________________
પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર
વિશેષાર્થ : પુણ્યોદયથી પ્રાપ્ત થતા ભોગોપભોગો તાત્ત્વિક રીતે, પરિણામે તો દુઃખરૂપ જ છે એ સમજાવવા માટે અહીં ક્રોધે ભરાયેલા નાગનું દૃષ્ટાન્ત આપવામાં આવ્યું છે. નાગ ક્રોધે ભરાય તો તરત ઊંચો થઈ જાય છે અને તેની ફણા પહોળી થઈ જાય છે. તેની વિસ્તૃત થયેલી ફણા રંગ, આકૃતિ અને એની ભાતને કારણે કેટલી સુંદર લાગે છે ! વળી એ કેટલી સુંવાળી અને ચમકતી દેખાય છે. આ ઝેરી નાગ છે એવી જેને ખબર ન હોય તે તો એના સૌન્દર્યથી મુગ્ધ થવાના અને રાજી રાજી થઈ એનો સ્પર્શ કરવા, એના પર હાથ ફેરવવા લલચાવાના. પરંતુ એમ કરવા જતાં તો નાગ તરત ડંખ મારે છે અને માણસનું તત્કાલ મૃત્યુ થાય છે. એટલે ડાહ્યા માણસે નાગની સુંદર ફણાને સ્પર્શ કરવા જેવું નથી. બલકે નાગથી બચવા માટે ઘણે દૂર રહેવા જેવું છે.
આવું જ છે સંસારના સુખોપભોગનું. પુણ્યથી સુખ મળે છે ત્યારે જીવ એ જોઈને, અનુભવીને રાજી રાજી થઈ જાય છે. તે ભૌતિક સુખમાં મહાલવા લાગે છે. આ એની અજ્ઞાન દશા છે. વસ્તુતઃ આ ભોગોપભોગ અંતે તો એને દુર્ગતિમાં લઈ જનાર નીવડે છે. આત્મિક સુખની આકાંક્ષા રાખનારાઓએ આવા ભોગોપભોગોથી ડરીને એનાથી દૂર રહેવું જોઈએ.
[૭૫૦] રૂત્થમેન્દ્વમાપન્ન પાંત: પુણ્યપાયો: ।
मन्यते यो न मूढात्मा नान्तस्तस्य भवोदधेः ॥७३॥
અનુવાદ : આ પ્રમાણે ફળની દૃષ્ટિએ પુણ્ય અને પાપનું એકપણું પ્રાપ્ત થયું. જે મૂઢ માણસ આમ માનતો નથી, તેના ભવસાગરનો અંત નથી.
વિશેષાર્થ : આગળના શ્લોકોમાં પુણ્ય અને પાપની જે વિચારણા કરવામાં આવી છે તેનો ઉપસંહાર કરતાં ગ્રંથકારશ્રી અહીં કહે છે કે શુદ્ધ નિશ્ચયનયથી જોઈએ તો આત્મા પુણ્ય અને પાપથી ભિન્ન છે. પુણ્ય અને પાપ પુદ્ગલરૂપ છે અને આત્માને તે બંધનમાં નાખનાર છે. ફળની દૃષ્ટિએ જોઈએ તો પુણ્ય અને પાપ એ બે વચ્ચે કશો ભેદ જણાશે નહિ, કારણ કે જ્યાં સુધી પાપ છે ત્યાં સુધી જેમ સંસારમાં પરિભ્રમણ છે, તેમ જ્યાં સુધી પુણ્ય છે ત્યાં સુધી પણ સંસારમાં પરિભ્રમણ છે જ. એટલે જ્ઞાનીના મનમાં પુણ્યનો મહિમા ન હોઈ શકે. પુણ્યથી પ્રાપ્ત થતા ભોગોપભોગો જ્ઞાનીને ભયના હેતુરૂપ, સંસારના પરિભ્રમણરૂપ જણાય છે. જ્ઞાનીને વિવેકદૃષ્ટિથી જોતાં પુણ્ય પ્રત્યે રાગ અને પાપ પ્રત્યે દ્વેષ હોતાં નથી. તે તો બંનેને દુ:ખના હેતુરૂપે જ જુએ છે. જે મૂઢ જીવ પુણ્ય અને પાપનું આ દુ:ખદાયી પરિણામ
સમજતો નથી તેના ભવસાગરનો અંત આવતો નથી.
[૭૫૧] દુ:Ôરૂપયોમિત્રોનાત્મા પુછ્યવાપયો: ।
शुद्धनिश्चयतः सत्यचिदानन्दमयः सदा ॥ ७४॥
અનુવાદ : એટલે દુઃખના જ એક સ્વરૂપવાળાં પુણ્ય અને પાપથી આત્મા ભિન્ન છે. શુદ્ધ નિશ્ચયનયથી આત્મા સદા સચિત્-આનંદમય છે.
વિશેષાર્થ : પુણ્ય અને પાપથી આત્મા ભિન્ન છે અને તે આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે એમ શુદ્ધ
Jain Education International_2010_05
૪૨૯
For Private & Personal Use Only
www.jainelibrary.org