________________
અધ્યાત્મસાર
નિશ્ચયનય જે કહે છે તે વાતનો અહીં ઉપસંહાર કરવામાં આવ્યો છે. વ્યવહારનય કહે છે કે પુણ્ય સુખરૂપ છે અને પાપ દુઃખરૂપ છે, પરંતુ શુદ્ધ નિશ્ચયનય કહે છે કે તત્ત્વની દષ્ટિએ પુણ્ય અને પાપ બંને દુ:ખરૂપ જ છે. આત્મા ચેતન દ્રવ્ય છે અને પુણ્ય તથા પાપ કર્મરૂપે છે એટલે કે પુગલરૂપે છે, અર્થાત્ અજીવ દ્રવ્ય છે. વ્યવહારનય કહે છે કે સિદ્ધાવસ્થામાં જીવ સર્વ કર્મથી સર્વથા મુક્ત હોય છે. એટલે એ ત્યાં સચ્ચિદાનંદમય હોય છે. પરંતુ સંસારમાં આત્માને પુણ્ય અને પાપની સાથે એટલે કે શુભાશુભ કર્મની સાથે, એક ક્ષેત્રાવગાહને કારણે, પોતાની મોહદશાને લીધે કંઈક અભિન્નતા ભાસે છે. વસ્તુતઃ ચેતન દ્રવ્ય તે આત્મા, પુણ્ય અને પાપરૂપી અજીવ દ્રવ્ય સાથે, એક ક્ષેત્રાવગાહ હોવા છતાં, તાણાવાણાની જેમ તે બંને દ્રવ્યો રહેલાં હોવા છતાં, એકરૂપ થઈ શકે નહિ, કારણ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કશું કરી શકે નહિ. દરેક દ્રવ્ય સ્વસ્વરૂપે જ પરિણમે. કોઈ પણ દ્રવ્ય પોતાનો સ્વભાવ છોડીને અન્ય દ્રવ્યના સ્વભાવને ધારણ કરી શકે નહિ. આત્માનો સ્વભાવ સત, ચિત અને આનંદરૂપ છે. ત્રણે કાળમાં એનો એ જ સ્વભાવ રહે છે. પરંતુ પોતે દેહ સાથે એકરૂપ છે એવો જીવને ભ્રમ રહ્યા કરે છે. જ્ઞાનીને તો દેહ અને આત્માની ભિન્નતાનો બોધ થાય છે અને એનું વદન થાય છે.
આથી વિપાકે દુઃખાનુભવ કરાવનાર પુણ્ય અને પાપ સાથે સચ્ચિદાનંદ સ્વરૂપ આત્માને કોઈ સંબંધ નથી.
[૭૫૨] તત્તરીયશાળંયરૂપમાવરક્ષયાત્ |
भात्युष्णोद्यतशीलस्य घननाशाद्रवेरिव ७५॥ અનુવાદ : જેમ મેઘનો નાશ થવાથી ઉષ્ણ પ્રકાશના સ્વભાવવાળો સૂર્ય દેખાય છે, તેમ આવરણનો ક્ષય થવાથી તે તુરીય દશામાં (આત્માનું) જાણી શકાય તેવું (વ્યંગ્ય) રૂપ આવિર્ભાવ પામે છે.
વિશેષાર્થ : તુરીય અથવા તુર્ય એટલે ચોથું. આત્માની ચાર દશા બતાવવામાં આવે છે. (૧) સુષુપ્તિ, (૨) જાગ્રત, (૩) સ્વમ અને (૪) ઉજ્ઞાગર. એમાં ચોથી દશામાં અન્ય દર્શન પ્રમાણે આત્મા પોતે પરબ્રહ્મ અથવા પરમાત્મા સાથે એકરૂપ થઈ જાય છે. જૈન દર્શન પ્રમાણે આત્માની ચોથી ઉજાગર દશા એટલે કેવળજ્ઞાનના પ્રકાશવાળી દશા. આ દશાની શરૂઆત આત્માના નિર્વિકલ્પ ઉપયોગથી થાય છે અને તેરમા ગુણસ્થાનકે જ્યારે કેવળજ્ઞાન પ્રગટે છે ત્યારે તે દશા સ્થિર થાય છે. હવે આત્માને સચ્ચિદાનંદ સ્વરૂપ બતાવવામાં આવે છે એટલે આત્મામાં આ ચોથી ઉજાગર દશા રહેલી છે એમ કહેવામાં આવે છે. તો પછી જીવની એ ચોથી દશા જોવા કેમ મળતી નથી ? એનું કારણ એ છે કે આત્મામાં એ દશા રહેલી હોવા છતાં, આવરણને કારણે એ જોવા મળતી નથી. આ આવરણ તે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ ચાર ઘાતકર્મરૂપ આવરણ છે. એ આવરણનો ક્ષય થતાં તરત જ આ ચોથી ઉજાગર દશા–કેવળજ્ઞાનના પ્રકાશની દશા દેખાય છે.
અહીં સરખામણી આપવામાં આવી છે સૂર્યના પ્રકાશની. આકાશમાં સૂર્ય છે, પરંતુ એનો પ્રકાશ અને એની ઉષ્ણતા જો ગાઢ વાદળાં હોય તો અનુભવવા નથી મળતાં. પરંતુ જેવાં વાદળાં વિખરાઈ જાય છે કે તરત ઝળહળતો સૂર્યપ્રકાશ જોવા તથા ઉષ્મા અનુભવવા મળે છે. વાદળાંને લીધે સૂર્યપ્રકાશ
૪૩૦ For Private & Personal Use Only
Jain Education Interational 2010_05
www.jainelibrary.org