________________
પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર
જોવા ન મળતો હોય તો એનો અર્થ એ નથી કે આકાશમાં સૂર્ય નથી. તેવી રીતે ઘાતી કર્મોના આવરણને કારણે આત્માની તુરીય અવસ્થા ન જોવા મળતી હોય તો એનો અર્થ એ નથી કે આત્મામાં એવી અવસ્થા છે જ નહિ.
[૭૫૩) નાથને નાગ્રતોડગ્રશ્ચિત્રાથી સુવવૃત્ત: ..
सामान्यं तु चिदानंदरूपं सर्वदशान्वयि ॥७६॥ અનુવાદ : જાગ્રતને (આત્માને) ઇન્દ્રિયો (અક્ષ) દ્વારા વિવિધ સુખવૃત્તિઓની બુદ્ધિ ઉદ્ભવે છે, પરંતુ સર્વ દશામાં ચિદાનંદ સ્વરૂપ તો સમાન રીતે અંતર્ગત રહેલું છે. ' વિશેષાર્થ : જે જાગ્રત છે એટલે કે દ્રવ્યનિદ્રારહિત છે તેને વિવિધ પ્રકારની સુખની વૃત્તિઓ ઉદ્ભવે છે. પોતાની ઇન્દ્રિયો દ્વારા તે અનુભવે છે. પરંતુ નિદ્રાવસ્થામાં તે અનુભવ થતો નથી. એ બતાવે છે કે ઇન્દ્રિયો દ્વારા થતો સુખનો અનુભવ અમુક વખતે થાય છે અને અમુક વખતે થતો નથી. પરંતુ ઇન્દ્રિયાતીત એવા આત્માના ચિદાનંદ સ્વરૂપનો જે અનુભવ થાય છે એમાં કોઈ દશાનો બાધ નથી. સર્વ દશામાં તે સમાન રીતે અંતર્ગત રહેલો છે. જીવની ઇન્દ્રિયસહિત દશા હોય, કે ઇન્દ્રિયરહિત દશા હોય, કે દેહરહિત સિદ્ધાવસ્થા હોય–સર્વ દશામાં ચિદાનંદ સ્વરૂપ સમાનરૂપે રહેલું છે. [૭૫૪] પુત્નિને યથા વહૂિર્વાધ્યતે તાપ્યડથવી .
नानुभूतिपराभूती तथैताभिः किलात्मनः ॥७७॥ અનુવાદ: જેમ તણખા વડે અગ્નિ પ્રકાશતો નથી અથવા તાપ પમાડતો નથી, તેમ એના વડે સુખની વૃત્તિઓ વડે) આત્માનો અનુભવ અથવા પરાભવ થતો નથી.
વિશેષાર્થ : આત્માનું સ્વરૂપ જો સચ્ચિદાનંદમય હોય તો જયારે ઇન્દ્રિયો દ્વારા સુખનો અથવા દુઃખનો અનુભવ થાય છે તે વખતે આત્માનું સચ્ચિદાનંદ સ્વરૂપ કેમ પ્રકાશિત કે પ્રતીત થતું નથી ? એનો ઉત્તર એ છે કે ઇન્દ્રિયો દ્વારા થતી સુખ કે દુઃખની લાગણી એ તો ભડભડ બળતા અગ્નિમાંથી ઊડતા એક સ્ફલિંગ જેટલી છે. એક સ્ફલિંગની તાકાત કેટલી ? અગ્નિનો જ એ એક કણ હોવા છતાં એનામાં પ્રકાશ આપવાની કે કશું ગરમ કરવાની શક્તિ હોતી નથી. ક્ષણવારમાં તો એ તણખો ઓલવાઈ જાય છે. તેવી રીતે ઇન્દ્રિયો દ્વારા આત્માનું ચિદાનંદ સ્વરૂપે પ્રગટ થઈ શકતું નથી અથવા ઇન્દ્રિયો દ્વારા અનુભવાતું દુઃખ આત્માનો પરાભવ કરી શકતું નથી. [૭૫૫] પાક્ષિUT: સુ પચ્ચે સુષુત નિરહંતમ્
यथा भानं तथा शुद्धविवेके तदतिस्फुटम् ॥७८॥ અનુવાદ : સુષુપ્તિમાં સુખરૂપ અને સાક્ષી(એવા આત્મા)નું જેમ અહંકારરહિત ભાન થાય છે, તેમ શુદ્ધ વિવેકમાં તે (ભાન) અતિ ફુટ થાય છે. વિશેષાર્થ : આત્મા દેહથી ભિન્ન છે. તે સુખરૂપ છે, સાક્ષીરૂપ છે. પરંતુ જીવને અજ્ઞાનને કારણે,
૪૩૧ For Private & Personal Use Only
Jain Education Intemational 2010_05
www.jainelibrary.org