત્તિની પ્રબળતાને લીધે જયારે સુખાનુભવ થતો હોય ત્યારે પણ, ભલે મંદપણે પણ દુઃખાનુભવ અને મહાનુભવ તો ત્યાં રહેલા જ હોય છે. આમ જીવને નિર્ભેળ સુખનો અનુભવ ક્યારેય થતો નથી. પ્રત્યેક સુખાનુભવની સાથે દુ:ખાનુભવ જોડાયેલો છે. દુ:ખની જાતિનું અતિક્રમણ કે ઉલ્લંઘન થતું નથી. સુખદુઃખ સાથે વણાયેલાં છે.
આ સુખદુ:ખની વાત તે સાંસારિક સુખદુ:ખની છે. યોગદર્શન અનુસાર અહીં તેની વિચારણા થયેલી છે. પુણ્યના ઉદયે જે સાંસારિક સુખાનુભવ થાય છે તેમાં પણ દુઃખાનુભવ અંતર્ગત રહેલો છે એમ અહીં દર્શાવવામાં આવ્યું છે.
ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજે અન્ય દર્શનનો પણ કેવો સુંદર સમન્વય કરી લીધો છે તે અહીં જોઈ શકાય છે. [૭૪૯] દ્ધનાક્ષUITોપમો મોપોદ્ધવોશ્વિન:
विलासश्चित्ररूपोऽपि भयहेतुर्विवेकिनाम् ॥७२॥ અનુવાદઃ ભોગથી ઉદ્ભવેલો સમગ્ર સુખાનુભવ (વિલાસ) ક્રોધે ભરાયેલા નાગની ફણાના વિસ્તારની ઉપમાવાળો છે. તે સુંદર ચિત્રરૂપ) હોવા છતાં વિવેકી પુરુષોને ભયના કારણરૂપ છે.
૪૨૮ For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org