________________
અધ્યાત્મસાર
શરીરાદિના પુદ્ગલોની અત્યંત નિકટતાને કારણે “હું ખાઉં છું, હું જાઉં છું, હું ગોરો છું, હું કાળો છું, હું સત્તાધીશ છું, હું પંડિત છું, હું ભોગવું છું, હું દુઃખી છું, હું બીમાર છું.' ઇત્યાદિ પ્રકારના જે ભાવો થાય છે તેમાં એની સભાનતા હોય છે પરંતુ એ જ વ્યક્તિ જ્યારે ગાઢ નિદ્રામાં પોઢી જાય છે ત્યારે સભાનતારૂપી અહંકારવાળા તેના વિકલ્પો શમી જાય છે. પોતાના દેહની સભાનતા પણ રહેતી નથી. શુદ્ધ ચેતનાનો મંદ, અસ્પષ્ટ અનુભવ ત્યારે રહે છે. પરંતુ એના કરતાં પણ જાગૃત બોધદશામાં અનુભવ વિશેષ સ્પષ્ટ હોય છે. જ્યાં સુધી શરીરથી પોતે પૃથફ છે એવો બોધ થતો નથી ત્યાં સુધી કર્તુત્વ અને ભોફતૃત્વની બુદ્ધિ રહે છે. પરંતુ એ એનો ભ્રમ છે. જ્યારે સ્વસ્વરૂપનો બોધ થાય છે ત્યારે, જયારે વિવેક પ્રગટે છે ત્યારે “હું કર્તા-ભોક્તા નથી, માત્ર સાક્ષીરૂપ છું' એવી પ્રતીતિ થાય છે. એ સાક્ષીભાવ એના આત્મિક સુખના સંવેદનરૂપ બને છે. | ‘અધ્યાત્મસાર'ના આ આત્મનિશ્ચય અધિકારમાં હવે પછીના કેટલાક શ્લોકોમાં આત્મતત્ત્વની વિચારણા ભિન્ન ભિન્ન નયની દૃષ્ટિએ કરવામાં આવી છે. એ સમજવા માટે પ્રાથમિક કક્ષાના વાચકોને લક્ષમાં રાખીને ભિન્ન ભિન્ન નયની સંક્ષેપમાં અહીં રૂપરેખા આપવામાં આવી છે.
વસ્તુમાત્રમાં અનંત ધર્મો રહેલા છે. તેમાંથી નિશ્ચિત કરેલા અંશ કે અંશોને જે ગ્રહણ કરે અને બાકીના અંશો અંગે ઉદાસીન રહે તે નય કહેવાય. (બાકીના અંશોનો નિષેધ કરે તો તે નયાભાસ કહેવાય.) નય એટલે વસ્તુનું પ્રતિપાદન કરવા માટેનો એક દૃષ્ટિકોણ અથવા એક અપેક્ષા.
જુદી જુદી અપેક્ષાથી વસ્તુનું પ્રતિપાદન કરવાની પદ્ધતિ અનેક છે. તેમાં પણ સૂક્ષ્મદૃષ્ટિથી ઘણા ભેદપ્રભેદ બતાવવામાં આવે છે.
આ બધા નયોમાં મુખ્ય બે નય છે : નિશ્ચયનય અને વ્યવહારનય અથવા દ્રવ્યાર્થિક (દ્રવ્યાસ્તિક) નય અને પર્યાયાર્થિક (પર્યાયાસ્તિક) નય. દ્રવ્યનું લક્ષણ “સ” છે. પોતાના ગુણપર્યાયમાં જે રહે છે તે “સ” છે અથવા ઉત્પત્તિ, વિનાશ અને સ્થિરતાયુક્ત જે છે તે “સતુ' છે અથવા જે અર્થક્રિયાકારી છે તે “સત’ છે. પર્યાય એટલે જે ઉત્પત્તિ અને વિનાશ પામે છે તે. વિશાલ અર્થમાં દ્રવ્યાર્થિકનય એ જ વ્યવહારનય છે અને પર્યાયાર્થિકનય એ જ નિશ્ચયનય છે. આમ છતાં તે બંને નયો એકબીજાના પર્યાય નથી એમ પણ કહેવામાં આવે છે. આગમ અને અધ્યાત્મ વચ્ચે ભેદ કરીને કહેવામાં આવે છે કે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નય આગમના નય છે અને નિશ્ચયનય અને વ્યવહારનય એ અધ્યાત્મના નય છે.
આ નયોના પણ શુદ્ધ અને અશુદ્ધ વગેરે પેટાપ્રકારો બતાવવામાં આવે છે. આ બધામાં મુખ્યત્વે સાત નય છે. તે અનુક્રમે આ પ્રમાણે છે : (૧) નૈગમનય, (૨) સંગ્રહનય, (૩) વ્યવહારનય, (૪) ઋજુસૂત્રનય, (૫) શબ્દનય, (૬) સમભિરૂઢનય અને (૭) એવંભૂતનય. એમાં પહેલા ત્રણ દ્રવ્યાર્થિક નય છે અને પછીના ચાર પર્યાયાર્થિકનય છે. - સાત નયમાં મુખ્ય નૈગમનાય છે. “નૈગમ' શબ્દને જુદી જુદી રીતે ઘટાવવામાં આવે છે, જેમ કે નૈગમ એટલે “નૈક ગમ. ગમ એટલે ગમન કરવાનો માર્ગ. નૈક એટલે એક નહિ અર્થાત અનેક. આમ જેના અનેક માર્ગ છે તે નૈગમ. વળી નૈગમ' શબ્દ એ રીતે પણ ઘટાવાય છે કે નિગમનો બોધ કરાવે તે નૈગમ. નિગમ એટલે સંકલ્પ અથવા કલ્પના. નિગમ એટલે લૌકિક દર્શનકારોએ પોતપોતાની માન્યતાનુસાર વિચારધારા જેમાં વ્યક્ત કરી હોય તે. નૈગમનય એટલે નિગમનો બોધ કરાવવામાં જે કુશળ હોય તે નય. '
૪૩૨
Jain Education Interational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org