________________
પ્રબંધ બીજ, અધિકાર આઠમો : મમત્વ-ત્યાગ અધિકાર
જિજ્ઞાસા વ્યાસંગ (આસક્તિ)ને જ ઉત્પન્ન થવા દેતી નથી, તો પછી મમતાની સ્થિતિ ક્યાંથી સંભવે?
વિશેષાર્થ : એકંદરે તો સંસારમાં ઘણાખરા જીવો પોતાને જે જીવન પ્રાપ્ત થયું છે તે પ્રવાહપતિત થઈને ભોગવે છે અને એમ જીવન પૂરું થઈ જાય છે. પણ કેટલાય જીવોને જાતજાતની જિજ્ઞાસા થાય છે. “આ આમ કેમ છે ?' “આમ શાથી થયું ?' “આ કોણે કર્યું ?' “કેવી રીતે કર્યું ?' - આવી આવી તેઓને કુતૂહલવૃત્તિ રહે છે. કેટલાકની એવી જિજ્ઞાસા ભૌતિક પદાર્થો પૂરતી સીમિત હોય છે અને કેટલાકને જડ અને ચેતન ઉભય માટે એવા પ્રશ્નો થાય છે. જેઓ આ ખોજ કરતાં કરતાં મૂળ તત્ત્વ સુધી પહોંચવાનો પુરુષાર્થ કરે છે તેને જડ અને ચેતનાના સ્વભાવનું, સાંસારિક સંબંધોનું રહસ્ય સમજાય છે. એનું યથાર્થ દર્શન થતાં કેટલીય વ્યક્તિઓ કે વસ્તુઓ પ્રત્યેનો વ્યાસંગ એટલે કે આસક્તિ તૂટવા લાગે છે. જ્યાં સુધી આસક્તિ છે ત્યાં સુધી રાગ છે અને મમતા છે. જેવી આસક્તિ ગઈ કે તેની સાથે રાગ અને મમતા ચાલ્યાં જવાનાં. એનો અર્થ એ થયો કે જીવનમાંથી મમત્વના ભાવને દૂર કરવો હોય તો તત્ત્વરુચિ જગાવવી જોઈએ અને એને પોષવી જોઈએ. તત્ત્વજ્ઞાનનો રસ એવો ઉત્કૃષ્ટ છે કે એક વખત જો એનો સ્વાદ ચાખ્યો તો પછી બાકીની બધી પદ્ગલિક સૃષ્ટિ તુચ્છ અને નીરસ લાગવા માંડશે. [૨૩૨] પ્રિયાથઃ પ્રિયાપ્રëિ વિના પિ યથા તિઃ.
न तथा तत्त्वजिज्ञासो-स्तत्त्वप्राप्ति विना वचित् ॥२४॥ અનુવાદ: જેમ પ્રિયાને ઇચ્છવાવાળા પુરુષને પ્રિયાની પ્રાપ્તિ વિના બીજા કશામાં પ્રીતિ થતી નથી, તેમ તત્ત્વની જિજ્ઞાસાવાળાને તત્ત્વપ્રાપ્તિ વિના બીજા કશામાં પ્રીતિ થતી નથી.
વિશેષાર્થ : ગ્રંથકારે અહીં સરસ વ્યાવહારિક દૃષ્ટાન્ત આપ્યું છે. જે માણસને જે વિષયની લગની લાગે છે તે તેની પાછળ રચ્યોપચ્યો રહે છે. તેને બીજી કોઈ વાતમાં રસ પડતો નથી. યુવાનીમાં પ્રિયતમ અને પ્રિયતમાના પ્રણયાનુભવના આરંભના દિવસોમાં વિરહ અસહ્ય બને છે. આવો વિરહાગ્નિ જયારે પ્રજવલિત થાય છે ત્યારે એને અન્ય કોઈ ઉપચાર ગમતા નથી. પ્રિય પાત્રની પ્રાપ્તિ જ એને શાન્તિ પમાડે છે. ક્યારેક તો વિરહીજનનો વિરહ એટલો બધો પ્રદીપ્ત થાય છે કે એકેએક પદાર્થમાં એને પ્રિયજનનાં દર્શન થાય છે. એ પદાર્થોની સાથે એ ઉન્માદપૂર્વક કાલ્પનિક સંભાષણ પણ કરવા લાગે છે. (એટલે તો કહેવાયું છે કે સંસારમાં સર્વત્ર પરમાત્માનાં દર્શન વિરહીજનની જેમ કરવાં. પરમાત્માનો વિરહ સતત, સર્વત્ર સાલવો જોઈએ.)
તત્ત્વરુચિની બાબતમાં પણ એવું જ હોવું ઘટે. તત્ત્વજ્ઞાનનો અને સ્વસ્વરૂપમાં રમણતાનો વિષય એટલો ઊંડો, ગહનગંભીર અને રહસ્યવાળો છે કે એમાં જેમ ઊંડા ઊતરતા જઈએ તેમ તેમ નવાં નવાં તત્ત્વોનો પ્રકાશ પ્રાપ્ત થતો જાય છે. તત્ત્વરુચિવાળાને પણ, વિરહની જેમ, કાળ કેટલો ગયો તેનું ભાન રહેતું નથી. આવી તત્ત્વરુચિ એકવખતે જાગે પછી પૌગલિક પદાર્થો, પરદ્રવ્યો કે પરભાવો માટેની મમતા દૂર અને દૂર ભાગવા લાગે છે.
Jain Education Interational 2010_05
For Priv
9 Sonal Use Only
www.jainelibrary.org