________________
પ્રબંધ ચોથો, અધિકાર ચૌદમો ઃ અસદ્મહત્યાગ અધિકાર
આજ્ઞામાં રહેતો નથી અને તે પોતાને વિવેચક માને છે, પણ વસ્તુતઃ જગતમાં તે પોતાને માટે તો ચાળણીની જેમ અસારને ગ્રહણ કરવાવાળો હોય છે.
વિશેષાર્થ : અસંગ્રહવાળો માણસ ક્યારેય ગુરુ પાસેથી શાસ્ત્ર શ્રવણ કરવાની અભિલાષા રાખતો નથી. કદાચ શાસ્ત્રોનું શ્રવણ કરે તો પણ તે ક્યારેય ગુરુની આજ્ઞાનું પાલન કરતો નથી. પોતાને બધું આવડે છે તથા પોતે વિવેચક છે એવા મિથ્યાભિમાનમાં જ તે રાચે છે. આવા માણસને કોની સાથે સરખાવી શકાય ? ચાળણી સાથે. કારણ કે ગુરુની પાસે હોવા છતાં અને શાસ્ત્રશ્રવણની તક મળવા છતાં તે તેમાંથી કશું સારું અને સાચું ગ્રહણ કરતો નથી. તે પોતે જાણે મોટો વિવેચક હોય તેમ વર્તે છે. ચાળણીમાં બે રીતે ચાળવાની શક્તિ છે. સારા અને અસારને જુદા પાડવાની આ વાત છે. ચાળણી ઉત્તમ વસ્તુને કાઢી નાખી પોતાની પાસે તો છોતરાં, ફોતરાં, કાંકરા વગેરે રાખે છે અને કહે છે કે જુઓ મેં કેવું સરસ પ્રાપ્ત કર્યું ! વસ્તુતઃ ચાળણીએ પોતે તો અસાર વસ્તુને જ ગ્રહણ કરી અને સાર વસ્તુ નીકળીને નીચે જતી કરી. એ પ્રમાણે કદાગ્રહી માણસ ગુરુની સમીપે રહેવા છતાં અને શાસ્ત્રશ્રવણ કરવા છતાં અવળો બોધ ગ્રહણ કરે છે. તે ઉત્તમ વસ્તુને ગ્રહણ ન કરતાં અસાર વસ્તુને ગ્રહણ કરે છે. [૪૯] રંજાય ચતુર્થમવારે શાસ્ત્ર
प्रतारणाय प्रतिभापटुत्वम् । गर्वाय धीरत्वमहो गुणाना
मसद्ग्रहस्थे विपरीतसृष्टिः ॥१८॥ અનુવાદ : અહો, અસત્રહીના ગુણોની કેવી વિપરીત સૃષ્ટિ છે ! તેનું ચાતુર્ય દંભ માટે છે, તેનું શાસ્ત્રાધ્યયન પાપ માટે થાય છે, બુદ્ધિની પટુતા છેતરવા માટે થાય છે અને ધીરપણું ગર્વ માટે થાય છે. ' વિશેષાર્થ : માણસમાં જે કંઈ સગુણો ખીલે છે એનો એ સદુપયોગ પણ કરી શકે છે અને દુરુપયોગ પણ કરી શકે છે. માણસની બુદ્ધિ જો ઘણી ખીલી હોય તો એ વડે એ પોતાના દુર્ગુણોને યુક્તિપૂર્વક ઢાંકી શકે છે અને બીજાના દુર્ગુણોને છતા કરી દે છે. કદાગ્રહી માણસમાં પોતાના ગુણોનો વિપરીત ઉપયોગ કરવાની વૃત્તિ સહજ રહેલી હોય છે, કારણ કે એનો આશય જ દુષ્ટ હોય છે. તે ઘણો ચતુર, હોશિયાર, બુદ્ધિશાળી હોય છે. પરંતુ એથી એની દંભવૃત્તિ ઘણી વધી જાય છે. પોતે હોય તેના કરતાં જુદા, સારા બતાવવાની સરસ આવડત એનામાં આવી ગઈ હોય છે. શાસ્ત્રોના અભ્યાસથી વ્યક્તિમાં સારાસારનો વિવેક આવે છે, પાપ અને પુણ્યની સમજ વિકસે છે, હેય શું અને ઉપાદેય શું તેનો એને ખ્યાલ રહે છે, પરંતુ કદાગ્રહી વ્યક્તિ તો પોતાના શાસ્ત્રાભ્યાસથી પોતાનાં પાપોનો બચાવ ખોટી દલીલો દ્વારા કરે છે. તે એટલો ચતુર હોય છે કે એક વખત તો બીજાના મનમાં ઠસાવી દે છે કે પોતે જે કર્યું તે બરાબર છે. કદાગ્રહી વ્યક્તિમાં જો પ્રતિભા હોય, પટુત્વ હોય, નિપુણતા હોય તો તે દ્વારા એ બીજાનો ગેરલાભ ઉઠાવે છે. બીજાને ભોળવવાની, છેતરવાની આવડત કે ફાવટ તેની પાસે હોય છે. એ દ્વારા તે બીજાને આંજી નાખી પોતાનો સ્વાર્થ સાધી લે છે. સારી પ્રતિભાને લીધે વાણી ઉપર તે પ્રભુત્વ
૨૭૩ For Private & Personal Use Only
Jain Education International 2010_05
www.jainelibrary.org